સુપરસ્ટાર થલાપતી વિજય મુખ્યમંત્રી બન્યા પછી પણ પોતાનો ફિલ્મી અંદાજ ભૂલ્યા નથી. તમિલનાડુ વિધાનસભામાં તેમનો એક અતરંગી અને આક્રમક મૂડ જોવા મળ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગયો છે. વિજયના ફેન્સ આ વીડિયોને તેમના જન્મદિવસની સ્પેશિયલ ટ્રીટ ગણાવી રહ્યા છે.
વિધાનસભાના સત્ર દરમિયાન વિપક્ષી નેતાઓએ વૉકઆઉટ કર્યો હતો. ડીએમકે (DMK) ના ધારાસભ્યો વિજયની સ્પીચ વચ્ચે જ ઊભા થઈને બહાર જવા લાગ્યા હતા. પરંતુ વિજયે તેમને સંપૂર્ણપણે નજરઅંદાજ કર્યા હતા. તેમણે સ્પીકર જે.સી.ડી. પ્રભાકર પાસે એક ખાસ પરવાનગી માંગી હતી. વિજયે કહ્યું કે, તેઓ એમ.કે. સ્ટાલિનની જેમ જ પોતાની સ્પીચ એક ફિલ્મી અંદાજમાં પૂરી કરવા માંગે છે.
વિજયનો વિસ્ફોટક એક્શન વીડિયો વાયરલ
વિજયે જે અંદાજમાં પોતાની સ્પીચ પૂરી કરી, તેનો એ ભાગ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. તેમણે ગૃહમાં ‘પુષ્પા’ ફિલ્મની સ્ટાઈલમાં એક્શન કરી બતાવી. વિજયે હસતા હસતા આ ક્ષણને ખૂબ જ ડ્રામેટિક બનાવી દીધી હતી.
આ જોઈને તેમની પાર્ટીના સભ્યો હસી પડ્યા હતા અને વિજયને ચિયર કરવા લાગ્યા હતા. ફેન્સનું કહેવું છે કે, આ એક્શન વિજય તરફથી ડીએમકે (DMK) ને એકકકરો જવાબ હતો.
સોશિયલ મીડિયા પર ફેન્સની પ્રતિક્રિયા
-
એક યુઝરે X પર લખ્યું: “DMK ને લાગે છે કે CM બન્યા પછી વિજયનો ક્રેઝ ઓછો થઈ ગયો છે. અસલમાં સીએમ વિજયનો ક્રેઝ હવે પહેલા કરતાં પણ વધી ગયો છે.”
-
બીજા એક ફેને લખ્યું: “વિજય તમિલનાડુના સૌથી મોટા સેલિબ્રિટી છે. લોકો તેમને પૂજે છે. તમિલનાડુમાં કોઈ તેમની આ ફિલ્મી સ્ટાઈલનો વિરોધ નહીં કરે.”
-
અન્ય એક ફેને KGF નો ડાયલોગ શેર કર્યો: “જો તમે ખરાબ છો, તો હું તમારો બાપ છું.”
છેલ્લી ફિલ્મ ‘જન નાયકન’ પર વિવાદ યથાવત
જો વિજયના ફિલ્મી કરિયરની વાત કરીએ તો, તેઓ છેલ્લી વાર ફિલ્મ ‘જન નાયકન’ માં જોવા મળશે. આ ફિલ્મ હજુ રિલીઝ થઈ નથી. આ પહેલા તેઓ ‘GOAT’ અને ‘લિયો’ જેવી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળ્યા હતા.
#WATCH | Chennai: Tamil Nadu Chief Minister C Joseph Vijay seeks permission from the Speaker and performs a cinematic gesture as he concludes his speech in the State Assembly.
(Video source: Tamil Nadu State Assembly) pic.twitter.com/Y7BlOXHkYI
— ANI (@ANI) June 23, 2026
વિજયે પહેલા જ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ સક્રિય રાજકારણમાં આવી રહ્યા છે અને ‘જન નાયકન’ તેમની છેલ્લી ફિલ્મ હશે. આ ફિલ્મ ચૂંટણી પહેલા રિલીઝ થવાની હતી, પરંતુ છેલ્લા 6 મહિનાથી તેની રિલીઝ ટળી રહી છે. ફિલ્મને હજુ સુધી સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ મળ્યું નથી અને તે લીક પણ થઈ ચૂકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિજયે વર્ષ 2024 માં પોતાની રાજકીય પાર્ટી લોન્ચ કરી હતી.
