Gujarat Plus
Breaking News
સ્પોર્ટ્સ

જસપ્રિત બુમરાહની બાદશાહત ખતરામાં, ન્યૂઝીલેન્ડના બોલરે ૩૬ વર્ષ બાદ રચી દીધો ઇતિહાસ

જસપ્રિત બુમરાહની બાદશાહત ખતરામાં, ન્યૂઝીલેન્ડના બોલરે ૩૬ વર્ષ બાદ રચી દીધો ઇતિહાસ

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની આઈસીસી (ICC) ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બોલરની ખુરશી હવે જોખમમાં આવી ગઈ છે. બુમરાહ હવે ટેસ્ટ રેન્કિંગમાં એકલા નંબર વન પર નથી રહ્યા. ન્યૂઝીલેન્ડના એક ઘાતક ફાસ્ટ બોલરે જોરદાર પ્રદર્શન કરીને ૩૬ વર્ષ જૂનો ઇતિહાસ દોહરાવ્યો છે.

આઈસીસી દ્વારા ટેસ્ટ ક્રિકેટની નવી રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. જેમાં ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર મેટ હેનરીએ લાંબી છલાંગ લગાવીને બુમરાહની બરાબરી કરી લીધી છે.

ICC ટેસ્ટ રેન્કિંગમાં બે બોલર સંયુક્ત રીતે ટોપ પર

નવી રેન્કિંગ અનુસાર, હવે ટેસ્ટ ક્રિકેટમાં બે બોલર સંયુક્ત રીતે (Jointly) પહેલા નંબર પર આવી ગયા છે. ન્યૂઝીલેન્ડના મેટ હેનરીની રેટિંગ વધીને ૮૭૦ થઈ ગઈ છે. જસપ્રિત બુમરાહની રેટિંગ પણ બરાબર ૮૭૦ જ છે. મેટ હેનરીએ માત્ર એક જ અઠવાડિયામાં ૬ સ્થાનનો મોટો કુદકો માર્યો છે.

એક જ મેચમાં ઝડપી ૧૧ વિકેટ

મેટ હેનરીએ ઇંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ સિરીઝની બીજી મેચમાં તરખાટ મચાવ્યો હતો. તેણે મેચની પહેલી ઇનિંગમાં ૮૦ રન આપીને ૫ વિકેટ લીધી હતી. ત્યાર બાદ બીજી ઇનિંગમાં વધુ ઘાતક બોલિંગ કરતા માત્ર ૨૯ રન આપીને ૬ વિકેટ ઝડપી લીધી હતી. એક જ મેચમાં કુલ ૧૧ વિકેટ લઈને તેણે રેન્કિંગમાં આ મોટું સ્થાન મેળવ્યું છે.

રિચર્ડ હેડલી બાદ ટોપ પર પહોંચનાર ત્રીજો કિવી બોલર

ન્યૂઝીલેન્ડના ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં આવું માત્ર ત્રીજી વખત બન્યું છે જ્યારે કોઈ બોલર આઈસીસી રેન્કિંગમાં ટોપ પર પહોંચ્યો હોય.

  • સૌથી પહેલા વર્ષ ૧૯૪૭માં ન્યૂઝીલેન્ડના જેફ ક્રો આ સ્થાન પર પહોંચ્યા હતા.

  • ત્યાર બાદ વર્ષ ૧૯૮૪ થી ૧૯૯૦ દરમિયાન મહાન બોલર રિચર્ડ હેડલી નંબર વન પર રહ્યા હતા.

  • હવે ૩૬ વર્ષના લાંબા ગાળા બાદ મેટ હેનરીએ આ સિદ્ધિ મેળવી છે.

બુમરાહ ટૂંક સમયમાં નંબર ૨ પર ધકેલાઈ શકે છે

હાલમાં ભલે બુમરાહ અને હેનરી બંને સંયુક્ત રીતે નંબર વન પર હોય, પરંતુ આગામી દિવસોમાં હેનરી એકલા ટોપ પર આવી શકે છે. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ ટૂંક સમયમાં શરૂ થવાની છે. જો તેમાં પણ હેનરી સારું પ્રદર્શન કરશે તો તેની રેટિંગ બુમરાહ કરતા વધી જશે.

બીજી તરફ, ભારતીય ટીમ હાલમાં કોઈ ટેસ્ટ મેચ રમવાની નથી. આ કારણે બુમરાહની રેટિંગ અત્યારે વધશે નહીં. આવી સ્થિતિમાં મેટ હેનરી લાંબા સમય સુધી નંબર વન પર પોતાનો કબજો જમાવી શકે છે.

સંબંધિત પોસ્ટ્સ

હાર્દિક પંડ્યા અને માહિકા શર્માએ ગુપચુપ કરી લીધા લગ્ન? મોડલના સેંથામાં સિંદૂર જોઈને તસવીરો વાયરલ

praxpatel

IND vs AFG: ભારતીય વન-ડે ક્રિકેટમાં પહેલીવાર બન્યું આવું, રોહિત શર્મા અને પ્રસિદ્ધ કૃષ્ણાએ રચ્યો ઈતિહાસ

praxpatel

PCB નો મોટો નિર્ણય: પાકિસ્તાની ખેલાડીઓને હવે ગ્રેડના બદલે ફોર્મેટના આધારે મળશે સેલરી

praxpatel