Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીય

દાદા-દાદીની હત્યા કરી શાળાએ પહોંચ્યો, શિક્ષકો અને મિત્રો પર કર્યો ગોળીબાર: ધોરણ ૮ના વિદ્યાર્થીનો લોહિયાળ ખેલ

દાદા-દાદીની હત્યા કરી શાળાએ પહોંચ્યો, શિક્ષકો અને મિત્રો પર કર્યો ગોળીબાર: ધોરણ ૮ના વિદ્યાર્થીનો લોહિયાળ ખેલ

થાઈલેન્ડની રાજધાની બેંગકોકની એક શાળામાં શુક્રવારે એક અત્યંત સનસનાટીભર્યા અને દુઃખદ બનાવ સામે આવ્યો છે. ધોરણ ૮માં અભ્યાસ કરતા ૧૪ વર્ષીય એક વિદ્યાર્થીએ ઘરમાં પોતાના દાદા-દાદીની ગોળી મારીને હત્યા કર્યા બાદ શાળાએ પહોંચી અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં ૩ શિક્ષકો અને ૪ વિદ્યાર્થીઓ સહિત કુલ ૮ લોકોના મોત થયા છે. ત્યારબાદ હુમલાખોર વિદ્યાર્થીએ પોતે જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

શાળામાં શું બન્યું?

પોલીસના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીએ ઘરમાંથી પરિવારના જ સભ્યની બંદૂક ચોરીને સૌપ્રથમ દાદા-દાદી પર હુમલો કર્યો હતો. ત્યારબાદ તે શાળાએ પહોંચ્યો અને ક્લાસરૂમમાં છાત્રો અને શિક્ષકો પર ગોળીઓ વરસાવાનું શરૂ કરી દીધું. આ ઘટનામાં ૧૫ જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

અંધાધૂંધ ફાયરિંગથી અફરાતફરી

ગોળીબારના અવાજથી સમગ્ર સ્કૂલ કેમ્પસમાં ભયનો માહોલ સર્જાયો હતો. વિદ્યાર્થીઓ જીવ બચાવવા માટે કેમ્પસની બહાર ભાગવા લાગ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી ઈમરજન્સી સર્વિસની ટીમોને સ્કૂલના ઉપરના માળેથી શિક્ષકો અને વિદ્યાર્થીઓના લોહીલુહાણ મૃતદેહો મળી આવ્યા હતા.

થાઈલેન્ડના શિક્ષણ મંત્રી પ્રસેર્ટ જંતારારુઆંગટોંગે આ ઘટના અંગે ભારે દિલગીરી વ્યક્ત કરી છે. હાલમાં પોલીસ બંને હુમલા પાછળના મુખ્ય કારણ અને માનસિક સ્થિતિ અંગે સઘન તપાસ ચલાવી રહી છે.


સંબંધિત પોસ્ટ્સ

Russia-Ukraine War: યુક્રેને રશિયાની ઓઇલ રિફાઇનરી પર કર્યો મિસાઇલ હુમલો, મોસ્કોમાં ફ્લાઇટ્સ બંધ

praxpatel

પાકિસ્તાનમાં મોટો ફિદાયીન હુમલો: સૈનિકોથી ભરેલી ટ્રેનને બોમ્બથી ઉડાવી, 24ના મોત

praxpatel

ટ્રમ્પે બતાવ્યું પોતાનું ‘ઊડતું વ્હાઇટ હાઉસ’: ૩૭૭૩ કરોડના ‘એરફોર્સ-૧’ માં કરાયા મોટા ફેરફાર, જાણો ક્યાં જશે પહેલી સફર

praxpatel