Gujarat Plus
Breaking News
અન્ય

અમદાવાદના વાસણામાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા , હર્ષ સંઘવી કોને કાયદો બતાવશે PI ને કે દારૂડીયાને ?

વાસણામાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા

પોલીસ સ્ટેશનની સામે યુવકે દારૂની પોટલી પીધી, હર્ષ સંઘવી કોને કાયદો બતાવશે PI ને કે દારૂડીયાને ?

અમદાવાદના વાસણા વિસ્તારમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતી ઘટના પ્રકાશમાં આવી છે. રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર હોવાનું સાબિત કરતો વધુ એક વીડિયો સામે આવ્યો છે. રસ્તા વચ્ચે દારૂ પીતા આ યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં અમદાવાદના વાસણા વિસ્તારમાં પોલીસ સ્ટેશન બહાર જ જાહેરમાં રસ્તા વચ્ચે બેસીને એક યુવક દેશી દારૂની પોટલી પી રહ્યો હતો.

આ વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, વાસણા પોલીસ સ્ટેશનની બહાર જ એક યુવક જાહેર રસ્તા વચ્ચે બેસી ગયો હતો. આ યુવકના હાથમાં દારૂની પોટલી હતી અને વાહનોની અવરજવર વચ્ચે તે દેશી દારૂ પી રહ્યો હતો. ત્યાર બાદ દારૂના નશામાં રસ્તાની વચ્ચે ઉભો થાય છે, ત્યારે આ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન બહાર જ બની હોવાથી વાસણા પોલીસ સામે પણ સવાલો ઉભા થયા છે.

ત્યારે આ ઘટના બાદ ગુજરાતમાં દારૂબંધીના તંત્ર પર સવાલો ઉભા થયા છે.સાથે જ પોલીસની કામગીર પર મોટો પ્રશ્ન ઉભો થાય છે, ત્યારે હવે જોવુ રહ્યું કે, પોલીસ સ્ટેશનની સામે યુવકે દારૂની પોટલી પીધી, હર્ષ સંઘવી કોને કાયદો બતાવશે PI ને કે દારૂડીયાને ?

ઉલ્લેખનીય છે કે, વાસણા પોલીસ સ્ટેશનમાં બુટલેગર હસમુખ લંગડાથી કંટાળીને સ્થાનિકોએ અગાઉ રજૂઆત પણ કરી હતી છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

સંબંધિત પોસ્ટ્સ

સરકાર સાથે સમાધાન કરીને કિસાન સંઘ ફસાયું ! વિદ્રોહ ફાટી નિકળ્યું !

ANIL PATEL

સાયન્સ-ફિક્શન ફિલ્મોના શોખીન છો? તો OTT પર અચૂક જુઓ સાઉથની આ 7 બેસ્ટ ફિલ્મો

praxpatel

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને અમદાવાદ ગુરૂદ્વારામાં માથુ ટેકાવી ગુજરાતની સુખ, શાંતિ, સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી

ANIL PATEL