Gujarat Plus
Breaking News
એન્ટરટેનમેન્ટ

‘મન્નત’ના રેનોવેશનનો રસ્તો સાફ થયો, શાહરૂખ ખાનના ઘરમાં જોડાશે વધારાની મંઝિલ, સુપરસ્ટારને સુપ્રીમ કોર્ટથી મળી મોટી રાહત

'મન્નત'ના રેનોવેશનનો રસ્તો સાફ થયો, શાહરૂખ ખાનના ઘરમાં જોડાશે વધારાની મંઝિલ, સુપરસ્ટારને સુપ્રીમ કોર્ટથી મળી મોટી રાહત

લિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને ગૌરી ખાનને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કોર્ટે સુપરસ્ટારને તેમના મુંબઈ સ્થિત બંગલા ‘મન્નત’ માં વધારાની મંઝિલ જોડવાની મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે ‘મન્નત’માં બે નવી મંઝિલ ઉમેરવા માટે આપવામાં આવેલી સીઆરઝેડ (CRZ – કોસ્ટલ રેગ્યુલેશન ઝોન) મંજૂરીને પડકારતી અરજીને ફગાવી દીધી છે.

ચીફ જસ્ટિસ સૂર્ય કાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) ના નિર્ણયમાં દખલ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. કોર્ટે કહ્યું કે રેનોવેશનની મંજૂરી આપતી વખતે કાયદાના તમામ નિયમોનું પૂરેપૂરું પાલન કરવામાં આવ્યું છે.

‘મન્નત’ના રેનોવેશન સામેની અરજી કેમ થઈ રદ?

શાહરૂખ ખાનના બંગલાના રેનોવેશનના કામ સામે મુંબઈના એક રહેવાસીએ અરજી દાખલ કરી હતી. આ અરજીમાં બાંદ્રા સ્થિત એક્ટરના સી-ફેસિંગ બંગલાના રેનોવેશનની મંજૂરી પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન અરજી કરનાર વ્યક્તિના ઈરાદા પર પણ શંકા વ્યક્ત કરી હતી. કોર્ટની બેન્ચે જણાવ્યું કે પહેલી નજરે આ અરજી દાખલ કરવાનો હેતુ શંકાસ્પદ લાગી રહ્યો છે. આ મામલામાં કોઈ મજબૂત આધાર ન મળતા સુપ્રીમ કોર્ટે અરજીને ફગાવી દીધી છે. કોર્ટે રેનોવેશન પર કોઈ રોક લગાવી નથી, એટલે કે હવે મન્નતમાં કામ ચાલુ રહી શકશે.

પરિવાર સાથે ‘મન્નત’ની બહાર રહી રહ્યા છે શાહરૂખ ખાન

શાહરૂખ ખાને વર્ષ ૨૦૦૧માં આ બંગલો ખરીદ્યો હતો. બાદમાં તેનું નામ ‘મન્નત’ રાખવામાં આવ્યું હતું. મન્નતનો અર્થ દિલથી કરેલી કોઈ ‘ઈચ્છા’ કે ‘પ્રાર્થના’ થાય છે.

અત્યારે બંગલામાં રેનોવેશનનું કામ ચાલી રહ્યું હોવાથી શાહરૂખ ખાન પોતાની પત્ની ગૌરી ખાન અને બાળકો આર્યન, સુહાના અને અબરામ સાથે મુંબઈના પાલી હિલ વિસ્તારમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટમાં શિફ્ટ થયા છે. અહેવાલો અનુસાર, કિંગ ખાને ફિલ્મ પ્રોડ્યુસર વાશુ ભગનાની પાસેથી આ બિલ્ડિંગની ચાર મંઝિલ ભાડે લીધી છે, જ્યાં તેઓ હાલ પરિવાર સાથે રહી રહ્યા છે.

શાહરૂખ ખાનનો વર્ક ફ્રન્ટ

શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘કિંગ’ (King) ના શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ આ ફિલ્મના સેટ પરથી ઘણા વીડિયો અને તસવીરો વાયરલ થઈ હતી.

એક વાયરલ વીડિયોમાં શાહરૂખ ખાન અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે શૂટિંગ કરતો જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ ઉપરાંત કિંગ ખાનની પુત્રી સુહાના ખાન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સાથે જ અભય વર્મા અને અભિષેક બચ્ચન પણ આ ફિલ્મનો એક મહત્વનો ભાગ છે.

સંબંધિત પોસ્ટ્સ

2 કલાક 42 મિનિટનું પોલિટિકલ ડ્રામા: નિવિન પૌલીની ફિલ્મ ‘પ્રતિછાયા’ OTT પર થઈ રિલીઝ, જાણો ક્યાં જોવી?

praxpatel

‘કેમ તું મારો મામો લાગે છે?’ પેપરાજીના સવાલ પર અક્ષય કુમારે આપ્યો એવો જવાબ કે વિડીયો થઈ ગયો વાયરલ

praxpatel

‘જેહાદીઓએ બ્રેઈન વોશ કર્યું’; મોનાલિસાના ગંભીર આરોપો પર સનોજ મિશ્રાનો પલટવાર

praxpatel