Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

PM મોદી માઈક્રોન સેમિકંડકટરના પ્લાન્ટ પર પહોંચ્યા:થોડીવારમાં ATMP સુવિધાનું ઉદઘાટન કરશે, માઇક્રોનમાં Made In India ચિપ ગુજરાતથી બનશે

PM નરેન્દ્ર મોદી આજે 28 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવી ગયા છે. મોદી અમદાવાદ એરપોર્ટથી સાણંદ GIDCમાં રોડ શો યોજી રહ્યા છે. રોડ શો બાદ થોડીવારમાં માઇક્રોન ટેક્નોલોજીના અદ્યતન ATMP (એસેમ્બ્લી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) સુવિધાનું ઉદ્ઘાટન કરશે. તેઓ પ્રસંગે જનમેદનીને પણ સંબોધિત કરશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મોદી ચેન્નઈ જવા રવાના થશે.

સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા ₹22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. SSD અને રેમ સહિતની ચિપનું ઉત્પાદન થશે. 5000 લોકોને રોજગારી મળશે. જ્યારે દેશની પહેલી Made In India ચિપ ગુજરાતથી બનશે. ગુજરાતમાં માઇક્રોનની ATMP સુવિધાના શરૂ થવાથી ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિ શરૂ થશે.

PM મોદી માઈક્રોનના સેમિકંડકટર પ્લાન્ટ પર પહોંચ્યા

સાણંદ સ્થિત માઈક્રોનના સેમિકંડકટર પ્લાન્ટ પર પીએમ મોદી પહોંચી ચૂક્યા છે અને સુવિધાનું નિરીક્ષણ કરી રહ્યા છે.

થોડીવારમાં PMનો રોડ શો શરૂ થશે, મોટી સંખ્યામાં લોકો રૂટ પર હાજર

માઈક્રોન સેમિકંડકટર પ્લાન્ટની ATMP ફેસેલિટીના ઉદઘાટન માટે પીએમ મોદી સાણંદ પહોંચી ચૂક્યા છે. થોડીવારમાં પીએમ મોદી રોડ શો યોજશે. વડાપ્રધાનને આવકારવા માટે રોડ શોના રૂટની બંંને બાજુ મોટી સંખ્યામાં લોકો હાજર છે.

અદ્યતન DRAM અને NAND વેફર્સ મેળવીને એને ફાઇનલ મેમરી ઉત્પાદનોમાં પરિવર્તિત કરાશે

એના માટે માઇક્રોનની વૈશ્વિક ફેક્ટરીઓમાં નિર્મિત અદ્યતન DRAM અને NAND વેફર્સ મેળવીને એને ફાઇનલ મેમરી ઉત્પાદનોમાં પરિવર્તિત કરવામાં આવશે. ઉત્પાદનો AI ક્ષેત્રમાં મેમરી અને સ્ટોરેજની વધી રહેલી માગને પૂરી પાડવામાં મદદરૂપ બનશે.

સાણંદ પ્લાન્ટમાં વિશ્વભરના માર્કેટને અનુરૂપ ઇન્ટિગ્રેટેડ સર્કિટ પેકેજ, મોડ્યૂલ અને સોલિડ સ્ટેટ ડ્રાઇવ્સનું નિર્માણ કરાશે

ચિપ ત્યાર બાદ ATMP પ્લાન્ટમાં પહોંચે છે. અહીં પહેલા એની એસેમ્બ્લી કરવામાં આવે છે. ત્યાર બાદ ટેસ્ટિંગના તબક્કામાં એની સ્પીડ, મેમરી અને કામગીરીનું સંપૂર્ણ ટેસ્ટિંગ કરવામાં આવે છે. ત્યાર બાદ એનું વિગતવાર માર્કિંગ કરીને છેલ્લે પેકેજિંગ કરવામાં આવે છે, જેથી માર્કેટમાં પહોંચી શકે. સાણંદ પ્લાન્ટમાં સમગ્ર વિશ્વભરના માર્કેટને અનુરૂપ ઇન્ટિગ્રેટેડ સર્કિટ પેકેજ, મોડ્યૂલ અને સોલિડ સ્ટેટ ડ્રાઇવ્સનું નિર્માણ કરવામાં આવશે.

વેફર્સ પર ઇલેક્ટ્રિક પેટર્ન પ્રિન્ટ કરવામાં આવે છે

સિલિન્ડરને કાપીને એમાંથી બારીક પ્લેટ્સ બનાવવામાં આવે છે, જેને વેફર્સ કહેવાય છે. ત્યાર બાદ ફેબ્રિકેશન પ્લાન્ટમાં વેફર્સ પર ઇલેક્ટ્રિક પેટર્ન પ્રિન્ટ કરવામાં આવે છે અને ઘણાં આવરણો (લેયર્સ) એના પર ચડાવવામાં આવે છે. આવરણોને ફોટોલિથોગ્રાફી દ્વારા યોગ્ય રીતે ગોઠવવાથી વેફર્સ પર ટ્રાન્ઝિસ્ટર્સ બને છે. એના દ્વારા વેફર્સ પર મેમરી બને છે અને વેફર્સમાં મેમરી ચિપ ગોઠવાઇ જાય છે. ત્યાર બાદ વેફર્સના નાના ચોરસ ટુકડા કરવામાં આવે છે, જેને ચિપ કહેવાય છે.

ATMP પ્લાન્ટમાં કેવી રીતે કાર્ય થાય છે?

ATMP પ્લાન્ટની કામગીરી વેફર ચિપ્સથી શરૂ થાય છે. સૌથી પહેલા આપણે સમજીએ કે ATMP સુવિધા સુધી પહોંચ્યા પહેલાં ચિપ્સ કેવી રીતે બને છે. સેમિકન્ડક્ટર ચિપ બનાવવાની પ્રક્રિયા રેતીથી (Sand) શરૂ થાય છે. સૌથી પહેલા રેતીમાંથી પ્યૉર સિલિકોનને અલગ કરવામાં આવે છે. સિલિકોનને ઓગાળીને એનું સિલિન્ડર બનાવવામાં આવે છે, જેને ઇનગોટ કહેવામાં આવે છે.

SSD અને રેમ સહિતની ચિપનું ઉત્પાદન

સાણંદ ATMP સુવિધા માઈક્રોનના વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ નેટવર્કમાંથી અદ્યતન ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી (DRAM) અને NAND સેમિકન્ડક્ટર વેફર્સને ફિનિશ્ડ મેમરી અને સ્ટોરેજ ઉત્પાદનોમાં રૂપાંતરિત કરશે, જે વૈશ્વિક બજારોમાં ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરશે.

5 લાખ ચોરસ ફૂટ ક્લીનરૂમ સ્પેસ 

સાણંદમાં પ્લાન્ટ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા પછી અંદાજે 500,000 ચોરસ ફૂટ ક્લીનરૂમ સ્પેસ ધરાવશે. જે એને વિશ્વના સૌથી મોટા રેઝ્ડફ્લોર ક્લીન રૂમ્સમાંનું એક બનાવશે. સુવિધા વિશ્વભરના ગ્રાહકોને સેવા આપવા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને હાઇપર્ફોર્મન્સ કોમ્પ્યુટિંગમાં ઝડપી પ્રગતિ દ્વારા સંચાલિત મેમરી અને સ્ટોરેજ સોલ્યુશન્સ માટેની વધતી જતી વૈશ્વિક માગને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવી છે.

 

 

 

સંબંધિત પોસ્ટ્સ

અમદાવાદમાં ખરીદી બાદ ખુશ-ખુશ થઇને ઘરે જતાં યુવકનું મોપેડ સ્લિપ થયું, ગંભીર ઈજા બાદ મોત

ANIL PATEL

‘હું એવા લગ્ન નથી ઈચ્છતો…’: ઐશ્વર્યા સાથેના સંબંધો અને ટ્રોલ્સ પર અભિષેક બચ્ચને તોડ્યું મૌન

praxpatel

LPG સિલિન્ડર માટે લાંબી કતારો, પણ પાઇપલાઇન ગ્રાહકોને જલસા! જાણો કેમ?

praxpatel