Gujarat Plus
Breaking News
રાષ્ટ્રીય

મોલમાં ‘₹૧ ની સેલ’ સાંભળી હજારોની ભીડ ઉમટી, નાસભાગ જેવી સ્થિતિ સર્જાતા પોલીસ બોલાવવી પડી

મોલમાં '₹૧ ની સેલ' સાંભળી હજારોની ભીડ ઉમટી, નાસભાગ જેવી સ્થિતિ સર્જાતા પોલીસ બોલાવવી પડી

મુંબઈ: આર્થિક નગરી મુંબઈના એક મોલમાંથી રવિવારે ભારે હોબાળાના સમાચાર સામે આવ્યા છે. મુંબઈના મલાડ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ઇન્ફિનિટી મોલ (Infinity Mall) માં માત્ર ૧ રૂપિયાની સેલની જાહેરાત કરવામાં આવી હતી. આ સાંભળીને મોલમાં એટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા કે ત્યાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી.

૧ રૂપિયાની સેલ માટે હજારોની ભીડ

મળતી માહિતી મુજબ, શનિવારે સવારે ૧૧ થી ૧૨ વાગ્યાની આસપાસ મલાડના ઇન્ફિનિટી મોલમાં આવેલી એક જાણીતી બ્રાન્ડના શોરૂમમાં ભારે ભીડ એકઠી થઈ હતી. ફેશન બ્રાન્ડ NEWME દ્વારા એક પ્રમોશનલ ઓફર રાખવામાં આવી હતી. આ ઓફરમાં દાવો કરાયો હતો કે પહેલા ૧૦૦ થી ૧૨૫ ગ્રાહકોને માત્ર ૧ રૂપિયામાં કપડાં મળશે. આ ઓફરનો લાભ લેવા માટે સવારથી જ ગ્રાહકો શોરૂમની બહાર લાઈનો લગાવીને ઊભા રહી ગયા હતા.

સેલ રદ્દ થતાં જ મચી અફરાતફરી

જોતજોતામાં મોલની અંદર ગ્રાહકોની એટલી ભારે ભીડ જમા થઈ ગઈ કે સુરક્ષાકર્મીઓ માટે તેને સંભાળવી મુશ્કેલ બની ગઈ હતી. સુરક્ષા અને બગડતા માહોલને જોઈને બ્રાન્ડના મેનેજમેન્ટે તાત્કાલિક સેલ રદ્દ કરવાની જાહેરાત કરી દીધી. સેલ રદ્દ થવાના સમાચાર મળતા જ ગ્રાહકોમાં રોષ ફેલાયો હતો અને શોરૂમની બહાર ભારે ધક્કામુક્કી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પોલીસે આવીને મામલો થાળે પાડ્યો

સ્થિતિ બેકાબૂ બનતા જ તાત્કાલિક મુંબઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમે મોલ પર પહોંચીને મોરચો સંભાળ્યો હતો અને ગુસ્સે ભરાયેલા લોકોને શાંત પાડીને બહાર મોકલ્યા હતા. સોશિયલ મીડિયા પર આ ઘટનાના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં લોકોને શોરૂમના ગેટ પાસે ધક્કામુક્કી અને હોબાળો કરતા જોઈ શકાય છે.

શોરૂમને આખો દિવસ માટે બંધ કરાયો

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ભીડ માત્ર એ ચોક્કસ શોરૂમની બહાર જ હતી, કારણ કે ત્યાં જગ્યા ઓછી હતી. મોલના બાકીના ભાગમાં સ્થિતિ સામાન્ય હતી. છેલ્લે ગંભીર પરિસ્થિતિને જોતા સ્ટોરના માલિકે જાહેરાત કરી હતી કે આ શોરૂમ આખા દિવસ માટે બંધ રહેશે. આ જાહેરાત બાદ પોલીસે ભીડને ત્યાંથી હટાવી દીધી હતી.

સંબંધિત પોસ્ટ્સ

આજે પવન કેવો રહેશે? ઠંડી વધશે કે ઘટશે? ગુજરાતમાં બરફ જામે એવી ઠંડીની આગાહી

Maheriya Nirali

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ: મનરેગામાંથી ગાંધીજીનું નામ હટાવી દેવાનું બિલ પાસ; અમદાવાદમાં આજે T20ની છેલ્લી મેચ; એપસ્ટીન સેક્સ સ્કેન્ડલ-68 નવી તસવીરો જારી – Gujarat News

Gujarat Plus

બંગાળમાંથી ઘૂસણખોરોનું પલાયન શરૂ!: બાંગ્લાદેશ સરહદે લાગી લાઈનો, સરકારની ‘3D’ નીતિથી ફફડાટ

praxpatel