Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં આંતરિક ગેંગવોર: બે આતંકી જૂથો વચ્ચે ભીષણ ગોળીબારમાં મોસ્ટ વોન્ટેડ મુમતાઝ ઇમ્તી સહિત 14 આતંકવાદીઓ ઠાર

પાકિસ્તાનમાં આંતરિક ગેંગવોર: બે આતંકી જૂથો વચ્ચે ભીષણ ગોળીબારમાં મોસ્ટ વોન્ટેડ મુમતાઝ ઇમ્તી સહિત 14 આતંકવાદીઓ ઠાર

પાકિસ્તાનના અશાંત વિસ્તાર ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકી સંગઠનો વચ્ચે મોટો લોહિયાળ જંગ ખેલાયો છે. બે હરીફ જૂથો વચ્ચે થયેલી અથડામણમાં કમાન્ડર મુમતાઝ ઇમ્તી સહિત ૧૪ આતંકીઓ માર્યા ગયા છે.

ખૈબર પખ્તુનખ્વાના કુરામમાં ભીષણ અથડામણ

પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તુનખ્વા (Khyber Pakhtunkhwa) માંથી એક મોટી ઘટના સામે આવી છે. અફઘાનિસ્તાનની સરહદને અડીને આવેલા સેન્ટ્રલ કુરામ જિલ્લાના મનાતો કામરાન વિસ્તારમાં આ લોહિયાળ ગેંગવોર થઈ હતી.

અહીં સશસ્ત્ર આતંકી જૂથો સામસામે આવી ગયા હતા. બંને પક્ષો વચ્ચે થયેલા અંધાધૂંધ ગોળીબારમાં ૧૪ આતંકવાદીઓ ઘટનાસ્થળે જ માર્યા ગયા છે. જ્યારે અન્ય ઘણા આતંકીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

મોસ્ટ વોન્ટેડ આતંકી કમાન્ડર મુમતાઝ ઇમ્તી પણ ખતમ

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, આ લડાઈ સ્વયંભૂ આતંકી કમાન્ડર કાઝિમ અને મુમતાઝ ઇમ્તીના જૂથો વચ્ચે થઈ હતી. આ ભીષણ ગોળીબારમાં આતંકી કમાન્ડર મુમતાઝ ઇમ્તી પણ માર્યો ગયો છે. તે આ વિસ્તારમાં સક્રિય મોટો આતંકી ચહેરો હતો.

અથડામણ બાદ પરિસ્થિતિ એટલી તંગ હતી કે સ્થાનિક લોકોએ માર્યા ગયેલા તમામ આતંકીઓના શવોને તે જ વિસ્તારમાં દફનાવી દીધા હતા. આ વિસ્તારમાં ઘણા નાના-મોટા આતંકી સંગઠનો સક્રિય છે, જેને નિયંત્રિત કરવા માટે પાકિસ્તાની સેના અવારનવાર ઓપરેશન ચલાવે છે.

સેના પ્રમુખ આસિમ મુનીરની મુલાકાત બાદ ઘટના

રસપ્રદ વાત એ છે કે આ ઘટનાના એક દિવસ પહેલા જ પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરે ક્વેટા છાવણીની મુલાકાત લીધી હતી. તેમણે અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં તૈનાત સૈનિકો અને અધિકારીઓ સાથે સુરક્ષા માહોલ અંગે ચર્ચા કરી હતી.

આસિમ મુનીરે કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજના અધિકારીઓને સંબોધન કરતા ફરી દાવો કર્યો હતો કે પાકિસ્તાની સેના તમામ પ્રકારના આતંકવાદને નાબૂદ કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. જો કે, તેમના આ નિવેદન બાદ જ આતંકીઓ વચ્ચેના આંતરિક યુદ્ધે સેનાના દાવાઓની પોલ ખોલી દીધી છે.

પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત અફઘાનિસ્તાન સરહદની નજીક હોવાથી અત્યંત સંવેદનશીલ છે. પહાડી અને દુર્ગમ રસ્તાઓના કારણે આતંકીઓની અવરજવર અહીં સરળ રહે છે, જેને કારણે અવારનવાર અહી હિંસા થતી રહે છે.

સંબંધિત પોસ્ટ્સ

સંસદ સત્ર બાદ પક્ષ-વિપક્ષની ‘ચાય પે ચર્ચા’: PM મોદી, પ્રિયંકા ગાંધી, રાજનાથ હાજર રહ્યા, G-RAM-G બિલના વિરોધમાં TMCએ સંસદમાં આખી રાત ધરણા કર્યા

Gujarat Plus

ટ્રમ્પની ટેરિફ વસૂલી પર લાગશે બ્રેક, US સુપ્રીમ કોર્ટે ગણાવ્યો હતો ગેરકાયદે

aminparmar

સુપ્રીમ કોર્ટે કહ્યું-નિવૃત્તિ પહેલા ધડાધડ ચુકાદા સંભળાવવા દુર્ભાગ્યપૂર્ણ: એવું લાગે છે કે જજ મેચની છેલ્લી ઓવરમાં છગ્ગા મારી રહ્યા છે

Gujarat Plus