Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે પર મેમો આવવાના શરૂ: જાણો દરેક લેનમાં નક્કી કરાયેલી સ્પીડ લિમિટ અને દંડના નિયમો

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે પર મેમો આવવાના શરૂ: જાણો દરેક લેનમાં નક્કી કરાયેલી સ્પીડ લિમિટ અને દંડના નિયમો

અમદાવાદ: વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે પર બેફામ ડ્રાઈવિંગ કરતા વાહન ચાલકો પર લગામ કસવા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અને આરટીઓ (RTO) એક્શન મોડમાં આવી ગયા છે. આ હાઈવે પર સ્પીડ ડિટેક્શન સિસ્ટમ સત્તાવાર રીતે લાઈવ કરી દેવાઈ છે.

આ ઓટોમેટિક સિસ્ટમ શરૂ થતાંની સાથે જ પહેલા જ દિવસે 178 વાહનચાલકો સ્પીડ લિમિટનું ઉલ્લંઘન કરતા કેમેરામાં કેદ થયા હતા. આ તમામ લોકોને ઘરે બેઠા ઈ-ચલણ (મેમો) મોકલી આપવામાં આવ્યા છે. એક્સપ્રેસ-વે શરૂ થયો ત્યારથી અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હતો, જેને રોકવા પ્રશાસને આ પગલું ભર્યું છે.

દર 10 કિલોમીટરે ત્રીજી આંખની નજર

વાહનોની ગતિ પર 24 કલાક નજર રાખવા માટે વડોદરાથી નવસારી સુધીના 188 કિલોમીટરના સ્ટ્રેચ પર દર 10 કિલોમીટરે અત્યાધુનિક સ્પીડ ડિટેક્શન કેમેરા લગાવ્યા છે. સમગ્ર રૂટ પર આવા કુલ 150 કેમેરા ગોઠવવામાં આવ્યા છે, જે ઓવર સ્પીડ વાહનોને તુરંત ટ્રેક કરી લે છે.

કઈ લેન માટે કેટલી છે સ્પીડ લિમિટ?

મુસાફરોની સુરક્ષા માટે એક્સપ્રેસ-વેની બંને દિશામાં ચારેય લેન માટે અલગ-અલગ સ્પીડ લિમિટ નક્કી કરાઈ છે:

  • પહેલી લેન: મહત્તમ 60 કિ.મી./કલાક

  • બીજી લેન: મહત્તમ 80 કિ.મી./કલાક

  • ત્રીજી લેન: મહત્તમ 100 કિ.મી./કલાક

  • ચોથી લેન: આ લેન માત્ર ઓવરટેકિંગ માટે અનામત રાખવામાં આવી છે.

વાહન પ્રમાણે મહત્તમ સ્પીડ અને દંડની વિગત

નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ વહીવટી તંત્ર દ્વારા આકરા દંડની જોગવાઈ કરવામાં આવી છે:

વાહનનો પ્રકાર મહત્તમ સ્પીડ લિમિટ પહેલા નિયમ ભંગનો દંડ
કાર 120 કિ.મી./કલાક ₹2,000
ટ્રક 100 કિ.મી./કલાક ₹4,000
મલ્ટી-એક્સલ વાહન 90 કિ.મી./કલાક ₹4,000

જો કોઈ વાહન નક્કી કરેલી સ્પીડ લિમિટ કરતાં 10 કિ.મી./કલાક કરતાં વધુ ઝડપે દોડતું પકડાશે, તો તેને બેઝિક દંડ ઉપરાંત વધારાના ₹3,000 ચૂકવવા પડશે. હવે જો તમે આ એક્સપ્રેસ-વે પરથી પસાર થવાના હોવ, તો સ્પીડ પર કાબૂ રાખજો, નહીં તો ખિસ્સાને મોટો ઝટકો લાગી શકે છે.

સંબંધિત પોસ્ટ્સ

NEET UG 2026: NTA અધ્યક્ષે સંસદીય કમિટી સામે પેપર લીક હોવાનો કર્યો ઇનકાર, જાણો શું આપી દલીલ

praxpatel

મધ્ય પ્રદેશ રાજ્યસભા ચૂંટણી: ભાજપના ત્રણેય ઉમેદવારો બિનહરીફ જીત્યા, કોંગ્રેસનું ફોર્મ રદ થતાં મળી મોટી જીત!

praxpatel

ભાજપના ખોટા કેસો અને EDના દુરુપયોગ પર ન્યાયાલયની મોહર : મનોજ સોરઠીયા

ANIL PATEL