Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

‘હું ન તો ગાંધી છું કે ન તો કોઈ હીરો’, લોકોના ૨ મેસેજથી અસહજ થયા સોનમ વાંગચુક

‘હું ન તો ગાંધી છું કે ન તો કોઈ હીરો’, લોકોના ૨ મેસેજથી અસહજ થયા સોનમ વાંગચુક

સોનમ વાંગચુક: પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓના વિરોધમાં દિલ્હીના જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સમર્થનમાં ચાલી રહેલી સોનમ વાંગચુકની અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ શનિવારે ૧૪મા દિવસમાં પ્રવેશી ચૂકી છે. આ દરમિયાન તેમણે સોશિયલ મીડિયા પર આંદોલનને સમર્થન આપવા બદલ લોકોનો આભાર માન્યો હતો, પરંતુ સાથે જ કેટલીક કોમેન્ટ્સ પર અસહજતા પણ વ્યક્ત કરી હતી.

બીજામાં હીરો શોધવા કરતા પોતે જવાબદારી નિભાવો શિક્ષણવિદ અને પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર બે પ્રકારની ટિપ્પણીઓ જોઈને તેમને નિરાશા થઈ છે. તેમણે કહ્યું, “ઘણા લોકો મને ૨૧મી સદીના ગાંધી અથવા આધુનિક ગાંધી કહી રહ્યા છે, તો કેટલાંક લોકો મને હીરો ગણાવે છે. આવી વાતો સાંભળીને હું અસહજ થઈ જાઉં છું. હું કોઈ ગાંધી કે હીરો નથી, પણ એક સામાન્ય નાગરિક છું જે પોતાની ફરજ બજાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.” તેમણે લોકોને અપીલ કરી કે કોઈ બીજામાં હીરો શોધવાના બદલે પોતાની જિંદગીના હીરો પોતે બનો અને દેશના સભાન નાગરિક તરીકે પોતાની જવાબદારીઓ નિભાવો.

તબિયતમાં નરમાશ: ૭.૫ કિલો વજન ઘટ્યું પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્થ અપડેટ (Health update) અનુસાર, ઉપવાસની શરૂઆતથી અત્યાર સુધીમાં સોનમ વાંગચુકનું વજન ૭.૫ કિલોગ્રામ જેટલું ઘટી ગયું છે અને તેમનું બ્લડ પ્રેશર ૧૦૬/૭૪ નોંધાયું છે. એક્સ (X) પર શેર કરેલા વીડિયોમાં તેમણે સ્વીકાર્યું હતું કે તેઓ થોડો થાક અને ઉર્જાનો અભાવ અનુભવી રહ્યા છે, પરંતુ આંદોલન પ્રત્યે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

૨૦ જુલાઈએ સંસદ માર્ચમાં જોડાવા આહવાન પરીક્ષાઓની ગેરરીતિથી કંટાળીને વિદ્યાર્થીઓ દ્વારા કરાતી આત્મહત્યાઓ અંગે ચિંતા વ્યક્ત કરતા વાંગચુકે લોકોને અપીલ કરી છે કે તેઓ ઘરમાં ચૂપચાપ બેસી રહેવાના બદલે આ લડતમાં જોડાય. તેમણે કહ્યું કે જો તમે રોજ અહીં ન આવી શકો તો પણ ઓછામાં ઓછો એક દિવસ જંતર-મંતર પર ચોક્કસ હાજરી આપો અને જે લોકો દિલ્હી નથી આવી શકતા તેઓ ત્યાંથી જ પ્રતીક ઉપવાસ રાખે. આ સાથે તેમણે ૨૦ જુલાઈના રોજ ચોમાસું સત્રના પ્રથમ દિવસે યોજાનારી સંસદ માર્ચમાં (Parliament March) લોકોને મોટી સંખ્યામાં જોડાવા હાકલ કરી છે.

અધિકારોનું ઉલ્લંઘન સહન નહીં થાય સોનમ વાંગચુકે વહીવટીતંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેઓ પોતાની મરજીથી અહીં બેઠા છે અને તેમના જીવને કોઈ જોખમ નથી. જો તેમને બળપૂર્વક વિરોધ સ્થળ પરથી હટાવવાનો પ્રયાસ કરવામાં આવશે, તો તે શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાના તેમના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન ગણાશે.

ઉલ્લેખનીય છે કે સીજેપી (CJP) છેલ્લા ૨૨ દિવસથી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની અને ભોગ બનેલા વિદ્યાર્થીઓના પરિવારો માટે વળતરની માંગ સાથે પ્રદર્શન કરી રહી છે, જેમાં સોનમ વાંગચુક ૨૮ જૂનથી ભૂખ હડતાળ પર જોડાયા છે.

સંબંધિત પોસ્ટ્સ

ગાંધીનગરમાં શિક્ષકોનો હલ્લાબોલ: TET ફરજિયાત કરવાના નિર્ણય સામે રાજ્યવ્યાપી ઉગ્ર વિરોધ

praxpatel

કોલકાતામાં સરકારી બિલ્ડિંગમાં આગ લાગતાં 4,000 EVM ભસ્મ! રાજકીય કાવતરાનો લાગ્યો આરોપ

praxpatel

‘મોજ્તબા ખામેનેઈ 90 ટકા ખતમ થઈ ચૂક્યા છે’, ઈરાન પર તાજા હુમલા વચ્ચે ટ્રમ્પનો મોટો દાવો

praxpatel