Gujarat Plus
Breaking News
તાજા સમાચારબિઝનેસ

વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો: મે મહિના સુધીમાં દુનિયામાં આવી શકે છે મોટી આર્થિક કટોકટી, તેલના ભાવ 120 ડોલરને પાર

વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો: મે મહિના સુધીમાં દુનિયામાં આવી શકે છે મોટી આર્થિક કટોકટી, તેલના ભાવ 120 ડોલરને પાર

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને ચાર અઠવાડિયા વીતી ગયા છે, પરંતુ સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવને ઈરાને ફગાવી દેતા હવે વૈશ્વિક ઉર્જા સંકટ ઘેરો બન્યો છે. ઉર્જા નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો આ સ્થિતિ મે મહિના સુધી ચાલશે તો વિશ્વનું અર્થતંત્ર ધરાશાયી થઈ શકે છે.

હોર્મુઝની નાકાબંધી અને તેલનું સંકટની અર્થતંત્ર પર અસર 

વિશ્વના સૌથી મહત્વના જળમાર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) પર ઈરાનનો કબજો હોવાથી દુનિયાનો 20% તેલ પુરવઠો જોખમમાં મુકાયો છે. જાણીતા ઉર્જા અર્થશાસ્ત્રી અનસ અલ્હાજીએ ટ્વિટર (X) પર ચેતવણી આપી છે કે:

  • જો આ યુદ્ધ જલ્દી સમાપ્ત નહીં થાય, તો મે મહિનાની શરૂઆત સુધીમાં ગ્લોબલ ઈકોનોમી( અર્થતંત્ર ) પડી ભાંગશે.

  • એશિયન બજારોમાં ક્રૂડ ઓઈલની કિંમત અત્યારથી જ 120 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગઈ છે.

  • જો તણાવ યથાવત રહેશે, તો તેલના ભાવ હજુ પણ વધી શકે છે, જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે.

યુરોપ અને એશિયા પર અસર

યુરોપમાં ઉર્જા સંકટ એટલું વધી ગયું છે કે ત્યાં એનર્જી ઈમરજન્સી જેવી સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ, રશિયન તેલ પર નિર્ભરતા ઘટાડવાના યુરોપના વર્ષોના પ્રયત્નો આ યુદ્ધને કારણે નિષ્ફળ જઈ રહ્યા છે. એશિયાઈ દેશો, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે, ત્યાં મોંઘવારી વધવાનું જોખમ તોળાઈ રહ્યું છે.

સંબંધિત પોસ્ટ્સ

પૂર્વોત્તર ભારતમાં ભૂકંપ નો જોરદાર આંચકો: 5 રાજ્યોની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા

praxpatel

ભારત માટે ખુશખબર: ઈરાન ભારતીય જહાજો પાસેથી નહીં વસૂલે કોઈ ટોલ ટેક્સ, ‘હોર્મુઝ સ્ટેટ’માં આપશે સુરક્ષિત રસ્તો

praxpatel

ઓછું ભણેલી મહિલાઓ માટે LICમાં નોકરીની તક, દર મહિને મળશે ₹7000 સુધીનું ભથ્થું

praxpatel