Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીય

Donald Trump: જે લેખિકાએ ટ્રમ્પ પર લગાવ્યો હતો જાતીય શોષણનો આરોપ, રાષ્ટ્રપતિ બનતા જ તેની સામે બેસાડી તપાસ

Donald Trump: જે લેખિકાએ ટ્રમ્પ પર લગાવ્યો હતો જાતીય શોષણનો આરોપ, રાષ્ટ્રપતિ બનતા જ તેની સામે બેસાડી તપાસ

અમેરિકાના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જે લેખિકાએ જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો, હવે તેની સામે જ ગુનાહિત તપાસ શરૂ કરવામાં આવી છે. અમેરિકાના ન્યાય વિભાગે (Justice Department) પૂર્વ કૉલમ લેખિકા ઈ. જીન કેરોલ વિરુદ્ધ આ કાર્યવાહી શરૂ કરી છે.

ટ્રમ્પ પર શું હતો આરોપ?

લેખિકા ઈ. જીન કેરોલે આરોપ લગાવ્યો હતો કે વર્ષ 1996માં ન્યૂયોર્કના એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ડોનાલ્ડ ટ્રમ્પે તેમનું જાતીય શોષણ કર્યું હતું. આ સિવિલ કેસમાં અદાલતે ટ્રમ્પને દોષિત જાહેર કર્યા હતા.

બીજા એક કેસમાં જ્યુરીએ ટ્રમ્પને માનહાનિના દોષિત માન્યા હતા. ટ્રમ્પે જાતીય શોષણના આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે, “કેરોલ મારી ટાઇપની મહિલા નથી.” ટ્રમ્પે એવો પણ આરોપ લગાવ્યો હતો કે કેરોલે પોતાનું પુસ્તક વેચવા માટે આ ખોટી વાર્તા બનાવી છે. કોર્ટે ટ્રમ્પને માનહાનિના કેસમાં કેરોલને 8 કરોડ 33 લાખ ડોલરનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

હવે કેરોલ સામે કેમ થઈ રહી છે તપાસ?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવી તપાસ એ વાત પર કેન્દ્રિત છે કે શું કેરોલે ટ્રમ્પ સામેના કેસોમાં ખોટી જુબાની (Perjury) આપી હતી.

  • ન્યાય વિભાગના વકીલો કેરોલની વર્ષ 2022ની એક જુબાનીનો હવાલો આપી રહ્યા છે.

  • તે સમયે કેરોલે કહ્યું હતું કે તેમને આ કેસ લડવા માટે બહારથી કોઈ આર્થિક મદદ મળી નથી.

  • જો કે, પાછળથી જાણવા મળ્યું કે અબજોપતિ રીડ હોફમેને તેમની કાનૂની ફી અને અન્ય ખર્ચ ચૂકવ્યા હતા.

ટ્રમ્પના વફાદાર અધિકારી કરી રહ્યા છે તપાસ

ધ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, આ સંઘીય તપાસ પ્રોસિક્યુટર એન્ડ્રુ એસ. બોટ્રોસે શરૂ કરી છે. મહત્વની વાત એ છે કે બોટ્રોસની આ પદ પર નિમણૂક ખુદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ કરી છે. ટ્રમ્પ દ્વારા પોતાના વિરોધીઓ સામે ન્યાય વિભાગનો ઉપયોગ કરવાના આ પગલાં પર હવે અમેરિકામાં રાજકીય વિવેચકો સતત સવાલો ઉઠાવી રહ્યા છે.

સંબંધિત પોસ્ટ્સ

ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાને મોટો ઝટકો: ઈટાલીએ ‘સિગોનેલા બેઝ’ વાપરવાની ના પાડી દીધી

praxpatel

અબ્રાહમ એકોર્ડ: ઈઝરાયલ સાથેના સંબંધો પર પાકિસ્તાને ટ્રમ્પની અપીલ ફગાવી, સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફનું મોટું નિવેદન

praxpatel

સ્પીડ બોટ નેવીના ચક્કરમાં અમેરિકાએ ઈરાનની ફિશિંગ બોટ્સ પર કરી દીધો હુમલો

praxpatel