અમદાવાદ અમરાઈવાડીમાં નળમાંથી નિકળ્યું રંગીન પાણી, AAP વિદ્યાર્થી નેતા યાત્રિક પટેલે તંત્ર પર કર્યા પ્રહાર
આ ભાજપની સ્પેસ ટેક્નોલોજીથી પીવાના પાણીની જગ્યાએ ગંદું રંગીન પાણી આવ્યું : યાત્રિક પટેલ AAP
ભાજપની 30 વર્ષની નિષ્ફળતાનું જીવતું ઉદાહરણ : યાત્રિક પટેલ AAP
અમરાઈવાડીમાં પાણી સંકટ મુદ્દે AAPનું એક અઠવાડિયાનું અલ્ટિમેટમ, સોમવારે AMC ઓફિસે ઘેરાવો કરીશું : યાત્રિક પટેલ AAP
આ પાણી ભાજપના કોર્પોરેટરો પીને બતાવે : યાત્રિક પટેલ AAP
દારૂ ઘરે મળે છે, પણ પીવાનું પાણી મળતું નથી : યાત્રિક પટેલ AAP
અમદાવાદ / ગુજરાત
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના રામકૃષ્ણનગર, મંગળનગર તથા આજુબાજુની અનેક ચાલીઓમાં છેલ્લા ઘણા સમયથી નળ દ્વારા પીવાનું ચોખ્ખું પાણી મળવાની જગ્યાએ કોલ્ડડ્રિંક જેવું રંગીન અને દુર્ગંધયુક્ત ગંદું પાણી આપવામાં આવી રહ્યું છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના ASAP મધ્ય ઝોન પ્રમુખ યાત્રિક પટેલે કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં સત્તામાં હોવા છતાં આજે પણ નાગરિકોને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. તેમણે વ્યંગ કરતા કહ્યું કે આ ભાજપની સ્પેસ ટેક્નોલોજીથી પીવાના પાણીની જગ્યાએ ગંદું રંગીન પાણી આવ્યું છે. આ ગંદું પાણી સામાન્ય જનતા માટે છે, ભાજપના નેતાઓ, કોર્પોરેટરો કે AMCના ઉચ્ચ અધિકારીઓ માટે નહીં. જ્યારે વડાપ્રધાન અથવા મોટા નેતાઓ અમદાવાદ આવે ત્યારે AMC કરોડો રૂપિયાનું બજેટ વાપરી શહેર ચમકાવે છે, પરંતુ સ્થાનિક વિસ્તારોની પાયાની સમસ્યાઓ સામે AMCના અધિકારીઓની આંખો બંધ થઈ જાય છે.
તેમણે વધુમાં કહ્યું કે દારૂ ઘરે બેઠા મળી જાય છે, પરંતુ પીવાનું શુદ્ધ પાણી નાગરિકોને મળતું નથી. આમ આદમી પાર્ટી દ્વારા AMC અને ભાજપ સરકારને એક અઠવાડિયાનું અલ્ટિમેટમ આપવામાં આવે છે. જો તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો સ્થાનિક નાગરિકોને સાથે રાખીને અમરાઈવાડી વોર્ડ ઓફિસ ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે. જે ગંદું પાણી આજે જનતાને આપવામાં આવે છે, એ જ પાણી AMCના અધિકારીઓ અને ભાજપના કોર્પોરેટરોને પીવડાવીને પૂછશું – તમે આ પાણી પીવા તૈયાર છો કે નહીં? તેમણે કોંગ્રેસ પર પણ પ્રહાર કરતા કહ્યું કે આ વિસ્તારમાં કોંગ્રેસનાં કાઉન્સિલર હોવા છતાં સંપૂર્ણ મૌન છે, જે ભાજપ-કોંગ્રેસના છુપાયેલા ગઠબંધનને સ્પષ્ટ કરે છે. આવનારી ચૂંટણીમાં જનતા આ બંને પક્ષોને યોગ્ય જવાબ આપશે.
