Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

વાવ-થરાદમાં ખેડૂતોના ખાતા સાફ: 100થી વધુ લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યાનો દાવો

બનાસકાંઠાના વાવ અને થરાદ પંથકમાં ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓમાં ધરખમ વધારો થયો છે. તાજેતરમાં વધુ બે ખેડૂતો સાયબર ક્રાઈમનો શિકાર બન્યા છે. આ વિસ્તારના આશરે 100 જેટલા લોકોના ખાતામાંથી ગેરકાયદે રીતે નાણાં ઉપડી ગયા હોવાનો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે.

 વાવ અને થરાદમાં ખેડૂતના ખાતામાંથી 8500 રૂપિયા ગાયબ

થરાદના વડગામડા ગામના ખેડૂત વાઘાભાઈ ચૌધરીના SBI ખાતામાંથી અચાનક નાણાં કપાઈ ગયા હતા.

  • તારીખ 29 માર્ચ 2026ના રોજ રવિવારે તેઓ ઘરે હતા.

  • અચાનક મોબાઈલ પર 8500 રૂપિયા કપાઈ ગયાનો મેસેજ આવ્યો.

  • વાઘાભાઈએ કોઈ પણ પ્રકારનો વ્યવહાર કર્યો ન હોવા છતાં પૈસા કપાઈ જતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા.

મેસેજ આવ્યા વગર 10 હજાર ઉપડી ગયા

અન્ય એક કિસ્સામાં એક પ્રજાપતિ ખેડૂતના ખાતામાંથી 10 હજાર રૂપિયા કપાઈ ગયા હતા. આશ્ચર્યની વાત એ છે કે તેમને પૈસા કપાયાનો કોઈ મેસેજ પણ આવ્યો ન હતો. જ્યારે તેમણે SBI YONO એપમાં ચેક કર્યું ત્યારે આ છેતરપિંડીની ખબર પડી હતી.

100થી વધુ લોકો ભોગ બન્યા હોવાની આશંકા

ભોગ બનનાર ખેડૂતોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં તેમના એકલાના નહીં પણ 100થી વધુ લોકોના ખાતામાંથી આ રીતે પૈસા ઉપડી ગયા છે. બેંક અધિકારીઓએ પણ સ્વીકાર્યું છે કે અત્યારે આ પ્રકારના સાયબર ફ્રોડ ખૂબ વધી રહ્યા છે.

શું કરી કાર્યવાહી?

  1. વાઘાભાઈએ સ્ટેટ સાયબર સેલ CID ક્રાઈમ ગાંધીનગર ખાતે ઓનલાઈન ફરિયાદ નોંધાવી છે.

  2. બંને ખેડૂતોએ પોલીસમાં લેખિત અરજી આપીને કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.

  3. પોતાની મહેનતની કમાણી પરત અપાવવા ખેડૂતોએ વિનંતી કરી છે.

સંબંધિત પોસ્ટ્સ

RCBનો અતૂટ રેકોર્ડ: મુંબઈ કે ચેન્નાઈ નહીં, બેંગલુરુએ IPL ઈતિહાસમાં કરી બતાવ્યું આ પરાક્રમ!

praxpatel

3 માર્ચે ચંદ્રગ્રહણ: દ્વારકાના જગતમંદિરમાં બપોરે જ ઉજવાશે ફૂલડોલ ઉત્સવ, જાણો દર્શન અને સેવા ક્રમનો નવો સમય

aminparmar

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને અમદાવાદ ગુરૂદ્વારામાં માથુ ટેકાવી ગુજરાતની સુખ, શાંતિ, સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી

ANIL PATEL