Gujarat Plus
Breaking News
તાજા સમાચારસ્પોર્ટ્સ

IPL 2026: KKRને લાગ્યો જોરદાર ઝટકો, હર્ષિત રાણા બાદ હવે આ સ્ટાર ફાસ્ટ બોલર પણ બહાર

KKR ને મોટો ઝટકો: આકાશ દીપ IPL 2026 માંથી બહાર, ફાસ્ટ બોલિંગ લાઇનઅપ મુશ્કેલીમાં

આઈપીએલ 2026ની શરૂઆત પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ની મુશ્કેલીઓ સતત વધી રહી છે. સ્ટાર બોલર હર્ષિત રાણા ઈજાના કારણે પહેલા જ બહાર થઈ ગયો છે, ત્યારે હવે વધુ એક ભારતીય ફાસ્ટ બોલર આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે.આકાશ દીપ IPL 2026 માંથી બહાર થયો છે.

આકાશ દીપ IPL 2026 માંથી બહાર

KKR એ હરાજીમાં આકાશ દીપને 1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ક્રિકબઝના અહેવાલ મુજબ, આકાશ ઈજાના કારણે આગામી સીઝનમાં રમી શકશે નહીં. KKR ના અધિકારીએ પુષ્ટિ કરી છે કે તે આખા વર્ષ માટે ટીમની બહાર રહેશે.

KKR માટે મોટું નુકસાન

  • હર્ષિત રાણાની ગેરહાજરીમાં આકાશ પર બોલિંગની જવાબદારી હતી.

  • શ્રીલંકાનો ફાસ્ટ બોલર મથીષા પથિરાના પણ હજુ સંપૂર્ણ ફિટ નથી.

  • આકાશ દીપ હાલમાં બેંગલુરુના સેન્ટર ઓફ એક્સલન્સ (COE) માં રિકવરી કરી રહ્યો છે.

આકાશ દીપની IPL કારકિર્દી

બંગાળના 29 વર્ષીય ફાસ્ટ બોલર આકાશ દીપની કારકિર્દી ઈજાઓથી ઘેરાયેલી રહી છે. તેણે અત્યાર સુધી આઈપીએલમાં 14 મેચ રમી છે અને 10 વિકેટ ઝડપી છે. ગત સીઝનમાં તે લખનૌની ટીમનો ભાગ હતો, પરંતુ ક્યારેય આખી સીઝન રમી શક્યો નથી.

કોલકાતામાં KKR નો કેમ્પ 18 માર્ચથી શરૂ થયો છે, પરંતુ આકાશ તેમાં જોડાઈ શક્યો નહોતો. હવે KKR તેના સ્થાને કયા ખેલાડીને ટીમમાં સામેલ કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

સંબંધિત પોસ્ટ્સ

ગુજરાત પરના નિવેદન બદલ મલ્લિકાર્જુન ખરગેએ માફી માંગી: કહ્યું- ‘કોઈની લાગણી દુભાવવાનો મારો હેતુ નહોતો’

praxpatel

અમદાવાદમાં ‘લવ જેહાદ’ના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનોનો હોબાળો, જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસમાં સર્જાયો ‘ડ્રામા

aminparmar

રોબર્ટ વાડ્રાને હાઈકોર્ટ તરફથી ઝટકો: શિકોહપુર લેન્ડ ડીલ કેસમાં રાહત મળી નહીં, 16 મેના રોજ હાજર થવું પડશે

praxpatel