Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

અમેરિકા-ઈરાન યુદ્ધનો બીજો રાઉન્ડ: ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ બંધ થતાં દુનિયા પર મંડરાયું મોટું સંકટ, આડઅસર જાણી ચોંકી જશો!

ચીન સરકારે હિન્દુઓની આસ્થા પર મોટો પ્રહાર કરતા જૂન-જુલાઈ મહિનામાં ભારતીય નાગરિકો માટે કૈલાશ માનસરોવર યાત્રાની પરમીટ પર પાબંધી લગાવી દીધી છે. ચીનની આ અવળચંડાઈને કારણે હજારો શ્રદ્ધાળુઓ હાલ તિબેટ-ચાઈના બોર્ડર પર અટવાયાં છે. નવા નિયમ અનુસાર, હવે માત્ર વિદેશી પાસપોર્ટ ધરાવતા બિન નિવાસી ભારતીયો (NRI) ને જ કૈલાશ માનસરોવરની યાત્રા માટે મંજૂરી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે ભારતના સામાન્ય નાગરિકો માટે આ યાત્રાના દરવાજા હાલ પૂરતા બંધ કરી દેવાયા છે. થોડા દિવસો અગાઉ જ ચીન સરકારે ભારતીય શ્રદ્ધાળુઓ માટે કોમન કિચનનો નિયમ પણ લાગુ કર્યો હતો, જેનાથી ધાર્મિક માન્યતા સાથે પ્રાદેશિક સ્વાદ જાળવવો મુશ્કેલ બન્યો હોવા છતાં યાત્રાળુઓએ આ મનમાની ચલાવી લીધી હતી. આ ઉપરાંત, ચાઈના પ્રશાસન દ્વારા વિઝા આપવામાં જાણી જોઈને વિલંબ કરવામાં આવી રહ્યો છે, જેના લીધે હાલમાં 3,000 થી વધુ ભારતીયોની પરમિટ પેન્ડિંગ પડી છે. ચીન સરકારના આ તઘલઘી નિર્ણયને કારણે તિબેટ સરહદ પર યાત્રાળુઓનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે અને વિઝા તેમજ પરમિટ ન મળવાને કારણે હજારો કિલોમીટર દૂરથી આવેલા ઘણાં શ્રદ્ધાળુઓને પવિત્ર યાત્રા કર્યા વિના જ ભારે હૈયે પરત ફરવું પડી રહ્યું છે. ડ્રેગન દ્વારા શ્રદ્ધાળુઓની આસ્થા સાથે થઈ રહેલા આ ખિલવાડ અંગે ભારતીય વિદેશ મંત્રાલયે હાલ સંપૂર્ણ ચૂપકીદી સાધી લીધી છે અને સરકાર તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી, જોકે ગુજરાતના ટુર ઓપરેટરોએ આ મામલે કેન્દ્ર સરકારને લેખિત રજૂઆત કરી છે.

અમેરિકા અને ઈરાન વચ્ચેનો લશ્કરી સંઘર્ષ હવે અત્યંત ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. પાકિસ્તાનની મધ્યસ્થતાથી થયેલું સીઝફાયર (યુદ્ધવિરામ) તૂટી ગયું છે. આ સાથે જ બંને દેશો વચ્ચે યુદ્ધનો બીજો રાઉન્ડ (Round 2) શરૂ થઈ ચૂક્યો છે. નિષ્ણાતોના મતે, આ નવો તબક્કો પહેલાં કરતાં વધુ ગંભીર છે. હવે બંને દેશો એકબીજાના સૈન્ય ઠેકાણા ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા કરી રહ્યા છે.

આખી દુનિયા કેમ ચિંતામાં છે?

અમેરિકા અને ઈરાન વચ્ચેની આ લડાઈથી વૈશ્વિક ઉર્જા સપ્લાય (તેલ અને ગેસ) ખોરવાઈ જવાનો મોટો ભય ઊભો થયો છે.

  • ઈરાને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) જળમાર્ગને સંપૂર્ણ બંધ રાખવાનું વલણ અપનાવ્યું છે.

  • સામા પક્ષે અમેરિકાએ દરિયાઈ માર્ગો પર કડક નૌકાબંધી (Naval Blockade) લાગુ કરી દીધી છે.

જો આ સ્થિતિ લાંબો સમય ચાલશે, તો કાચા તેલના (Crude Oil) ભાવ આસમાને પહોંચશે. તેનાથી દુનિયાભરમાં મોંઘવારી વધશે, શેરબજારો તૂટશે અને અનેક દેશોમાં ઇંધણનું મોટું સંકટ ઊભું થઈ શકે છે.

‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પર હુમલા અને ભારતીય નાવિકોના મોત

અમેરિકાની કડક નાકેબંધી બાદ ઓમાનના દરિયાકાંઠા નજીકનો વિસ્તાર યુદ્ધ ક્ષેત્ર બની ગયો છે. તાજેતરમાં જ અહીં 3 કોમર્શિયલ જહાજો પર મિસાઈલ હુમલા થયા છે. આ ઘટનાઓમાં જહાજ પર સવાર કેટલાક ભારતીય ક્રૂ મેમ્બર્સ (નાવિકો) ના પણ મોત થયા છે.

અમેરિકાનો દાવો છે કે તેઓ માત્ર પ્રતિબંધિત વિસ્તારો તરફ જતા જહાજોના એન્જિનને નિશાન બનાવી રહ્યા છે. જોકે, નિર્દોષ નાવિકોના મોતના કારણે હવે મોટો રાજદ્વારી વિવાદ શરૂ થયો છે.

શાંતિ સમજૂતીમાં કઈ બાબતો નડી રહી છે?

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ઈરાન સાથે સમજૂતીના સંકેત આપ્યા હતા. પરંતુ તાજેતરના હુમલાઓએ આ આશા પર પાણી ફેરવી દીધું છે. બંને દેશો વચ્ચે મુખ્ય મતભેદો નીચે મુજબ છે:

  • યુરેનિયમનો ભંડાર: અમેરિકા ઈચ્છે છે કે ઈરાન પોતાનો વેપન-ગ્રેડ યુરેનિયમનો ભંડાર નષ્ટ કરે, પરંતુ ઈરાન આ માટે તૈયાર નથી.

  • પ્રતિબંધો અને ફ્રીઝ સંપત્તિ: ઈરાનની માંગ છે કે સમજૂતી પહેલાં તેના પરના અમેરિકી પ્રતિબંધો હટાવવામાં આવે અને તેની ફ્રીઝ થયેલી વિદેશી સંપત્તિ મુક્ત કરવામાં આવે. ટ્રમ્પ પ્રશાસને આ માંગ ફગાવી દીધી છે.

ઈઝરાયેલ અને હિઝબુલ્લાહનું કનેક્શન

ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જો યુદ્ધ ખતમ કરવું હોય, તો અમેરિકાએ તેના સાથી સંગઠન હિઝબુલ્લાહ અને ઈઝરાયેલ વચ્ચેની લડાઈ પણ બંધ કરાવવી પડશે. પરંતુ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અત્યારે હિઝબુલ્લાહને સંપૂર્ણપણે ખતમ કરવાના પોતાના લક્ષ્ય પર અડગ છે. આ કારણે પણ શાંતિ વાર્તા અટકેલી છે.

મધ્યસ્થતાના પ્રયાસો ક્યાં પહોંચ્યા?

આ તણાવ વચ્ચે કતારનું એક રાજદ્વારી પ્રતિનિધિમંડળ મધ્યસ્થતા માટે તેહરાન (ઈરાન) પહોંચ્યું હતું. જોકે, ગુરુવારે સવારે આ ટીમ કોઈ પણ નક્કર કરાર વિના પરત ફરી છે. બીજી તરફ, પાકિસ્તાને પણ આ વધતા તણાવ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને બંને દેશોને સીઝફાયરનું પાલન કરવા અપીલ કરી છે.

જો આ યુદ્ધ લાંબુ ચાલશે, તો તેની સીધી અસર ભારતના અર્થતંત્ર અને સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પણ જોવા મળશે.

< /p>

સંબંધિત પોસ્ટ્સ

કુવૈતથી દિલ્હી જતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ

ANIL PATEL

125 મિનિટનો ખૌફનાક ખેલ: આ ફિલ્મનો દરેક સીન ઉડાવી દેશે હોશ, અંત જોઈને ફાટી જશે આંખો

praxpatel

ભગવંત માન વિધાયકો સાથે રાષ્ટ્રપતિને મળશે: 7 સાંસદોએ AAP છોડ્યા બાદ CM એક્શન મોડમાં

praxpatel