કેરલમના પલક્કડમાં આયોજિત જનસભામાં PM નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા છે. ઈરાન-ઇઝરાયલ યુદ્ધ અને ખાડી દેશોના મુદ્દે કોંગ્રેસની નિવેદનબાજીને પીએમએ ‘ખતરનાક’ ગણાવી છે.
ખાડી દેશોમાં વસતા ભારતીયોની સુરક્ષાનો મુદ્દો ; pm
પીએમ મોદીએ જણાવ્યું કે પશ્ચિમ એશિયામાં સર્જાયેલા તણાવ વચ્ચે ભારત સરકાર સતત સક્રિય છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું:
-
કોંગ્રેસ પોતાની રાજનીતિ માટે સામાન્ય લોકોના જીવ જોખમમાં મૂકે છે.
-
ખાડી દેશોમાં અંદાજે 1 કરોડ ભારતીયો વસે છે.
-
વિપક્ષની ખોટી ટિપ્પણીઓ આ ભારતીયોની સુરક્ષા માટે જોખમ ઊભું કરી શકે છે.
-
ભારત સરકાર સતત વિશ્વના નેતાઓના સંપર્કમાં છે.
કેરલમના ખેડૂતો માટે ‘મોદીની ગેરંટી’
રાજ્યમાં ખેડૂતોની હાલાકી મુદ્દે પીએમએ રાજ્ય સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે ડાંગરની ખરીદીમાં વિલંબ અને પેમેન્ટ ન મળવાને કારણે ખેડૂતો પરેશાન છે.
“ખેડૂતોની સમસ્યાનું સમાધાન માત્ર ભાજપ પાસે છે. NDA સરકાર આવશે તો ખેડૂતોને દેવામાંથી મુક્તિ મળશે, આ મોદીની ગેરંટી છે.”
Speaking at a rally in Palakkad. The people of Keralam are no longer convinced by the empty promises of the LDF and the UDF. Only the BJP-NDA can fulfil people’s aspirations and ensure development. https://t.co/xCUOkk7jmP
— Narendra Modi (@narendramodi) March 29, 2026
LDF અને UDF પર ભ્રષ્ટાચારના આરોપ
વડાપ્રધાને કેરલમના બંને મુખ્ય રાજકીય ગઠબંધન LDF અને UDF પર નિશાન સાધતા કહ્યું કે, આ બંને પક્ષો ભ્રષ્ટાચારી છે અને ભાજપથી ડરેલા છે. તેમણે આરોપ લગાવ્યો કે, દાયકાઓથી આ બંને પક્ષોએ મોટા કૌભાંડો કર્યા છે, પરંતુ એકબીજા સામે ક્યારેય કાર્યવાહી કરતા નથી. તેમણે જનતાને વિશ્વાસ અપાવ્યો કે જો ભાજપ સત્તામાં આવશે તો આ તમામ કૌભાંડોની તપાસ કરવામાં આવશે.
