Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાત ચૂંટણી: OBC અનામત મામલે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, શું ચૂંટણી અટકશે?

ચૂંટણી લાંબા સમય માટે પાછી ઠેલાઈ શકે છે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઓ પર કાયદાકીય સંકટના વાદળો છવાયા છે.  પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયા દ્વારા કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) પર આવતીકાલે, 10 એપ્રિલ 2026 ના રોજ સુપ્રીમ કોર્ટની ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવશે. આ અરજીમાં રાજ્ય સરકારની 27% OBC અનામત નીતિને પડકારીને ચૂંટણી પ્રક્રિયા રોકવાની માંગ કરવામાં આવી છે.

રાજ્ય સરકારની 27% OBC અનામત નીતિને પડકારતી અરજી પર આવતીકાલે, 10 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થશે. પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાની આ પિટિશન ચૂંટણીના સમીકરણો બદલી શકે છે.

પિટિશનમાં ઉઠાવવામાં આવેલા મુખ્ય 3 મુદ્દા

અરજદારે પંચાયતો અને નગરપાલિકાઓમાં અપાયેલી અનામત સામે મુખ્યત્વે આ સવાલો ઉભા કર્યા છે:

  1. ટ્રિપલ ટેસ્ટ: સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અનામત નક્કી કરતા પહેલા ‘ટ્રિપલ ટેસ્ટ’ના માપદંડોનું પાલન થયું છે કે નહીં?

  2. 50%ની મર્યાદા: શું SC, ST અને OBCની કુલ અનામત 50%ની મર્યાદા વટાવી રહી છે?

  3. ઝવેરી કમિશન: જસ્ટિસ ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે થયેલી બેઠકોની ફાળવણી કેટલી બંધારણીય છે?

ચૂંટણી લંબાવાની શક્યતા

રાજ્ય ચૂંટણી આયોગ એપ્રિલ 2026ના અંતમાં 15 મહાનગરપાલિકાઓ સહિતની સંસ્થાઓની ચૂંટણીઑ યોજવાની તૈયારીમાં છે. જોકે, અરજીમાં માંગ કરવામાં આવી છે કે જ્યાં સુધી અનામતની વિસંગતતા દૂર ન થાય ત્યાં સુધી ચૂંટણીઅટકાવવી જોઈએ. જો સુપ્રીમ કોર્ટ આવતીકાલે ‘સ્ટે’ આપે છે, તો ચૂંટણી લાંબા સમય માટે પાછી ઠેલાઈ શકે છે.

સૌની નજર સુપ્રીમ કોર્ટ પર

PESA વિસ્તારોમાં હજુ પણ 10% અનામત રાખવામાં આવી છે, જે પણ એક વિવાદનો વિષય છે. હવે સમગ્ર ગુજરાતની નજર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ટકેલી છે. આ નિર્ણય રાજ્યના રાજકારણ અને સામાજિક ગણિત માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.

સંબંધિત પોસ્ટ્સ

કર્ણાટક કોંગ્રેસની મુશ્કેલીઓ વધી: મુસ્લિમ નેતાઓએ કેબિનેટમાં માંગી મોટી ભાગીદારી

praxpatel

ઈરાનના પહાડોમાં અમેરિકન એરમેનનું દિલધડક રેસ્ક્યુ: CIAની એક અફવા અને 200 કમાન્ડોનું મિશન

praxpatel

ઈરાનને મોટો આંચકો: હોર્મુઝની નાકાબંધી કરનાર કમાન્ડર અલીરેઝા તંગસીરીનું મોત

praxpatel