Gujarat Plus
Breaking News
તાજા સમાચાર

યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રીએ કહ્યું- મુંબઈ પરત આવવું છે

આકાશમાં મિસાઈલો અને ધ્રૂજતા દરવાજા: લારાની આપવીતી
લારાએ વીડિયોમાં જણાવ્યું કે, ’28 તારીખે જ્યારે હું શૂટિંગમાં વ્યસ્ત હતી, ત્યારે અચાનક જોરદાર ધડાકા સંભળાયા. ટીમ સાથે સ્ટુડિયોની બહાર નીકળતા મેં જોયું કે આકાશમાં મિસાઈલોને રોકવામાં આવી રહી હતી અને અનેક ફાઈટર જેટ ઉડી રહ્યા હતા. અમે એક સુરક્ષિત વિલામાં રહીએ છીએ, છતાં વિસ્ફોટોને કારણે બારી-બારણાં ધ્રૂજવા લાગે છે. આ સ્થિતિ ખૂબ જ ડરામણી છે, ખાસ કરીને બાળકો માટે.’

Lara Dutta Dubai Experience : ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભયાનક જંગની લપેટમાં હવે દુબઈ પણ આવી ગયું છે. બોલિવૂડ એક્ટ્રેસ લારા દત્તા હાલ તેની પુત્રી સાયરા સાથે દુબઈમાં છે અને ત્યાંના ભયાનક અનુભવ શેર કરતા તેની આંખમાં આંસુ આવી ગયા હતા. લારાએ જણાવ્યું કે, ‘ઈરાન દ્વારા અબુ ધાબી અને દુબઈના કેટલાક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા બાદ ત્યાંનું વાતાવરણ અત્યંત તણાવપૂર્ણ બની ગયું છે. હું જ્યારે એક સ્ટુડિયોમાં શૂટિંગ કરી રહી હતી, ત્યારે જ મને આકાશમાં મિસાઈલો અને પ્રચંડ વિસ્ફોટોના અવાજ સાંભળ્યા હતા.’

વહેલી તકે ભારત પરત ફરવાની ઈચ્છા:
હાલમાં દુબઈનું એરપોર્ટ અને હવાઈ ક્ષેત્ર સુરક્ષાના કારણોસર આંશિક રીતે પ્રભાવિત થયું છે, જેના કારણે ઘણી ફ્લાઈટ્સ રદ થઈ છે. લારા તેની પુત્રી સાથે મુંબઈ પરત ફરવા માટે ફ્લાઈટ્સ શોધી રહી છે. તેણે અંતમાં આંખમાં આંસુ સાથે કહ્યું કે, ‘કોઈપણ સામાન્ય નાગરિક ડરના માહોલમાં જીવવા માટે હકદાર નથી. હું આશા રાખું છું કે ટૂંક સમયમાં બધું સામાન્ય થઈ જશે.’

યુએઈ સરકારની કામગીરીની પ્રશંસા:,
આટલા તણાવ વચ્ચે પણ લારાએ યુએઈ સરકારના વખાણ કર્યા છે. તેણે કહ્યું કે, ‘સરકાર દરેક નાગરિકની સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખી રહી છે. આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં સામાન્ય લોકો પોતાનું રોજિંદું કામ કરી રહ્યા છે.’ લારાએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના ભૂતકાળના તણાવને યાદ કરતા કહ્યું કે, જેમ ભારતમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત હોય છે, તેવું જ અહીં અનુભવાય છે.

સંબંધિત પોસ્ટ્સ

PM મોદીનો નવો રેકોર્ડ: 8931 દિવસથી એક પણ રજા વગર દેશસેવા, અમિત શાહે આપી પ્રતિક્રિયા

praxpatel

‘કેમેરાનો નહીં પણ દિલનો એંગલ બદલો’: PM મોદીની ઈન્સ્ટાગ્રામ રીલ્સ પર પ્રિયંકા ગાંધીનો કટાક્ષ

praxpatel

અમદાવાદ: રથયાત્રામાં અભેદ્ય સુરક્ષા કવચ, ત્રણેય રથનું 35 ડ્રોન અને GPSથી લાઇવ મોનિટરિંગ

praxpatel