હિન્દુ ધર્મ અને જ્યોતિષશાસ્ત્રમાં કેટલીક વસ્તુઓને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. તેમાંથી એક છે ગોમતી ચક્ર. આ એક નાનો અને દુર્લભ કુદરતી પથ્થર છે. તે મુખ્યત્વે દ્વારકા પાસે વહેતી ગોમતી નદીમાંથી મળી આવે છે. તેની એક સપાટી પર ચક્ર જેવું નિશાન હોય છે. આ પથ્થરને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે.
ગોમતી ચક્ર ;ધન લાભ મેળવવાનો અચૂક ઉપાય
જો ઘરમાં પૈસા ટકતા ન હોય અથવા આર્થિક તંગી રહેતી હોય, તો આ ઉપાય કરો. શુક્રવારના દિવસે 11 ગોમતી ચક્ર લો. તેને લાલ અથવા પીળા કપડામાં બાંધી લો. હવે આ પોટલીને તિજોરી કે ધન રાખવાના સ્થાને મૂકી દો. તેનાથી ઘરમાં બચત વધવા લાગશે. દિવાળી અને અક્ષય તૃતીયા પર આ ઉપાય કરવો વિશેષ ફળદાયી માનવામાં આવે છે.
કરિયર અને બિઝનેસમાં મળશે સફળતા
ઘણી મહેનત કરવા છતાં નોકરી કે વેપારમાં પ્રગતિ ન થતી હોય તો ગોમતીચક્ર મદદ કરી શકે છે. 3 અથવા 5 ગોમતી ચક્રને પીળા કપડામાં બાંધો. તેને તમારી દુકાન કે ઓફિસના મુખ્ય દ્વાર પર લટકાવી દો. આ ઉપાયથી સકારાત્મક ઉર્જા વધશે અને વેપારમાં નવી તકો મળશે. કોઈપણ મહત્વના કામ કે ઈન્ટરવ્યુમાં જતા સમયે એક ગોમતીચક્ર ખિસ્સામાં રાખવું પણ શુભ ગણાય છે.
ખરાબ નજર અને નકારાત્મક ઉર્જાથી બચાવ
જ્યોતિષશાસ્ત્રમાં ગોમતીચક્ર ને નજર દોષ દૂર કરનારું માનવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિને ખરાબ નજર લાગી હોય, તો 5 ગોમતી ચક્ર લો. તેને પીડિત વ્યક્તિ પરથી સાત વાર ઉતારી લો (વારિ લો). ત્યારબાદ તેને કોઈ સુમસામ જગ્યાએ ફેંકી દો. આનાથી ખરાબ નજરની અસર તરત જ ખતમ થઈ જાય છે.
ઘરમાં રહેશે સુખ-શાંતિ
જો પરિવારમાં વારંવાર તણાવ કે ઝઘડા થતા હોય, તો પૂજા ઘરમાં ગોમતીચક્ર રાખો. તેને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ પાસે સ્થાપિત કરો. આ ઉપાય કરવાથી ઘરનો કલેશ દૂર થાય છે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે.
< /p>
