Gujarat Plus
Breaking News
સ્પોર્ટ્સ

‘તેનો લેબ ટેસ્ટ કરાવો’: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની બેટિંગ જોઈ પાકિસ્તાની દિગ્ગજો ફાળ પડી!

યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશી ની તોફાની બેટિંગ જોઈ પાકિસ્તાની એક્સપર્ટ્સ ડરી ગયા. નૌમાન નિયાઝે કહ્યું - 'તેનો લેબ ટેસ્ટ કરાવો'. વાંચો વૈભવના રેકોર્ડ બ્રેકિંગ આંકડા.
વૈભવ સૂર્યવંશી: IPL 2026 માં પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાને દંગ કરી દેનાર વૈભવ સૂર્યવંશી હવે સરહદ પાર લોકપ્રિય થઈ રહ્યો છે. પાકિસ્તાની ક્રિકેટ નિષ્ણાતો પણ આ યુવા બેટ્સમેનની પ્રશંસા કરી રહ્યા છે. તેની બેટિંગ જોઈને કેટલાક મજાકમાં એવું પણ સૂચન કરી રહ્યા છે કે તેનો લેબ ટેસ્ટ કરાવવો જોઈએ.

પાકિસ્તાની એક્સપર્ટે કરી મજાક: “અંદર AI ચિપ તો નથી ને?”

પાકિસ્તાનના જાણીતા ક્રિકેટ એક્સપર્ટ નૌમાન નિયાઝે એક શો દરમિયાન વૈભવની પ્રશંસા કરતા રમુજી અંદાજમાં કહ્યું કે, “આ છોકરો શું છે! જેમ WADA ડોપિંગ ટેસ્ટ કરે છે, તેમ તેનો કોઈ લેબમાં ટેસ્ટ થવો જોઈએ. મને લાગે છે કે તેની અંદર કોઈ AI ચિપ લાગેલી છે! તે અવિશ્વસનીય રમી રહ્યો છે.”

વૈભવ સૂર્યવંશીના આંકડા બોલે છે (IPL 2026):

  • મેચ: 8

  • રન: 357

  • સ્ટ્રાઈક રેટ: 234+

  • સદી: 1

  • સ્થાન: ઓરેન્જ કેપની રેસમાં બીજા ક્રમે.

શું ખાસ છે વૈભવની બેટિંગમાં?

ક્રિકેટ એક્સપર્ટ્સ માને છે કે માત્ર 15-16 વર્ષની ઉંમરે સૈદ્ધાંતિક રીતે શરીર સંપૂર્ણ વિકસિત નથી હોતું, પરંતુ વૈભવની કાંડાની શક્તિ (Wrist work) અને તેનો આર્ક (Arc) અદભૂત છે. જ્યારે વૈભવનો જન્મ થયો ત્યારે વિરાટ કોહલી વર્લ્ડ ચેમ્પિયન બની ચૂક્યો હતો, અને આજે આ કિશોર વિશ્વના શ્રેષ્ઠ બોલરોની ધુલાઈ કરી રહ્યો છે.

રાજસ્થાન રોયલ્સનો નવો ‘સુપરસ્ટાર’

રાજસ્થાન રોયલ્સના ઓપનર તરીકે વૈભવે દરેક મેચમાં વિરોધી ટીમના બોલરોને રીતસરના હંફાવ્યા છે. સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની તેની બેટિંગ જોઈને પાકિસ્તાની વિશ્લેષકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

સંબંધિત પોસ્ટ્સ

CSK માં આકાશ મધવાલની એન્ટ્રી: ઈજાગ્રસ્ત આયુષ મ્હાત્રેની જગ્યા લેશે આ સ્પીડસ્ટર

praxpatel

IPL 2026: દિલ્હી કેપિટલ્સના ખેલાડીને મોઢા પર બોલ વાગતા લોહીલુહાણ, એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડાયો

praxpatel

CWG 2026માં ભારતનો ‘સુપર સેંટરડે’: ૩ કલાકમાં ૩ ગોલ્ડ સહિત ૭ મેડલ જીત્યા, મેડલ ટેલીમાં મોટો ઉછાળો

praxpatel