ગુજરાત સરકાર દ્વારા સચિવાલયના વહીવટી માળખામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સંયુક્ત સચિવ, નાયબ સચિવ અને અધિક સચિવ સ્તરના અધિકારીઓની બદલી અને બઢતી ના સામૂહિક આદેશો જાહેર કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગના આદેશ મુજબ વિવિધ વિભાગોમાં કાર્યરત 21 જેટલા ઉચ્ચ અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે, જેમાં નર્મદા, જળસંપત્તિ, માર્ગ અને મકાન તેમજ ગૃહ વિભાગ જેવા મહત્વના વિભાગોનો સમાવેશ થાય છે. જુઓ યાદી
5 અધિકારીઓને અધિક સચિવ તરીકે બઢતી
સરકારના પાંચ વરિષ્ઠ સંયુક્ત સચિવોને હવે અધિક સચિવ (વર્ગ-1) તરીકે બઢતી આપવામાં આવી છે.
-
આ અધિકારીઓનું નવું પગાર ધોરણ રૂ. 1,31,100 થી 2,16,600 (લેવલ-13A) નક્કી કરાયું છે.
-
તેમને હંગામી ધોરણે બઢતી આપી વિવિધ મહત્વના વિભાગોમાં જવાબદારી સોંપાઈ છે.


21 સંયુક્ત સચિવોની બદલી
વહીવટી સુધારો કરવાના ભાગરૂપે 21 જેટલા સંયુક્ત સચિવોની આંતરિક બદલી કરવામાં આવી છે.
-
જેમાં નર્મદા વિભાગ, જળસંપત્તિ, માર્ગ અને મકાન વિભાગનો સમાવેશ થાય છે.
-
ગૃહ વિભાગ જેવા સંવેદનશીલ વિભાગોમાં પણ ઉચ્ચ અધિકારીઓની અદલાબદલી કરાઈ છે.





39 ઉપ સચિવો બન્યા નાયબ સચિવ
સચિવાલય સેવાના 39 જેટલા ઉપ સચિવોને (Under Secretary) નાયબ સચિવ (Deputy Secretary) તરીકે હંગામી બઢતી આપવામાં આવી છે. આ તમામ અધિકારીઓને તેમની નવી જગ્યાએ તાત્કાલિક હાજર થવા સૂચના આપી દેવામાં આવી છે.

વહીવટી તંત્રમાં ફેરફારનો હેતુ
સરકાર દ્વારા કરવામાં આવેલા આ મોટા ફેરફારનો મુખ્ય હેતુ વહીવટી કામગીરીને વધુ ગતિશીલ અને કાર્યક્ષમ બનાવવાનો છે. બદલી અને બઢતીપામેલા તમામ અધિકારીઓની વિગતવાર યાદી વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકાશે.

