મિનિસ્ટ્રી ઑફ કોમર્સ (DGCI&S) ના તાજેતરના આંકડા મુજબ, મસાલાની નિકાસમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ભારતના મસાલા નિકાસ ક્ષેત્રે ફેબ્રુઆરી 2026માં મોટો આંચકો જોવા મળ્યો છે. મિનિસ્ટ્રી ઑફ કોમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી(DGCI&S)ના હાલના આંકડા મુજબ, ગત વર્ષના સમાન ગાળાની સરખામણીએ મસાલાની નિકાસમાં વોલ્યુમની દૃષ્ટિએ 41% અને કિંમતની દૃષ્ટિએ લગભગ 74%નો જંગી ઘટાડો નોંધાયો છે. ફેબ્રુઆરી 2025માં 1.90 લાખ મેટ્રિક ટનની નિકાસ થઈ હતી. જે ફેબ્રુઆરી 2026માં ઘટીને માત્ર 1.12 લાખ મેટ્રિક ટન રહી ગઈ છે.
-
ફેબ્રુઆરી 2025માં 1.90 લાખ મેટ્રિક ટન નિકાસ થઈ હતી.
-
ફેબ્રુઆરી 2026માં આ આંકડો ઘટીને માત્ર 1.12 લાખ મેટ્રિક ટન રહી ગયો છે.
-
કિંમતની દૃષ્ટિએ નિકાસમાં 74% નો જંગી ઘટાડો થયો છે.
કેમ ઘટી નિકાસ? ચીનનું બજાર ઠંડુ પડ્યું
નિકાસ ઘટવાનું મુખ્ય કારણ ચીન તરફથી માંગમાં આવેલો ઘટાડો છે:
-
ચીન: ગત વર્ષે ચીન $130 મિલિયનની આયાત કરતું હતું, જે હવે ઘટીને માત્ર $28 મિલિયન થઈ ગઈ છે (78% ઘટાડો).
-
થાઈલેન્ડ: અહીં પણ મસાલાની માંગમાં 35% નો ઘટાડો થયો છે.
-
અમેરિકા: યુએસ માર્કેટમાં પણ 10% નો સાધારણ ઘટાડો જોવા મળ્યો છે.
આ દેશોમાં ભારતીય મસાલાની બોલબાલા વધી
એક તરફ મોટા દેશોમાં માંગ ઘટી છે, ત્યારે પાડોશી અને ખાડી દેશોમાં ભારતની પકડ મજબૂત થઈ છે:
-
શ્રીલંકા: મસાલાની નિકાસમાં 137% નો રેકોર્ડબ્રેક વધારો થયો છે.
-
સાઉદી અરેબિયા: નિકાસ $12 મિલિયનથી વધીને $21 મિલિયન (75% વધારો) થઈ છે.
-
UAE અને બાંગ્લાદેશ: યુએઈમાં 18% અને બાંગ્લાદેશમાં 4% ની વૃદ્ધિ જોવા મળી છે.
ભવિષ્યમાં મુશ્કેલીઓ વધી શકે છે
ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેકહોલ્ડર્સ (FISS) ના ચેરમેન તેજસ ગાંધીએ ચિંતા વ્યક્ત કરી છે. ઈરાન અને મધ્ય-પૂર્વના દેશોમાં ચાલી રહેલા યુદ્ધના તણાવને કારણે:
-
વૈશ્વિક શિપિંગ રૂટ પ્રભાવિત થઈ શકે છે.
-
નૂર ખર્ચ (Freight Cost) માં વધારો થવાની શક્યતા છે.
-
આનાથી માર્ચ મહિનામાં કૃષિ ઉત્પાદનોની નિકાસ પર વધુ માઠી અસર પડી શકે છે.
