બોલિવૂડના ‘ખિલાડી’ અક્ષય કુમાર પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાના મજેદાર અંદાજ અને હાજરજવાબી માટે પણ જાણીતા છે. તાજેતરમાં જ અક્ષય કુમારનો પેપરાજી (મીડિયા ફોટોગ્રાફર્સ) સાથેની મસ્તીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
આ વિડીયોમાં અક્ષય કુમારે એરપોર્ટ પર પેપરાજીના એક સવાલનો એવો રમુજી જવાબ આપ્યો કે ત્યાં હાજર તમામ લોકો હસી પડ્યા હતા.
જાણો શું છે સમગ્ર કિસ્સો?
અક્ષય કુમાર આજે ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે એક કાર્યક્રમમાં જવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા. અક્ષયને જોતા જ ફોટોગ્રાફર્સે તેમને ઘેરી લીધા હતા અને ફોટા પાડવા લાગ્યા હતા.
આ દરમિયાન એક પેપરાજીએ પૂછ્યું, “પાજી, તમે ક્યાં જઈ રહ્યા છો?” આ સાંભળીને અક્ષય કુમારે મજાકિયા અંદાજમાં વળતો કટાક્ષ કર્યો, “કેમ, તું મારો મામો લાગે છે?” અક્ષયનો આ દેશી અંદાજ સાંભળીને ત્યાં હાજર બધા લોકો ખડખડાટ હસી પડ્યા હતા. જો કે, અક્ષયે તરત જ વાત સંભાળી લીધી હતી અને પોતે ક્યાં જાય છે તે જગ્યાનું નામ પણ જણાવ્યું હતું.
સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ખુશ
અક્ષય કુમારનો આ વિડીયો સોશિયલ મીડિયા પર આવતા જ ફેન્સ તેના પર સતત કમેન્ટ્સ કરી રહ્યા છે. લોકો અક્ષયની આ હાજરજવાબીના ખૂબ વખાણ કરી રહ્યા છે અને તેને એક ડાઉન-ટુ-અર્થ સુપરસ્ટાર ગણાવી રહ્યા છે.
View this post on Instagram
બોક્સ ઓફિસ પર અક્ષયનો દબદબો
અક્ષય કુમાર હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘ભૂત બંગલા’ ની સફળતાનો આનંદ માણી રહ્યા છે. ડાયરેક્ટર પ્રિયદર્શનની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.
હવે અક્ષય કુમાર પોતાની આગામી મલ્ટિસ્ટારર ફિલ્મ ‘વેલકમ ટુ જંગલ’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. અહમદ ખાનના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ ૨૬ જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સંપૂર્ણ તૈયાર છે. ફેન્સ આ ફિલ્મની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
