Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

યુગાન્ડા આર્મી ચીફની વિચિત્ર માંગ: તુર્કિયે પાસે માંગ્યા 1 અબજ ડોલર અને સુંદર કન્યા સાથે લગ્નનો પ્રસ્તાવ!

યુગાન્ડા આર્મી ચીફની વિચિત્ર માંગ: તુર્કિયે પાસે માંગ્યા 1 અબજ ડોલર અને સુંદર કન્યા સાથે લગ્નનો પ્રસ્તાવ!

યુગાન્ડા ના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીના પુત્ર અને રક્ષા દળોના પ્રમુખ મુહૂઝી કૈનેરુગાબાએ તુર્કિયે સામે ગંભીર આરોપો લગાવી અજીબોગરીબ શરતો મૂકી છે. તેમણે તુર્કિયે પાસે 1 અબજ ડોલર અને દેશની સૌથી સુંદર મહિલા સાથે લગ્ન કરાવવાની માંગ કરી છે.

કેમ કરી આવી માંગણી?

કૈનેરુગાબાનો દાવો છે કે સોમાલિયામાં સુરક્ષા માટે યુગાન્ડાની સેના વર્ષોથી મહેનત કરી રહી છે, જ્યારે તુર્કિયે ત્યાંના બંદર અને એરપોર્ટના પ્રોજેક્ટ્સથી મોટો નફો કમાઈ રહ્યું છે. તેમણે આ નફામાં ભાગ માંગતા કહ્યું કે યુગાન્ડાને તેનું વળતર મળવું જોઈએ.

રાજદ્વારી સંબંધો તોડવાની ધમકી

તેમણે સોશિયલ મીડિયા પર ધમકી આપી છે કે જો તેમની માંગણીઓ 30 દિવસમાં પૂરી કરવામાં નહીં આવે, તો યુગાન્ડા તુર્કિયે સાથેના તમામ રાજદ્વારી સંબંધો તોડી નાખશે. એટલું જ નહીં, તેઓ કંપાલામાં આવેલું તુર્કિયેનું દૂતાવાસ પણ બંધ કરાવી દેશે.

વિવાદાસ્પદ નિવેદનોની હારમાળા

  • સુંદર મહિલાની માંગ: કૈનેરુગાબાએ કહ્યું કે તુર્કિયેએ તેમના દેશની સૌથી સુંદર મહિલા તેમને સોંપવી પડશે, જેની સાથે તેઓ લગ્ન કરશે.

  • ઈઝરાયેલને સમર્થન: તેમણે ઈઝરાયેલના સમર્થનમાં 1 લાખ સૈનિકો મોકલવાની તૈયારી પણ દર્શાવી છે.

  • તુર્કિયેનો પ્રવાસ ટાળવા સલાહ: તેમણે યુગાન્ડાના નાગરિકોને પોતાની સુરક્ષા માટે તુર્કિયેની યાત્રા ન કરવા સૂચના આપી છે.

તમને જણાવી દઈએ કે યુગાન્ડાની સેના છેલ્લા બે દાયકાથી સોમાલિયામાં આતંકવાદી સંગઠન અલ-શબાબ સામે લડી રહી છે. હવે આર્મી ચીફના આ નિવેદન બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો છે.

સંબંધિત પોસ્ટ્સ

છોટાઉદેપુર: આદિવાસીઓ માટે ‘લીલું સોનું’ બન્યા ટીમરૂના પાન, ઉનાળામાં મળી રહી છે મોટી રોજગારી

praxpatel

અમદાવાદમાં RBI ના ₹8.70 કરોડની ચોરીનો કેસ: ભંગારના બહાને કેશની હેરાફેરી કરતા બેંક કર્મી અને સાગરીતોના CCTV મળ્યા

praxpatel

Somnath Amrut Mahotsav 2026: સોમનાથ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ-શો, સાંસ્કૃતિક પુનર્જાગરણનો આપ્યો સંદેશ

praxpatel