Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

હવે ડીઝલમાં 10% આલ્કોહોલ અને LPGમાં DME ભેળવશે સરકાર

હવે ડીઝલમાં 10% આલ્કોહોલ અને LPGમાં DME ભેળવશે સરકાર

ભારત સરકાર હવે ઈંધણ ક્ષેત્રે મોટો ફેરફાર કરવા જઈ રહી છે. મધ્ય-પૂર્વના દેશોમાં ચાલી રહેલા યુદ્ધ અને ક્રૂડ ઓઈલની વધતી આયાતને ઘટાડવા માટે સરકાર ડીઝલ અને કોમર્શિયલ ગેસમાં નવા તત્વો ભેળવવાની તૈયારીમાં છે. મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધના કારણે સર્જાયેલા ઊર્જા સુરક્ષા સંકટ અને ક્રૂડ ઓઈલ માટે આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે સરકારે ડીઝલ અને કમર્શિયલ એલપીજીમાં ભેળસેળની શરૂઆત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું લીધું છે. ભારતીય માનક બ્યુરો (બીઆઈએસ) આ ઈંધણો માટે ગુણવત્તા માપદંડોને અંતિમરૂપ આપવાની તૈયારી કરી રહ્યું છે. સરકાર ડીઝલમાં આઈસોબ્યૂટાઈલ આલ્કોહોલ અને કમર્શિયલ એલપીજીમાં ડીએમઈના મિશ્રણને મંજૂરી આપે તેવી શક્યતા છે

ડીઝલ માં શું ભેળવવામાં આવશે?

સરકાર ડીઝ લમાં 10% આઈસોબ્યૂટાઈલ આલ્કોહોલ (IBA) ભેળવવાની યોજના બનાવી રહી છે. આ એક જ્વલનશીલ પ્રવાહી છે જે મોટે ભાગે અનાજમાંથી બનાવવામાં આવે છે. આનાથી તેલની આયાત પરની નિર્ભરતા ઘટશે અને ખેડૂતોને પણ ફાયદો થશે.

કોમર્શિયલ LPG માટે નવા નિયમો

માત્ર કોમર્શિયલ ગેસ સિલિન્ડર (હોટેલ, રેસ્ટોરાં અને ઉદ્યોગો) માટે ડીએમઈ (DME – ડાઈમિથાઈલ ઈથર) મિશ્રણ કરવામાં આવશે. આ ફેરફાર ઘરેલુ વપરાશના (લાલ સિલિન્ડર) માટે નથી.

મુખ્ય મુદ્દાઓ:

  • નવા સ્ટાન્ડર્ડ: BIS (ભારતીય માનક બ્યુરો) 15 જૂન સુધીમાં નવા માપદંડો જાહેર કરી શકે છે.

  • કોને થશે ફાયદો: આ નિર્ણયથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનશે.

  • રસોઈમાં વપરાશ: ડીએમઈ મિશ્રિત ગેસ હાલમાં ઘરેલુ રસોઈ માટે અયોગ્ય માનવામાં આવે છે, તેથી તે ફક્ત વ્યવસાયિક ઉપયોગ માટે જ રહેશે.

  • અમલીકરણ: 15 મે 2026 સુધીમાં આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન આવી શકે છે.

આ પગલાથી ભારત ઊર્જા સુરક્ષાના ક્ષેત્રમાં સ્વનિર્ભર બનવા તરફ આગળ વધશે.

સંબંધિત પોસ્ટ્સ

ગુજરાતના 10 જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી, 30થી 40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે

praxpatel

ઓસ્ટ્રેલિયાની સંસદમાં બાબા બાગેશ્વરનું ઐતિહાસિક સંબોધન: ‘વિશ્વમાં શાંતિ ત્યારે જ આવશે જ્યારે મનમાં શાંતિ હશે’

praxpatel

અમદાવાદમાં મેઘતાંડવ: બોપલમાં આર્મીએ બોટ ઉતારી, બાવળામાં 900 લોકોનું રેસ્ક્યૂ

praxpatel