Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીય

ચિકનમાં મળ્યું ‘કોન્ડોમ’, જોતાં જ દંપતીની હાલત ખરાબ; રેસ્ટોરન્ટ સામે ₹12 કરોડનો કેસ

ચિકનમાં મળ્યું 'કોન્ડોમ', જોતાં જ દંપતીની હાલત ખરાબ; રેસ્ટોરન્ટ સામે ₹12 કરોડનો કેસ

દંપતીનું કહેવું છે કે આ વસ્તુ જોયા બાદ તેમણે તરત જ ખાવાનું બંધ કરી દીધું હતું. બંનેને ઉલટી થવા લાગી હતી અને ડર હતો કે ક્યાંક તેમણે ઝેરી કે ખરાબ ખોરાક તો નથી ખાઈ લીધો. ચિકનની અંદર મળેલી વસ્તુ વાસ્તવમાં શું હતી તે સ્પષ્ટ થઈ શક્યું નથી.

અમેરિકાના હ્યુસ્ટનમાં ફાસ્ટ-ફૂડ ચેઈન રેસ્ટોરન્ટ પોપાઈસ (Popeyes) સામે 12.5 કરોડ રૂપિયા (1.5 મિલિયન ડોલર)ના નુકસાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. દંપતીનો આક્ષેપ છે કે તેમણે પોપાઈસના એક આઉટલેટમાંથી ફ્રાઈડ ચિકન ઓર્ડર કર્યું હતું, પરંતુ એક પીસની અંદર કોન્ડોમ જેવું દેખાતું કંઈક મળી આવ્યું. જસ્ટિન હોવર્ડ અને ડેનિયલ મેકકિન્નન 3 ઓગસ્ટે હેરિસ કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ નોંધાવ્યો છે. રિપોર્ટ અનુસાર, બંનેએ 25 જુલાઈના રોજ સાઉથ સેમ હ્યુસ્ટન પાર્કવે વેસ્ટ સ્થિત પોપાઈસ આઉટલેટમાંથી ચિકન ખરીદ્યું હતું. હોવર્ડનું કહેવું છે કે જેવા જ તેમણે ચિકનનો એક ટુકડો મોંમાં મૂકવા માટે કાપ્યો, તેમને તેની અંદર કોન્ડોમ જેવી દેખાતી વસ્તુ નજરે પડી.

અરજીમાં આ ઘટનાને અચાનક ભયાનક અનુભવમાં ફેરવાઈ ગઈ હોવાનું કહેવામાં આવ્યું છે. દંપતીનું કહેવું છે કે વસ્તુ જોતાં જ તેમણે ખાવાનું બંધ કરી દીધું. બંનેને ઉલટી થવા લાગી અને ડર હતો કે ક્યાંક તેમણે ખરાબ ખોરાક તો નથી ખાઈ લીધો. તેમનું કહેવું છે કે તે સમયે તેમની પાસે એ જાણવાનો કોઈ રસ્તો નહોતો કે ચિકનની અંદર મળેલી વસ્તુ વાસ્તવમાં શું હતી, તે કેટલા સમયથી ત્યાં હતી અને તેમના ઓર્ડરનો બાકીનો ખોરાક પણ દૂષિત થયો હતો કે નહીં.

ફરિયાદની મજાક ઉડાવવાનો દાવો

દાવામાં પોપાઈસની પેરેન્ટ કંપની રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સ ઈન્ટરનેશનલ, પોપાઈસ લુઈસિયાના કિચન અને ફ્રેન્ચાઈઝી ઓપરેટર આમાના બિઝનેસીસને પ્રતિવાદી (આરોપી) બનાવવામાં આવ્યા છે. દંપતીએ બેદરકારી, અસુરક્ષિત ફૂડ હેન્ડલિંગ અને ટેક્સાસના ગ્રાહક સુરક્ષા કાયદાના ઉલ્લંઘન સહિત અનેક આરોપો લગાવ્યા છે.

મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે દંપતી ફરિયાદ લઈને તે જ રેસ્ટોરન્ટમાં પાછું પહોંચ્યું. અરજી મુજબ, ત્યાં હાજર કર્મચારીઓએ તેમની ફરિયાદને ગંભીરતાથી લેવાને બદલે તેમની મજાક ઉડાવી હતી. દંપતીનો આરોપ છે કે કર્મચારીઓએ વારંવાર ચિકન બદલીને નવો ઓર્ડર આપવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે તેઓ રિફંડ અને મામલાની યોગ્ય તપાસ ઈચ્છતા હતા. અરજી અનુસાર, ઘણો આગ્રહ રાખ્યા બાદ આખરે તેમને પૈસા પાછા આપવામાં આવ્યા હતા.

આ ઘટના બાદ હ્યુસ્ટનના કેટલાક સમુદાયના કાર્યકર્તાઓ પણ રેસ્ટોરન્ટ પહોંચ્યા હતા. કેન્ડિસ મેથ્યુઝ અને ક્વાનેલ એક્સે જુલાઈના અંતમાં આઉટલેટના મેનેજમેન્ટ સાથે મુલાકાત કરીને મામલાની તપાસની માંગ કરી હતી. તેમણે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે આઉટલેટ પર ચિકનનું વેચાણ બંધ કરવાની પણ માંગ કરી છે.


સંબંધિત પોસ્ટ્સ

વાયરસે મચાવ્યો કેર! સંક્રમણથી ૨૦ દિવસમાં ૧૦૦૦ લોકોના મોત, ૪૦૦૦થી વધુ લોકો હજુ પણ બીમાર

praxpatel

‘દુનિયામાં આવું કોણ કરે છે…’ ઈઝરાયલી સેનાએ 7 મહિનાના બાળકની ગોળી મારી હત્યા કરી

praxpatel

ટ્રમ્પે બતાવ્યું પોતાનું ‘ઊડતું વ્હાઇટ હાઉસ’: ૩૭૭૩ કરોડના ‘એરફોર્સ-૧’ માં કરાયા મોટા ફેરફાર, જાણો ક્યાં જશે પહેલી સફર

praxpatel