Gujarat Plus
Breaking News
સ્પોર્ટ્સ

પ્રીતિ ઝિંટા સાથે બ્રેટ લીનું હતું અફેર? ૧૫ વર્ષ પછી ક્રિકેટરે તોડી ચૂપકીદી, બોલ્યા- લોકો વાતો બનાવતા રહ્યા…

પ્રીતિ ઝિંટા સાથે બ્રેટ લીનું હતું અફેર? ૧૫ વર્ષ પછી ક્રિકેટરે તોડી ચૂપકીદી, બોલ્યા- લોકો વાતો બનાવતા રહ્યા...

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ પ્રથમ વખત પ્રીતિ ઝિંટા સાથે પોતાના અફેરની ચર્ચાઓ પર ખુલીને વાત કરી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે તેમણે ક્યારેય કોઈ બોલિવૂડ અભિનેત્રીને ડેટ કરી નથી. લીએ પ્રીતિને ભારતમાં પોતાની સૌથી નજીકની મિત્રોમાંથી એક ગણાવી હતી. તો બીજી તરફ પ્રીતિ ઝિંટા પણ અગાઉ આ અફવાઓને પાયાવિહોણી ગણાવી ચૂકી છે.

બ્રેટ લી પોતાના સમયના સૌથી ઝડપી બોલરોમાં ગણાતા હતા. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં તેમણે સૌથી પહેલા કિંગ્સ ઇલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) તરફથી રમત રમી હતી.

ત્યારબાદ તેઓ કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) નો પણ ભાગ રહ્યા હતા. IPL દરમિયાન પ્રીતિ ઝિંટા અને બ્રેટ લી અવારનવાર એકસાથે જોવા મળતા હતા, જેના પછી બંનેના સંબંધોને લઈને સતત અફવાઓ ઉડવા લાગી હતી.

હાલમાં જ ‘બોમ્બે ટાઇમ્સ’ને આપેલા ઇન્ટરવ્યુમાં બ્રેટ લીએ આ ચર્ચાઓ પર ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું— “મેં ક્યારેય કોઈ બોલિવૂડ અભિનેત્રીને ડેટ કરી નથી.”

લીએ કહ્યું કે આવી અફવાઓથી તેમને ક્યારેય કોઈ ફરક પડ્યો નથી, કારણ કે તેમને સત્યની ખબર હતી. તેમણે ઉમેર્યું, “લોકો ગમે તેટલી અટકળો લગાવે, પરંતુ મેં ક્યારેય આ વાતોને પોતાના પર હાવી થવા દીધી નથી.”

પૂર્વ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરે પ્રીતિ ઝિંટાના મન મૂકીને વખાણ પણ કર્યા હતા. તેમણે કહ્યું કે કિંગ્સ ઇલેવન પંજાબમાં રમવા દરમિયાન બંને વચ્ચે સારી મિત્રતા થઈ હતી અને આજે પણ તે ભારતમાં તેમની સૌથી ખાસ મિત્રોમાં સામેલ છે. લીએ પ્રીતિને ખૂબ જ સમજદાર ગણાવી અને કહ્યું કે તેઓ તેમનું ખૂબ સન્માન કરે છે.

આ પહેલીવાર નથી જ્યારે બ્રેટ લીએ પ્રીતિ સાથેના પોતાના સંબંધો પર સ્પષ્ટતા આપી હોય. ૨૦૧૧માં મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન પણ તેમણે કહ્યું હતું કે કિંગ્સ ઇલેવન પંજાબમાં સાથે કામ કરવા દરમિયાન બંને વચ્ચે સારી મિત્રતા થઈ હતી અને પ્રીતિ ભારતમાં તેમની સૌથી નજીકની મિત્રોમાંથી એક છે.

પ્રીતિ ઝિંટાએ પણ આપ્યો હતો કડક જવાબ

જ્યારે બ્રેટ લી અને પ્રીતિ ઝિંટાના સંબંધોને લઈને અફવાઓ સતત વધવા લાગી હતી, ત્યારે પ્રીતિએ પણ સોશિયલ મીડિયા પર તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે ૨૦૧૦માં X (ત્યારનું Twitter) પર લખ્યું હતું કે તેઓ પોતાની ટીમના ખેલાડીઓ કે અન્ય કોઈ ક્રિકેટરને ડેટ કરી રહ્યા નથી.

પ્રીતિએ લખ્યું હતું:

“હું મારા ટીમમેટ્સ સાથે વારંવાર મારું નામ જોડાવવાથી કંટાળી ગઈ છું. રેકોર્ડ માટે જણાવી દઉં કે હું સિંગલ છું અને મારી ટીમના કોઈ ખેલાડી કે કોઈ ક્રિકેટરને ડેટ કરી રહી નથી. જ્યારે હું કોઈને ડેટ કરીશ ત્યારે તમારા બધાને ખબર પડી જ જશે.”

હવે ક્યાં છે બ્રેટ લી અને પ્રીતિ ઝિંટા?

પ્રીતિ ઝિંટાએ વર્ષ ૨૦૧૬માં પોતાના જૂના મિત્ર જીન ગુડઇનફ (Gene Goodenough) સાથે લોસ એન્જિલસમાં એક ખાનગી હિન્દુ સમારંભમાં લગ્ન કર્યા હતા. વર્ષ ૨૦૨૧માં સરોગસી દ્વારા બંને જોડિયા બાળકોના માતા-પિતા બન્યા હતા. ફિલ્મોની વાત કરીએ તો પ્રીતિ છેલ્લે સન્ની દેઓલની ફિલ્મ ‘ભૈયાજી સુપરહિટ’માં જોવા મળી હતી. હવે તેઓ રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘બંટવારા ૧૯૪૭’ થી પુનરાગમન કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં સન્ની દેઓલ મુખ્ય ભૂમિકામાં છે અને તેને આમિર ખાન પ્રોડ્યુસ કરી રહ્યા છે.

બીજી તરફ, બ્રેટ લીએ ૨૦૧૫માં પોતાની ૨૦ વર્ષ લાંબી ક્રિકેટ કારકિર્દીને અલવિદા કહ્યું હતું. તેમણે ઓસ્ટ્રેલિયા માટે ૭૬ ટેસ્ટ મેચમાં ૩૧૦ વિકેટ અને ૨૨૧ વનડે મેચોમાં ૩૮૦ વિકેટ ઝડપી હતી.


સંબંધિત પોસ્ટ્સ

LSG ની ટેન્શન વધી: 21 કરોડનો આ ખેલાડી રન બનાવવાનું ભૂલ્યો, સતત ચોથી મેચમાં સુપર ફ્લોપ

praxpatel

IPL 2026: અભિષેક શર્માના નામે નોંધાયો અણગમતો રેકોર્ડ, રોહિત શર્મા અને સંજુ સેમસનની કરી બરાબરી

praxpatel

IND vs NZ Final: મોહમ્મદ આમિરની મોટી ભવિષ્યવાણી, ભારત કે ન્યૂઝીલેન્ડ કોણ જીતશે વર્લ્ડ કપ?

Maheriya Nirali