પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન 23 એપ્રિલે થવાનું છે. શાસક તૃણમૂલ કોંગ્રેસ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી જીતનો દાવો કરી રહ્યા છે. જોકે, મતદાનના એક દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી મમતા બેનર્જીને કડક શબ્દોમાં ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે તો એવું પણ જાહેર કર્યું હતું કે મુખ્યમંત્રી લોકશાહીને જોખમમાં મૂકી રહ્યા છે. પશ્ચિમ બંગાળ માં 23 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. આ મતદાનના બરાબર એક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી મમતા બેનર્જીને જોરદાર ફટકાર લગાવી છે. કોર્ટે તપાસમાં દખલગીરી કરવા બદલ મુખ્યમંત્રીની આકરી ટીકા કરી છે.
કોર્ટે શું કરી ટિપ્પણી?
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું કે, આ કોઈ રાજ્ય વિરુદ્ધ કેન્દ્રનો વિવાદ નથી. પરંતુ આ એક એવો કિસ્સો છે જ્યાં એક મુખ્યમંત્રી તપાસની વચ્ચે હસ્તક્ષેપ કરીને લોકશાહીને જોખમમાં મૂકી રહ્યા છે.
કોર્ટે વધુમાં ઉમેર્યું કે, “અમે ક્યારેય વિચાર્યું નહોતું કે દેશમાં એવો દિવસ આવશે જ્યારે કોઈ મુખ્યમંત્રી તપાસમાં આ રીતે દખલ કરશે. મુખ્યમંત્રીએ આખી સિસ્ટમને જોખમમાં મૂકી દીધી છે.”
ED એ TMC ઉમેદવારોને મોકલ્યા સમન
બીજી તરફ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પણ મમતા બેનર્જીની પાર્ટી TMC પર સકંજો કસ્યો છે. ED એ TMC ના બે દિગ્ગજ નેતાઓ સુજીત બોઝ અને રથિન ઘોષને ચોથું સમન પાઠવ્યું છે. તેમને 24 એપ્રિલે હાજર થવા આદેશ આપવામાં આવ્યો છે.
બંગાળ ચૂંટણીનું ગણિત
પશ્ચિમ બંગાળ માં 294 બેઠકો પર બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે.
-
પ્રથમ તબક્કો: 23 એપ્રિલ (152 બેઠકો)
-
બીજો તબક્કો: 29 એપ્રિલ (142 બેઠકો)
-
પરિણામ: 4 મે, 2026
ચૂંટણીના માહોલ વચ્ચે સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી મમતા બેનર્જી માટે મોટો ફટકો માનવામાં આવી રહી છે.
