પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભા પહેલા હિંસા ફાટી નીકળી છે. ગિરીશ પાર્ક વિસ્તારમાં ભાજપ અને TMC કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા. આ અથડામણમાં પથ્થરબાજીને કારણે ભાજપના જિલ્લા પ્રમુખ સહિત અનેક લોકો ઘાયલ થયા છે.
શું છે સમગ્ર મામલો?
વડાપ્રધાનની રેલીમાં જઈ રહેલા ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક TMC સમર્થકો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો બિચક્યો અને બંને પક્ષો વચ્ચે પથ્થરમારો શરૂ થઈ ગયો.
ભાજપના જિલ્લા પ્રમુખ ઈજાગ્રસ્ત
ભાજપનો આક્ષેપ છે કે TMC કાર્યકર્તાઓએ તેમના વાહનો પર હુમલો કર્યો હતો. આ હિંસામાં ઉત્તર કોલકાતા જિલ્લા ભાજપ પ્રમુખ તમોઘ્ન ઘોષ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ભાજપે દાવો કર્યો છે કે રેલીમાં જતા લોકોને રોકવા માટે આ હુમલો કરવામાં આવ્યો હતો.
TMC એ લગાવ્યા વળતા આક્ષેપ
બીજી તરફ, બંગાળના મંત્રી ડૉ. શશી પાંજાએ ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે:
-
ભાજપના કાર્યકર્તાઓએ મંત્રીના કાર્યાલય અને ઘર પર પથ્થરમારો કર્યો.
-
ભાજપની બસોમાં અગાઉથી જ પથ્થરો ભરેલા હતા.
-
હુમલામાં અનેક TMC કાર્યકર્તાઓ પણ ઘાયલ થયા છે.
#WATCH | Kolkata, West Bengal: A clash broke out between BJP and TMC workers in the Girish Park area; stones were also pelted
More details are awaited. pic.twitter.com/XASHF4Hkxd
— ANI (@ANI) March 14, 2026
કોલકાતામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
આ હિંસક ઘટના બાદ ગિરીશ પાર્ક વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. અઘટિત ઘટનાને રોકવા માટે વધારાનો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ રાજકીય ગરમાવો ચરમસીમાએ છે.
#WATCH | Kolkata: State Minister and TMC leader Dr Shashi Panja says, "More than 50 TMC workers are injured. I was pushed inside because a massive stone was hurled towards me. BJP people are goons. These people are murderers. They saw the "Boycott BJP" banner, tore it down,… pic.twitter.com/TYkYbQ0TlX
— ANI (@ANI) March 14, 2026
