Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

 ‘જે ચીનની લેબમાંથી કોરોના ફેલાયો, તેને USના ટોચના વૈજ્ઞાનિકએ આપ્યા હતા પૈસા’ ; તુલસી ગબાર્ડનો મોટો ધડાકો

 'જે ચીનની લેબમાંથી કોરોના ફેલાયો, તેને USના ટોચના વૈજ્ઞાનિકએ આપ્યા હતા પૈસા' ; તુલસી ગબાર્ડનો મોટો ધડાકો

વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ નેશનલ ઇન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાર્ડે પોતાના કાર્યકાળના અંતિમ દિવસે એક મોટો ધડાકો કર્યો છે. આ ખુલાસાથી સમગ્ર વિશ્વના રાજકારણમાં હડકંપ મચી ગયો છે. ગબાર્ડે દાવો કર્યો છે કે અમેરિકાના પૂર્વ ચીફ મેડિકલ એડવાઇઝર ડૉ. એન્થની ફાઉચીએ ચીનની વુહાન લેબને ફંડ આપ્યું હતું. આ એ જ લેબ છે જ્યાંથી કોરોના વાયરસ (COVID-19) ફેલાયો હોવાનું માનવામાં આવે છે.

તુલસી ગબાર્ડે કેટલાક અત્યંત ગુપ્ત દસ્તાવેજો જાહેર કર્યા છે. આ દસ્તાવેજો સીધા ડૉ. એન્થની ફાઉચીને કઠેડામાં ઊભા કરે છે. ગબાર્ડે તાજેતરમાં જ ટ્રમ્પ પ્રશાસનમાંથી રાજીનામું આપ્યું છે.

વુહાન લેબને મળ્યા લાખો ડોલર

જાહેર કરાયેલા દસ્તાવેજો અનુસાર, એન્થની ફાઉચીએ અમેરિકાના કરદાતાઓ (Taxpayers) ના લાખો ડોલર ચીનની ‘વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી’ ને આપ્યા હતા. ફાઉચીએ વુહાન લેબમાં ચામાચીડિયાના કોરોના વાયરસ પર ખતરનાક ‘ગેન-ઓફ-ફંક્શન’ રિસર્ચ માટે આ ફંડિંગ મંજૂર કર્યું હતું.

સંસદમાં જૂઠું બોલ્યાનો આરોપ

તુલસી ગબાર્ડે ફાઉચી પર સીધો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે ફાઉચીએ વર્ષ 2024 માં અમેરિકી કોંગ્રેસ (સંસદ) સમક્ષ શપથ લઈને જૂઠું બોલ્યા હતા. ગબાર્ડનો આરોપ છે કે ફાઉચીએ ઇન્ટેલિજન્સ કમ્યુનિટી સાથે મળીને લેબ-લીકના પુરાવા છુપાવ્યા હતા. તેમણે દુનિયા સમક્ષ વાયરસ કુદરતી રીતે ફેલાયો હોવાનો ખોટો નેરેટિવ રજૂ કર્યો હતો જેથી તેમનું ફંડિંગ છુપાયેલું રહે.

ગબાર્ડની ઓફિસે જાહેર કર્યું સત્તાવાર નિવેદન

ગબાર્ડની ઓફિસ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, “ફાઉચીએ વાયરસ લેબમાંથી લીક થવાની સચ્ચાઈને દબાવવા માટે રાજનીતિથી પ્રેરિત અધિકારીઓ સાથે મળીને કામ કર્યું હતું.” આ દસ્તાવેજો સાબિત કરે છે કે કોવિડ-19 પર ઇન્ટેલિજન્સ કમ્યુનિટીના અહેવાલોને પ્રભાવિત કરવામાં ફાઉચીની સીધી ભૂમિકા હતી.

સાચું બોલનારા વૈજ્ઞાનિકોને ડરાવવામાં આવ્યા

આ ખુલાસામાં અન્ય એક ચોંકાવનારી વિગત પણ સામે આવી છે. જે વ્હિસલબ્લોઅર્સ અથવા નિષ્ણાતોએ ફાઉચીના જૂઠને પકડવાનો પ્રયાસ કર્યો, તેમને ડરાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, સિસ્ટમ દ્વારા તેમનું કરિયર પણ બરબાદ કરી દેવામાં આવ્યું હતું. ગબાર્ડે આને ‘ડીપ સ્ટેટ પ્લેબુક’ નો હિસ્સો ગણાવ્યો છે.

નોંધનીય છે કે 85 વર્ષીય એન્થની ફાઉચીએ લગભગ 38 વર્ષ સુધી અમેરિકાની આરોગ્ય એજન્સી (NIAID) પર રાજ કર્યું છે. હવે તેઓ આ ગંભીર આરોપોના ઘેરાવમાં આવી ગયા છે.

< /p>

સંબંધિત પોસ્ટ્સ

‘તને ભારતનો સૌથી ખતરનાક ફિનિશર બનાવી દઈશ’ – મુકુલ ચૌધરી વિશે જસ્ટિન લેંગરની ભવિષ્યવાણી સાચી પડી!

praxpatel

IPL 2026: હારેલી મેચ જીતાડવામાં માહેર છે આ 31 ધૂરંધરો, દરેક ટીમના ફિનિશર્સનું વિશ્લેષણ

praxpatel

બુધનું મીન રાશિમાં ગોચર: આ 4 રાશિના જાતકો માટે ખુલશે કિસ્મતના દ્વાર, બનશે ‘નીચભંગ રાજયોગ’

praxpatel