Gujarat Plus
Breaking News
તાજા સમાચાર

શેરબજારમાં ભૂકંપ! સેન્સેક્સ 1150 પોઈન્ટ તૂટ્યો, સોના-ચાંદીના ભાવમાં પણ ઉથલપાથલ

Market Crash : મંગળવારનો દિવસ શેરબજારના રોકાણકારો માટે ‘અમંગળ’ સાબિત થઈ રહ્યો છે. ઘટાડા સાથે ખુલેલું બજાર જોતજોતામાં ક્રેશ થઈ ગયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો સેન્સેક્સ ખુલ્યા બાદ સતત ગગડતો રહ્યો અને બપોરે 12 વાગ્યાની આસપાસ 1150 પોઈન્ટથી વધુ તૂટી ગયો હતો. બીજી તરફ નિફ્ટી પણ 300 પોઈન્ટથી વધુ નીચે સરકી ગઈ છે, જેના કારણે રોકાણકારોના લાખો કરોડ રૂપિયા પળવારમાં સ્વાહા થઈ ગયા છે. માત્ર શેરબજાર જ નહીં, પરંતુ સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે કોમોડિટી માર્કેટમાં પણ ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એક તરફ સોનાના ભાવમાં (Gold Rate) અચાનક મોટો ઘટાડો થયો છે, તો બીજી તરફ ચાંદીના ભાવમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે

ચાંદીના ભાવમાં ભારે ઉતારચઢાવ

ચાંદીના ભાવમાં શરૂઆતથી જ અસ્થિરતા જોવા મળી રહી છે. 5 માર્ચની એક્સપાયરી વાળી ચાંદી ગ્રીન ઝોનમાં ખુલી હતી, પરંતુ અચાનક તેમાં ₹2100 થી વધુનો ઘટાડો થયો હતો. જોકે, થોડી વાર બાદ તે ફરી રિકવર થઈને ગ્રીન ઝોનમાં આવી ગઈ હતી. અહેવાલ લખાય છે ત્યારે ચાંદી ₹1300 ના ઉછાળા સાથે

જોતજોતામાં સેન્સેક્સનિફ્ટી ક્રેશ

શેરબજારની વાત કરીએ તો, મંગળવારે સેન્સેક્સ અગાઉના 83,294 ના બંધની સરખામણીએ ઘટાડા સાથે 83,052 પર ખૂલ્યો હતો. ઓપનિંગ બાદ ઘટાડો ઝડપી બન્યો અને થોડી જ વારમાં સેન્સેક્સ 1157 પોઈન્ટ તૂટીને 82,137 ના સ્તરે પહોંચી ગયો હતો. સેન્સેક્સની જેમ નિફ્ટી-50 માં પણ મોટો કડાકો જોવા મળ્યો હતો. નિફ્ટી સોમવારે 25,713 ના સ્તરે બંધ થઈ હતી અને મંગળવારે 25,641 પર ખૂલી હતી. ત્યારબાદ નિફ્ટી 326 પોઈન્ટ ગગડીને 25,387 ના સ્તરે આવી ગઈ હતી.

 

સોનું અચાનક આટલું સસ્તું થયું

કોમોડિટી માર્કેટમાં સોનાની ચાલ પણ બદલાયેલી જોવા મળી છે. MCX પર 2 એપ્રિલની એક્સપાયરી વાળું સોનું સોમવારે ₹1,61,598 (પ્રતિ 10 ગ્રામ) પર બંધ થયું હતું, જે મંગળવારે ઘટીને ₹1,60,295 સુધી પહોંચી ગયું હતું. એટલે કે સોનું ₹2303 સસ્તું થયું છે. આ ઘટાડા બાદ 24 કેરેટ સોનું તેના હાઈ લેવલથી ₹32,801 જેટલું સસ્તું મળી રહ્યું છે.

સંબંધિત પોસ્ટ્સ

“આ મહિલાઓ માટેનો કાયદો નથી, ચૂંટણી નકશો બદલવાનું કાવતરું છે”: સંસદમાં રાહુલ ગાંધીના આકરા પ્રહાર

praxpatel

ઈરાન જંગને કારણે ઊર્જા સંકટ: હવે પરમાણુ શક્તિ બનશે દુનિયાનો નવો સહારો?

praxpatel

મણિપુરમાં ફરી હિંસાનો પલિતો: રોકેટ હુમલામાં બે માસૂમ બાળકોના મોત, 5 જિલ્લામાં ઇન્ટરનેટ ઠપ્પ

praxpatel