Gujarat Plus
Breaking News
CONGRESSgujaratplusગુજરાતતાજા સમાચાર

ધારાસભ્ય મેવાણીએ અમદાવાદમાં પોલીસ સ્ટેશન ગજવ્યું, દારૂના અડ્ડાઓનું લિસ્ટ આપી કાર્યવાહીની માંગ

Ahmedabad News : અમદાવાદમાં પાલડી-આંબાવાડી વિસ્તારમાં ત્રિકમલાલની ચાલી પર બિલ્ડરોનો ડોળો મંડાયો છે. જેના કારણે ભાડૂતી ગુંડાઓ મકાનો ખાલી કરવા શ્રમિકોને ધમકી આપી રહ્યાં છે. જે મુદ્દે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પાલડી પોલીસ સ્ટેશન માથે લીધું હતું. શ્રમિક મહિલાઓની પોલીસે ફરિયાદ કેમ ન નોંધી તે મુદ્દે સવાલ ઉઠાવ્યા હતાં. તેમણે ફરિયાદ નહીં નોંધવામાં આવે તો પોલીસ કમિશનરના ઘર બહાર ધરણાં કરવા ચીમકી ઉચ્ચારી હતી.

બિલ્ડરનાં ઇશારે પોલીસ નાચતી હોવાનો દાવો:-

આ મામલે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી શ્રમિક મહિલાઓ સાથે પાલડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. જ્યાં તેમણે એવો સવાલ ઉઠાવ્યો કે, જે વૃદ્ધ ચાલી શકતા નથી તેમની સામે ફરિયાદ કેમ નોંધાઇ. તેમણે એ મુદ્દો પણ ઉઠાવ્યો કે, પાલડી-એલિસબ્રિજમાં કોચરબ ગામથી માંડીને માદલપુરમ સહિત અન્ય વિસ્તારમાં 20થી વધુ દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યાં છે. તો બુટલેગરો સામે કોઈ પગલાં લેવાતાં નથી. પોલીસની રહેમનજર હેઠળ ચાલતા અડ્ડા કેમ બંધ કરાવતાં નથી. બિલ્ડરોના ભાડૂતી ગુંડાઓ વિરુદ્ધ કેમ પોલીસ ફરિયાદ નોંધતા નથી. બુટલેગરોના નામ સાથે દારૂના અડ્ડાનું લિસ્ટ આપ્યું હતું. મેવાણીએ એવી ચીમકી ઉચ્ચારી કે, જો દેશી દારૂના અડ્ડા બંધ નહીં થાય તો પાલડી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવશે.

પાલડીએલિસબ્રિજમાં દારૂના અડ્ડાનું લિસ્ટ આપી બુટલેગરો સામે પગલાં ભરવા અલ્ટિમેટમ અપાયું:-

ધારાસભ્ય અમિત શાહના મત વિસ્તાર એલિસબ્રિજ-પાલડીમાં જીજ્ઞેશ મેવાણી શ્રમિકોના વ્હારે આવ્યા હતાં. શ્રમિકોની રજૂઆત છે કે, ત્રિકમલાલની ચાલીના મકાનો ખાલી કરાવવા માટે બિલ્ડરોના ભાડૂતી ગુંડાઓ મેદાને પડ્યાં છે. શ્રમિકો મકાનો ખાલી કરવા રાજી નથી ત્યારે ગુંડાઓએ મહિલાઓને અશ્લીલ ગાળો ભાંડી હતી. છેલ્લા 20 દિવસથી શ્રમિકોને ધમકી આપી માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. શ્રમિકોએ પાલડી પોલીસ સ્ટેશને ફરિયાદ આપી તો મહિલા પીઆઇએ ફરિયાદ નોંધવાનો ઇનકાર કરી દીધો હતો.

 

સંબંધિત પોસ્ટ્સ

PUC વગર પેટ્રોલ-ડીઝલ નહીં મળે: ફક્ત BS-6 એન્જિનવાળા વાહનોને જ એન્ટ્રી, વધતા પ્રદુષણને લઈ દિલ્હીમાં GRAP-4 લાગુ

Gujarat Plus

ગુજરાતમાં કુદરતનો પ્રકોપ: કચ્છમાં મિની વાવાઝોડું અને અમદાવાદમાં ધૂળની ડમરીઓ, જાણો ક્યાં કેટલો વરસાદ?

praxpatel

સંજય બાંગરની દીકરી અનાયાને અચાનક શું થયું? ચાલવા-ફરવામાં પડી રહી છે મુશ્કેલી, સામે આવ્યું મોટું હેલ્થ અપડેટ

praxpatel