સીરિયામાં થી એક દર્દનાક રસ્તા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. મધ્ય સીરિયામાં હાઈવે પર બે મુસાફર બસો વચ્ચે સામસામે ભયાનક ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા ૩૫ લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
પલમીરા અને અલ-સુખના વચ્ચે સર્જાયો અકસ્માત
આ અકસ્માત પલમીરા અને અલ-સુખના શહેરો વચ્ચે આવેલા દમાસ્કસ-દિર એઝ-ઝોર હાઈવે પર થયો હતો. આ હાઈવે લગભગ ૪૦૦ કિલોમીટર લાંબો છે. તે દેશના પૂર્વ ભાગને રાજધાની સાથે જોડતો એક મહત્વપૂર્ણ માર્ગ છે.
રાહત અને બચાવ કામગીરી ચાલુ
ઘટના બાદ સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે સ્થાનિક પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
