Gujarat Plus
Breaking News
ગુજરાત

ધોળકામાં માટી માફિયાઓ બેફામ: ખેડૂતની જાણ બહાર 8 વીઘા જમીન ખોદી 50,000 ઘનમીટર માટીની ચોરી

ધોળકા માં માટી માફિયાઓ બેફામ: ખેડૂતની જાણ બહાર 8 વીઘા જમીન ખોદી 50,000 ઘનમીટર માટીની ચોરી

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ધોળકા તાલુકામાં માટી માફિયાઓએ આતંક મચાવ્યો છે. અહીં એક ખેડૂતની જમીનમાંથી તેની જાણ બહાર મોટી માત્રામાં માટીની ચોરી થઈ છે.

ભુંભલી ગામમાં બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. માફિયાઓએ માત્ર ૧૫ દિવસમાં જ આખી જમીન ખોદી નાખી છે.

માત્ર 15 દિવસમાં 8 ફૂટ ઊંડા ખાડા પાડી દીધા

મળતી માહિતી મુજબ, ભુપતભાઇ પ્રજાપતિ સરખેજ વિસ્તારમાં રહે છે. તેમણે ધોળકાના ભુંભલી ગામની સીમમાં ૧૨ વીઘા જમીન ખરીદી હતી. આ જમીન પર સ્થાનિક માટી માફિયાઓની નજર પડી હતી.

ખેડૂત હાજર ન હતા તેનો માફિયાઓએ ફાયદો ઉઠાવ્યો. તેમણે માત્ર ૧૫ દિવસમાં ૮ વીઘા જમીનમાંથી માટી ચોરી લીધી. માફિયાઓએ જમીનમાં ૮ ફૂટ જેટલા ઊંડા ખાડા પાડી દીધા છે.

હાઇવે પર હોટલ નજીક માટીનું પુરાણ કર્યું

આ આખા કૌભાંડમાં વિપુલભાઈ મારૂ નામના આરોપીનું નામ સામે આવ્યું છે. આરોપીએ ડમ્પરો અને જેસીબી (JCB) મશીનોનો ઉપયોગ કર્યો હતો. તેણે દિવસ-રાત એક કરીને ગેરકાયદેસર રીતે માટી ખોદી કાઢી હતી.

અહેવાલો અનુસાર, આ ચોરીની માટી વટામણ-બગોદરા હાઇવે પર મોકલવામાં આવી હતી. ત્યાં એક હોટલ નજીક પુરાણ કરવા માટે આ માટીનો ઉપયોગ કરાયો હતો.

પોલીસ અને ખાણ ખનીજ વિભાગ એક્શનમાં

પોતાની કિંમતી જમીનની આવી હાલત જોઈને ખેડૂત ચોંકી ગયા હતા. ભોગ બનનાર ખેડૂતે આખરે પોલીસનો સંપર્ક કર્યો. ખેડૂતની ફરિયાદના આધારે કોઠ પોલીસે ગુનો નોંધી લીધો છે.

આરોપી વિપુલ મારૂ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ગુજરાત ખનીજ અધિનિયમ હેઠળ કેસ દાખલ થયો છે. પોલીસ હાલ આ મામલે સઘન તપાસ કરી રહી છે.

બીજી તરફ, ખાણ ખનીજ વિભાગ પણ એક્શનમાં આવ્યું છે. સત્તાવાર સર્વેક્ષણ પછી આ માટી ચોરીનો આંકડો હજુ મોટો થઈ શકે છે. આ કૌભાંડમાં અન્ય લોકોની સંડોવણી પણ બહાર આવી શકે છે.

< /p>

સંબંધિત પોસ્ટ્સ

સુરતના કામરેજમાં આભ ફાટ્યું: 12 કલાકમાં 16 ઈંચ વરસાદ, અત્ર-તત્ર-સર્વત્ર પાણીનું સામ્રાજ્ય

praxpatel

અમદાવાદના SP રિંગ રોડ ઉપર વૈષ્ણવદેવીથી ઝુંડાલ જવાના માર્ગ ઉપર સ્થાનિકોનો ચક્કાજામ

aminparmar

અમદાવાદ રથયાત્રા 2026: સરસપુરમાં મામેરું ભરાયું, ભગવાન પ્રેમ દરવાજા તરફ રવાના

praxpatel