ક્રિકેટની દુનિયામાં અનેક એવા રેકોર્ડ હોય છે જે ભાગ્યે જ કોઈના ધ્યાને આવે છે. શ્રીલંકાના બે દિગ્ગજ ખેલાડીઓ સનથ જયસૂર્યા અને મુથૈયા મુરલીધરન ના નામે એક એવો રેકોર્ડ છે જે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
સાથે રમ્યા પણ મેદાનમાં જોડી ન જામી
સનથ જયસૂર્યા વિસ્ફોટક બેટ્સમેન હતા અને મુરલીધરન દુનિયાના મહાન સ્પિનર હતા. આ બંને ખેલાડીઓએ શ્રીલંકા માટે વર્ષો સુધી સાથે ક્રિકેટ રમી છે:
-
ટેસ્ટ ક્રિકેટ: બંનેએ કુલ 90 ટેસ્ટ મેચ એકસાથે રમી છે.
-
વનડે ક્રિકેટ: બંને 307 વનડે મેચ માં એકસાથે ટીમનો હિસ્સો હતા.
-
આશ્ચર્યજનક તથ્ય: આટલી બધી મેચો સાથે રમવા છતાં, આ બંને ખેલાડીઓએ ક્યારેય મેદાન પર સાથે બેટિંગ (Partnership) કરી નથી.
શા માટે આવું બન્યું?
આ રેકોર્ડ પાછળનું મુખ્ય કારણ તેમનો બેટિંગ ક્રમ હતો. સનથ જયસૂર્યા ઓપનિંગ બેટ્સમેન તરીકે મેદાનમાં આવતા હતા. જ્યારે મુરલીધરન લોઅર ઓર્ડરમાં (છેલ્લા ક્રમે) બેટિંગ કરવા આવતા હતા. અજીબ સંયોગ એવો રહ્યો કે જ્યારે મુરલીધરન બેટિંગમાં આવતા, ત્યાં સુધીમાં જયસૂર્યા આઉટ થઈ ગયા હોય અથવા ઇનિંગ પૂરી થઈ ગઈ હોય.
બંનેનો શાનદાર કરિયર રેકોર્ડ
-
સનથ જયસૂર્યા: 110 ટેસ્ટમાં 6973 રન બનાવ્યા છે, જેમાં 14 સદી અને 31 અડધી સદી સામેલ છે.
-
મુથૈયા મુરલીધરન: 133 ટેસ્ટમાં 1261 રન બનાવ્યા છે. જોકે, બોલિંગમાં તેમણે 800 વિકેટ ઝડપીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.
મુરલીધરન પોતાની અતરંગી બેટિંગ સ્ટાઇલ માટે જાણીતા હતા, પરંતુ જયસૂર્યા સાથે તેમની જોડી ક્યારેય ક્રિઝ પર જોવા મળી શકી નહીં.
