ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક સપ્તાહ વીતી ગયું છે. આ તણાવ હજુ પણ શમવાનું નામ લેતો નથી. આ યુદ્ધ ભલે હજારો કિલોમીટર દૂર લડાતું હોય, પરંતુ તેની સીધી અસર ભારતના સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. માત્ર પેટ્રોલ જ નહીં, પણ ખાવા-પીવાની ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ શકે છે.
પેટ્રોલ-ડીઝલ અને રસોઈ ગેસ પર બોજ
ભારત તેની જરૂરિયાતનું 85 ટકા કાચું તેલ વિદેશથી મંગાવે છે. મધ્ય પૂર્વમાં યુદ્ધના કારણે તેલની સપ્લાય ખોરવાય છે. જો તેલ મોંઘું થશે તો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે. આના કારણે દૂધ, શાકભાજી અને ફળોના ભાવમાં વધારો થશે. સાથે જ રસોઈ ગેસ (LPG) ના ભાવ પણ વધી શકે છે.
ખેતી અને અનાજ પર સંકટ
ભારત ખેતી માટે જરૂરી ખાતર (Fertilizers) મધ્ય પૂર્વના દેશોમાંથી આયાત કરે છે. યુદ્ધ લાંબુ ચાલશે તો ખાતરની અછત સર્જાશે. આના કારણે ખેતીનો ખર્ચ વધશે, જેનાથી ઘઉં અને ચોખા જેવા અનાજ મોંઘા થઈ શકે છે.
૧૯૬૫ના ભારત-પાક યુદ્ધના અસલી હીરો વીર ચક્ર વિજેતા કે.જી. જ્યોર્જનું ૯૫ વર્ષની વયે નિધન
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું ટેન્શન! નહીં પડે તેલની તંગી: રિપોર્ટ
ખાદ્ય તેલના ભાવમાં ઉછાળો
ભારત સૂર્યમુખી અને પામ ઓઈલની મોટી આયાત કરે છે. દરિયાઈ માર્ગો પર યુદ્ધનું જોખમ વધતા શિપિંગ ખર્ચ વધે છે. આ કારણોસર આવનારા દિવસોમાં સીંગતેલ, સોયાબીન તેલ અને સૂર્યમુખી તેલના ભાવમાં વધારો થવાની પૂરી શક્યતા છે.
મોબાઈલ, લેપટોપ અને કાર મોંઘી થશે
ઈઝરાયેલ ટેકનોલોજી અને સેમિકન્ડક્ટર ચિપ્સનું મોટું કેન્દ્ર છે. યુદ્ધના કારણે આ ચિપ્સનું ઉત્પાદન ઘટી શકે છે. પરિણામે સ્માર્ટફોન, લેપટોપ અને કારની કિંમતો વધી શકે છે.
સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો
જ્યારે પણ દુનિયામાં યુદ્ધ જેવી અનિશ્ચિતતા આવે છે, ત્યારે રોકાણકારો સોનામાં રોકાણ કરવાનું સુરક્ષિત માને છે. માંગ વધવાને કારણે સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે. આનાથી લગ્નગાળામાં દાગીના ખરીદવા સામાન્ય પરિવારો માટે મુશ્કેલ બનશે.
