Gujarat Plus
Breaking News
સ્પોર્ટ્સ

ગૌતમ ગંભીરના કોચિંગ સ્ટાફમાં થઈ શકે છે મોટો ફેરફાર; ‘ડ્રેસિંગ રૂમમાં તિરાડો વધુ ઊંડી થઈ’

ગૌતમ ગંભીરના કોચિંગ સ્ટાફમાં થઈ શકે છે મોટો ફેરફાર; 'ડ્રેસિંગ રૂમમાં તિરાડો વધુ ઊંડી થઈ'

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી સિરિઝ બાદ ભારતીય ક્રિકેટ ટીમના સપોર્ટ સ્ટાફમાં મોટા ફેરફારો થવાની પ્રબળ સંભાવના છે. અહેવાલો અનુસાર, મુખ્ય કોચ ગૌતમ ગંભીરની ટીમનો ઓછામાં ઓછો એક સભ્ય ટૂંક સમયમાં જ સાથ છોડી શકે છે. આ સભ્યએ આગામી આઈપીએલ (IPL) ફ્રેન્ચાઈઝીઓ સાથે પણ વાતચીત શરૂ કરી દીધી હોવાનું સામે આવ્યું છે, જોકે હજુ સુધી કોઈ ચોક્કસ કોચના નામનો ખુલાસો થયો નથી.

કોન્ટ્રેક્ટ પૂરો થાય તે પહેલા જ વિદાયના સંકેત ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (TOI) ના રિપોર્ટ અનુસાર, એક સિનિયર સભ્ય ઉપરાંત અન્ય એક કોચ પણ પોતાનું પદ છોડી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફને ૨+૧ વર્ષનો કોન્ટ્રેક્ટ (Contract) મળ્યો છે. જેમાં શરૂઆતના બે વર્ષ પૂર્ણ થયા બાદ જો કોઈ કોચ ઈચ્છે તો પોતાના કરારને આગળ લંબાવી શકે છે. જુલાઈ ૨૦૨૪માં ગૌતમ ગંભીરે મુખ્ય કોચ તરીકે પદ સંભાળ્યું હતું અને ત્યારબાદ મોર્ને મોર્કેલ સહિતનો સ્ટાફ ટીમ સાથે જોડાયો હતો. રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોચિંગ પદ છોડવાનું કારણ માત્ર આયર્લેન્ડ કે ઇંગ્લેન્ડ સામેની હાર નથી.

ડ્રેસિંગ રૂમનો માહોલ બગડ્યો અને સિલેક્ટર્સ સાથે મતભેદ સૂત્રોના જણાવ્યા અનુસાર, દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે રમાયેલી બે ટેસ્ટ મેચોની સિરિઝમાં મળેલી હાર બાદ ભારતીય ડ્રેસિંગ રૂમની (Dressing room) સ્થિતિ બહુ સારી નથી અને ત્યાં અંદરોઅંદર મતભેદો વધી ગયા છે. આ સિવાય ટીમ સિલેક્ટર્સ (Selectors) અને કોચિંગ સ્ટાફ વચ્ચેના વૈચારિક મતભેદોએ સ્થિતિને વધુ ગૂંચવી દીધી છે. એવું પણ સામે આવ્યું છે કે સ્પિન-બોલિંગ કોચ તરીકે સાઈરાજ બહુતલેને કાયમી ધોરણ જેવા સેટઅપમાં સામેલ કરવામાં આવ્યા છે, જે પહેલા માત્ર કામચલાઉ વ્યવસ્થા માનવામાં આવતા હતા. બહુતલેએ ૨૦૨૪માં શ્રીલંકા પ્રવાસ દરમિયાન મોર્કેલની ગેરહાજરીમાં વચગાળાના બોલિંગ કોચ તરીકે કામ કર્યું હતું.

ઝિમ્બાબ્વે પ્રવાસ પર વીવીએસ લક્ષ્મણને મોકલવા સામે સવાલ સપોર્ટ સ્ટાફમાં ચાલી રહેલી આ તણાવભરી સ્થિતિ વચ્ચે, ભારતીય ક્રિકેટ બોર્ડે (BCCI) ઝિમ્બાબ્વેના ટૂંકા પ્રવાસ માટે ગૌતમ ગંભીરના સ્ટાફને બદલે વીવીએસ લક્ષ્મણ (VVS Laxman) ની આગેવાની હેઠળની અલગ ટીમને મોકલી છે. ક્રિકેટ જગતના એક જાણીતા સૂત્રએ આ નિર્ણય સામે સવાલ ઉઠાવતા કહ્યું કે, “ગંભીરના સપોર્ટ સ્ટાફને આઈપીએલ દરમિયાન લાંબો બ્રેક મળ્યો હતો. તેમ છતાં ઝિમ્બાબ્વે પ્રવાસ જેવા નાના અસાઇનમેન્ટ માટે લક્ષ્મણને મોકલવાનો નિર્ણય સમજની બહાર છે. એશિયન ગેમ્સ માટે પણ તેમને મોકલવાની યોજના છે. આ બધી બાબતો દર્શાવે છે કે પડદા પાછળ કંઈક મોટું ચાલી રહ્યું છે અને બોર્ડ ભવિષ્ય માટે અન્ય વિકલ્પો પણ ચકાસી રહ્યું છે.”

સંબંધિત પોસ્ટ્સ

IPL 2026: RCB ના સ્ટાર ઓલરાઉન્ડર અને હાર્દિક પંડ્યા પર BCCI ની કડક કાર્યવાહી, જાણો શું છે કારણ

praxpatel

IPL 2026: MS ધોનીના સંન્યાસ પર સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન, ચાહકોમાં ચર્ચા તેજ

praxpatel

નૂર અહમદના ધાકડ કમબેક પાછળ કોનો હાથ? 4 મેચમાં માત્ર 1 વિકેટ લેનાર સ્પિનરે કેવી રીતે પલટી નાખી બાજી!

praxpatel