Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

કોણ છે ‘કોકરોચ જનતા પાર્ટી’ બનાવનાર અભિજીત દીપકે? જાણો અમેરિકાની કઈ યુનિવર્સિટીમાંથી કર્યો છે અભ્યાસ

કોણ છે 'કોકરોચ જનતા પાર્ટી' બનાવનાર અભિજીત દીપકે? જાણો અમેરિકાની કઈ યુનિવર્સિટીમાંથી કર્યો છે અભ્યાસ

સોશિયલ મીડિયા પર હાલમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ (Cockroach Janata Party) નામનું પેજ જોરદાર ટ્રેન્ડ થઈ રહ્યું છે. લોન્ચ થયાના ગણતરીના દિવસોમાં લાખો ફોલોઅર્સ મેળવનાર આ પેજ પાછળ એક પ્રોફેશનલ પોલિટિકલ સ્ટ્રેટેજિસ્ટનો મગજ છે.

શું છે આ ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)?

થોડા દિવસો પહેલા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) સૂર્યકાંતના એક નિવેદનથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. તેમણે યુવાનોની સરખામણી ‘કોકરોચ’ સાથે કરી હતી. આ વિવાદ બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું અને તેમાંથી જ જન્મ થયો ‘કોકરોચ જનતા પાર્ટી’ નામના ડિજિટલ હેન્ડલનો.

આ પેજ માત્ર ૨૪ કલાકમાં ૧૦ હજાર અને જોતજોતામાં ઇન્સ્ટાગ્રામ પર ૩૫ લાખથી વધુ ફોલોઅર્સ મેળવી ચૂક્યું છે. આ પેજ પોતાને યુવાનોનો રાજકીય મોરચો ગણાવે છે. તેનો હેતુ રાજકીય કટાક્ષ (Satire) દ્વારા હળવી શૈલીમાં યુવાનોના મુદ્દા ઉઠાવવાનો છે.

સભ્ય બનવા માટેની મજેદાર શરતો:

  • વ્યક્તિ બેરોજગાર અને આળસુ હોવો જોઈએ.

  • રોજના ઓછામાં ઓછા ૧૧ કલાક ઓનલાઇન રહેવું ફરજિયાત છે.

કોણ છે આ પેજના મેકર અભિજીત દીપકે?

આ વાયરલ હેન્ડલની પાછળ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) ના વતની અભિજીત દીપકે છે. તેઓ એક પ્રોફેશનલ પોલિટિકલ કમ્યુનિકેશન સ્ટ્રેટેજિસ્ટ (Political Communication Strategist) છે.

તેમણે પુણેથી જર્નાલિઝમમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. ત્યારબાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા હતા. અભિજીતે અમેરિકાની પ્રતિષ્ઠિત બોસ્ટન યુનિવર્સિટી (Boston University) માંથી પબ્લિક Relatios (PR) માં માસ્ટર ઓફ સાયન્સ (MS) ની ડિગ્રી મેળવી છે.

AAP ની સોશિયલ મીડિયા ટીમ સાથે પણ કરી ચૂક્યા છે કામ

અભિજીત દીપકે ડિજિટલ મીડિયા અને પોલિટિકલ કેમ્પેઈનિંગમાં મોટો અનુભવ ધરાવે છે.

  • વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૨: તેઓ આમ આદમી પાર્ટી (AAP) ની સેન્ટ્રલ સોશિયલ મીડિયા ટીમ સાથે જોડાયેલા હતા.

  • દિલ્હી ચૂંટણી ૨૦૨૦: દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન આપ (AAP) ની તરફેણમાં જે મીમ્સ વાયરલ થયા હતા, તેમાં અભિજીતની ભૂમિકા મહત્વની હતી.

  • સરકારી અનુભવ: તેઓ દિલ્હીના શિક્ષણ વિભાગમાં કમ્યુનિકેશન્સ એડવાઈઝર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.

 સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની ટિપ્પણી પર ભારે વિવાદ થયા બાદ કોર્ટ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી. આ ટિપ્પણી સામાન્ય બેરોજગાર યુવાનો માટે નહીં, પરંતુ ફેક (નકલી) ડિગ્રી કૌભાંડ કરનારાઓ માટે હતી.

સંબંધિત પોસ્ટ્સ

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને ઉજવી લગ્નની 19મી વર્ષગાંઠ, પુત્રી આરાધ્યા સાથે શેર કરી ક્યૂટ ફેમિલી ફોટો

praxpatel

ભારતનો માસ્ટરપ્લાન: હવે તેલ માટે મિડલ ઈસ્ટ પર નિર્ભરતા ઘટશે, જાણો ક્યાંથી આવશે નવો ભંડાર

praxpatel

ઓમાનના દરિયામાં ભારતનું વહાણ ‘MSV Virat 1’ ડૂબ્યું: 14 ભારતીય ક્રૂ મેમ્બર્સને બચાવવા મોટું રેસ્ક્યુ ઓપરેશન, US નેવી પણ મદદે આવી

praxpatel