Gujarat Plus
Breaking News
એન્ટરટેનમેન્ટ

8K થી સીધા 135K ફોલોઅર્સ! ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ ૨’ માં આવતા જ ચમકી સુકૃત દેવની કિસ્મત, આલિયા ભટ્ટે કહ્યુ ‘લીજેન્ડ’

8K થી સીધા 135K ફોલોઅર્સ! 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ ૨' માં આવતા જ ચમકી સુકૃત દેવની કિસ્મત, આલિયા ભટ્ટે કહ્યુ 'લીજેન્ડ'

કોમેડિયન સમય રૈનાના પ્રખ્યાત શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ની બીજી સીઝનની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ પ્રતીક્ષા ૨૦ જૂનના રોજ પૂરી થઈ ગઈ છે. સમય રૈનાએ જેવો સીઝન ૨ નો પહેલો એપિસોડ યુટ્યુબ પર અપલોડ કર્યો, તે સોશિયલ મીડિયા પર છવાઈ ગયો. પ્રથમ એપિસોડમાં બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને શરવરી વાઘ ગેસ્ટ તરીકે સામેલ થયા હતા. આ એપિસોડમાં મરાઠી થિયેટર આર્ટિસ્ટ સુકૃત દેવે પોતાની અદભુત પરફોર્મન્સથી બધાને ચોંકાવી દીધા હતા. સુકૃત શોમાં આવતાની સાથે જ રાતોરાત સ્ટાર બની ગયો છે.

‘શરાબી’ ના રોલમાં બધાને ચોંકાવ્યા

સુકૃત દેવ સ્ટેજ પર એક દારૂડિયા વ્યક્તિના રોલમાં નજર આવ્યો હતો. તેણે એટલી શાનદાર એક્ટિંગ કરી કે તમામ જજ અને દર્શકો દંગ રહી ગયા. પરફોર્મન્સ પૂરી થયા પછી પણ સુકૃત પોતાના પાત્રમાંથી બહાર ન આવ્યો.

સમય રૈના અને ખુદ આલિયા ભટ્ટે સ્ટેજ પર આવીને ‘કટ’ કહ્યું, તો પણ તેણે પોતાનો કેરેક્ટર છોડ્યો નહીં. આલિયા ભટ્ટ સુકૃતની એક્ટિંગની ફેન થઈ ગઈ હતી. આલિયાએ ઇન્સ્ટાગ્રામ પર સુકૃતના વખાણમાં સ્ટોરી શેર કરી અને તેને ‘લીજેન્ડ’ ગણાવ્યો.

કવિતા સાંભળીને જજ ભાવુક થયા

એક્ટિંગ પૂરી કર્યા પછી સુકૃત દેવે એક કલાકારના જીવન પર ભાવુક કવિતા સંભળાવી હતી. આ સાંભળીને આલિયા ભટ્ટ અને શરવરી વાઘ સહિતના તમામ જજ પોતાની જગ્યા પર ઊભા થઈ ગયા હતા. બધાએ સ્ટેન્ડિંગ ઓવેશન આપીને સુકૃતનું સન્માન કર્યું હતું.

આ સન્માન જોઈને સુકૃત સ્ટેજ પર જ રડવા લાગ્યો હતો. તેને ભાવુક જોઈને બલરાજ ઘઈએ તેને ગળે લગાવી લીધો અને આલિયા ભટ્ટની આંખો પણ નમ થઈ ગઈ હતી.

એક જ રાતમાં બદલાઈ ગઈ કિસ્મત

સુકૃત દેવ છેલ્લા ૬ વર્ષથી વધુ સમયથી મરાઠી થિયેટર કરી રહ્યો છે. તેણે કેટલાક ટીવી શોમાં નાના-મોટા રોલ પણ કર્યા છે. પરંતુ જે ઓળખ તેને એક રાતમાં મળી, તેની તેણે કલ્પના પણ નહોતી કરી.

શો ટેલિકાસ્ટ થતા પહેલા ઇન્સ્ટાગ્રામ પર સુકૃતના આશરે ૮ હજાર ફોલોઅર્સ હતા. શો વાયરલ થતાં જ તેના ફોલોઅર્સની સંખ્યા વધીને ૧ લાખ ૩૫ હજાર (135K) ને પાર થઈ ગઈ છે. સુકૃતે વિડીયો શેર કરીને સમય રૈના અને આ મંચનો આભાર માન્યો છે.

સંબંધિત પોસ્ટ્સ

4 વર્ષ બાદ મોટા પડદે ‘રોકી ભાઈ’નું કમબેક! ₹1200 કરોડની બ્લોકબસ્ટર આપ્યા બાદ યશ હવે મચાવશે તબાહી

praxpatel

Welcome to the Jungle: ‘ઘીસ ઘીસ’ ગીતમાં અક્ષરાને ઘાઘરા પહેરાવવાનો આગ્રહ કરાયો, તો અક્ષય કુમારે કહ્યું- ‘તેને….

praxpatel

મૌની રોયે છૂટાછેડાની અફવાઓ વચ્ચે આ ખાસ વ્યક્તિને ગણાવી ‘લાઈફલાઈન’, કહ્યું- ‘તારા વિના જિંદગી અધૂરી…’

praxpatel