Gujarat Plus
Breaking News
એન્ટરટેનમેન્ટ

બોક્સ ઓફિસ પર રામ ચરણનો દબદબો: રિલીઝ પહેલા જ ‘પેડ્ડી’ એ કરી છપ્પરફાડ કમાણી, એડવાન્સ બુકિંગના આંકડા ચોંકાવનારા

બોક્સ ઓફિસ પર રામ ચરણનો દબદબો: રિલીઝ પહેલા જ 'પેડ્ડી' એ કરી છપ્પરફાડ કમાણી, એડવાન્સ બુકિંગના આંકડા ચોંકાવનારા

સાઉથના સુપરસ્ટાર રામ ચરણ અને બોલિવૂડ બ્યુટી જ્હાન્વી કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પેડ્ડી’ (Peddi) સિનેમાઘરોમાં ધમાકો કરવા માટે તૈયાર છે. આ ફિલ્મ ૪ જૂનના રોજ પાન ઈન્ડિયા લેવલે રિલીઝ થઈ રહી છે.

ફિલ્મની રિલીઝને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે, જે ગામડાના બેકગ્રાઉન્ડ પર આધારિત છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તેના એડવાન્સ બુકિંગના આંકડા સામે આવ્યા છે, જે દર્શાવે છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખશે.

રિલીઝ પહેલા જ ૧૪ કરોડથી વધુની કમાણી!

સેકનિલ્ક (Sacnilk) ના એડવાન્સ બુકિંગ રિપોર્ટ અનુસાર, ‘પેડ્ડી’ બોક્સ ઓફિસ પર ગ્રાન્ડ ઓપનિંગ કરવા જઈ રહી છે:

  • કુલ કમાણી: બ્લોક સીટોની સાથે ફિલ્મે રિલીઝ પહેલા જ ૧૪ કરોડ રૂપિયાથી વધુ નું કમાણીનું કલેક્શન કરી લીધું છે.

  • ગ્રોસ કલેક્શન: જો માત્ર ચોખ્ખા એડવાન્સ બુકિંગના ગ્રોસ આંકડાની વાત કરીએ તો તે આશરે ૮.૭૧ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

  • ટિકિટોનો વરસાદ: અત્યાર સુધીમાં આ ફિલ્મના ૩,૬૧,૧૮૪ થી વધુ ટિકિટો વેચાઈ ચૂક્યા છે.

  • શાનદાર શો: પહેલા દિવસ માટે આખા દેશમાં આશરે ૫,૭૩૧ શો રાખવામાં આવ્યા છે.

તેલુગુ ભાષામાં રામ ચરણના સ્ટારડમનો જાદુ

ડાયરેક્ટર બુચી બાબુના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિન્દી એમ પાંચ ભાષાઓમાં રિલીઝ થઈ રહી છે. જોકે, રામ ચરણના જબરદસ્ત સ્ટારડમના કારણે સૌથી વધુ કમાણી તેલુગુ ભાષામાં થઈ રહી છે.

તેલુગુ બેલ્ટમાં જ અત્યાર સુધીમાં ૩.૪૯ લાખથી વધુ ટિકિટો વેચાઈ ગઈ છે, જેનાથી આશરે ૮.૫ કરોડની કમાણી થઈ છે. બીજા નંબરે તમિલ અને ત્રીજા નંબરે હિન્દી ભાષામાં એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે. કન્નડ અને મલયાલમમાં હજુ ખાસ રિસ્પોન્સ જોવા મળ્યો નથી. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં આ ફિલ્મ રેકોર્ડબ્રેક ઓપનિંગ કરશે તેવી આશા છે.

જ્હાન્વી કપૂરનો જાદુ હિન્દી બેલ્ટમાં ન ચાલ્યો

ફિલ્મમાં બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર મુખ્ય હિરોઈન તરીકે છે, પરંતુ હિન્દી દર્શકોને એડવાન્સ બુકિંગ તરફ ખેંચવામાં તે અત્યારે નિષ્ફળ રહી હોય તેવું લાગે છે. હિન્દી બેલ્ટમાં હજુ એડવાન્સ બુકિંગ ઘણું ધીમું છે.

રામ ચરણ માટે ‘પેડ્ડી’ ખૂબ જ મહત્વની ફિલ્મ છે. ‘RRR’ ની વૈશ્વિક સફળતા પછી રામ ચરણે કોઈ સોલો સુપરહિટ ફિલ્મ આપી નથી. જો આ ફિલ્મ હિટ જશે, તો તેઓ બોક્સ ઓફિસ પર એકમાત્ર ‘ગેમ ચેન્જર’ તરીકે ઉભરી આવશે.

રોલ માટે રામ ચરણે કરી ભારે મહેનત

આ ફિલ્મમાં રામ ચરણ એક ખેલાડીના રોલમાં જોવા મળશે. તેમણે આ રગ્ડ લુક અને ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન માટે મહિનાઓ સુધી જીમમાં ભારે પરસેવો પાડ્યો છે. ખાસ ડાયેટ અને ભાષા શીખવા પાછળ પણ તેમણે મહેનત કરી છે.

ફિલ્મમાં રામ ચરણ અને જ્હાન્વી કપૂર ઉપરાંત શિવા રાજકુમાર, જગપતિ બાબુ અને દિવ્યેન્દુ શર્મા જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે. હવે આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ટ્રેડ એનાલિસ્ટ્સની નજર ૪ જૂનના રોજ થનારી આ ફિલ્મની ઓપનિંગ કમાણી પર ટકેલી છે.

< /p>

સંબંધિત પોસ્ટ્સ

મનોજ બાજપેયીની પહેલી પત્ની વિશે આજે પણ છે રહસ્ય: માત્ર 2 મહિનામાં થયા હતા છૂટાછેડા

praxpatel

કારગિલ યુદ્ધ પહેલાની એ એક્શન-થ્રિલર, જેના માટે મેકર્સે 7 વર્ષ રિસર્ચ કર્યું: 5 એવોર્ડ્સ અને 8.1 IMDb રેટિંગ

praxpatel

‘હિંમત હોય તો જ આવું થાય’: વિજયની પ્રશંસા કરનાર દિગ્દર્શક ભરાયા, ટ્રોલર્સે પૂછ્યું- ‘શું અનૈતિક સંબંધોને સપોર્ટ કરો છો?

Maheriya Nirali