આજના સમયમાં પોતાનું ઘર ખરીદવું દરેક વ્યક્તિનું સપનું હોય છે. જો તમારી માસિક ઇન-હેન્ડ સેલરી ૫૦,૦૦0 રૂપિયા હોય, તો બેંક તમને કેટલા લાખ સુધીની લોન આપી શકે અને કેટલી EMI આવશે? જુઓ સંપૂર્ણ કેલ્ક્યુલેશન.
બેંક તમારી લોનની લાયકાત (Eligibility) કેવી રીતે નક્કી કરે છે?
જ્યારે પણ આપણે હોમ લોન (Home Loan) લેવાનું વિચારીએ છીએ, ત્યારે સૌથી પહેલો સવાલ એ થાય છે કે આપણી સેલરીના આધારે કેટલી લોન મળશે? બેંકો લોન આપતા પહેલાં એક ખાસ નિયમ ફોલો કરે છે, જેને FOIR (Fixed Obligation to Income Ratio) કહેવાય છે.
સામાન્ય રીતે બેંકો માને છે કે કોઈ પણ વ્યક્તિ પોતાની કુલ કમાણીના વધુમાં વધુ ૫૦% થી ૫૫% હિસ્સો જ EMI તરીકે ચૂકવી શકે છે. બાકીના પૈસા ઘર ચલાવવા અને અન્ય ખર્ચ માટે જરૂરી હોય છે. આ નિયમ મુજબ, જો તમારી સેલરી ૫૦,૦૦૦ રૂપિયા હોય, તો તમારી માસિક EMI ૨૫,૦૦૦ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.
₹50 હજારની સેલરી પર કેટલા લાખની લોન મળશે?
જો આપણે હાલનો સરેરાશ હોમ લોન વ્યાજ દર ૮.૭૫% ગણીએ અને તમારા પર પહેલાંથી કોઈ લોન ચાલતી ન હોય, તો અલગ-અલગ સમયગાળા (Tenure) મુજબ તમને આટલી લોન મળી શકે છે:
૧. ૨૦ વર્ષની મુદત માટે લોન (વ્યાજ દર ૮.૭૫%):
-
લોન રકમ: બેંક તમને અંદાજે ₹૨૬ લાખથી ₹૨૮ લાખ સુધીની હોમ લોન સરળતાથી આપી શકે છે.
-
માસિક EMI: આ સ્થિતિમાં તમારી દર મહિનાની EMI અંદાજે ₹૨૩,૦૦૦ થી ₹૨૫,૦૦૦ ની વચ્ચે રહેશે.
૨. ૩૦ વર્ષની મુદત માટે લોન (વ્યાજ દર ૮.૭૫%):
-
લોન રકમ: જો તમે લાંબો સમયગાળો પસંદ કરો છો, તો તમારી લોન લેવાની ક્ષમતા (Loan Eligibility) વધી જાય છે. આ સ્થિતિમાં બેંક તમને ₹૩૨ લાખથી ₹૩૬ લાખ સુધીની હોમ લોન આપી શકે છે.
-
લાંબી મુદતના કારણે તમારી માસિક EMI બેંકની મર્યાદામાં આવી જાય છે.
💡 આ ૩ કારણોથી તમારી લોનની રકમ ઘટી કે વધી શકે છે
-
૧. ચાલુ લોન (Existing Loan): જો તમારી ૫૦,૦૦૦ની સેલરીમાંથી પહેલાંથી જ કોઈ કાર લોન કે પર્સનલ લોનની ₹૫,૦૦૦ની EMI કટી રહી હોય, તો બેંક તમારી EMI ચૂકવવાની ક્ષમતા ₹૨૫,૦૦૦થી ઘટાડીને ₹૨૦,૦૦૦ કરી દેશે. આનાથી તમને મળનારી લોનની રકમ પણ ઘટી જશે.
-
૨. ક્રેડિટ સ્કોર (CIBIL Score): જો તમારો સિબિલ સ્કોર ૭૫૦ કે તેથી વધુ હશે, તો બેંક તમને સૌથી ઓછા વ્યાજ દરે લોન ઓફર કરશે. સારો ક્રેડિટ સ્કોર વધુ લોન મેળવવામાં મદદ કરે છે, જ્યારે ખરાબ સ્કોરના કારણે લોન રિજેક્ટ પણ થઈ શકે છે.
-
૩. કો-એપ્લિકન્ટ (Co-Applicant): જો તમારી સેલરી પર ઓછી લોન મળી રહી હોય, તો તમે તમારા વર્કિંગ વાઇફ, હસબન્ડ કે માતા-પિતાને લોનમાં પાર્ટનર બનાવી શકો છો. બંનેની આવક ભેગી થવાથી તમારી લોનની લાયકાત વધી જશે અને તમને ₹૫૦ લાખથી ઉપરની લોન પણ મળી શકે છે.
