T20 વર્લ્ડ કપ 2026નો ફાઈનલ મુકાબલો હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ખેલાવા જઈ રહ્યો છે. આ ઐતિહાસિક મેચ પહેલા ક્રિકેટ જગતમાં ભવિષ્યવાણીઓનો દોર શરૂ થયો છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે.
શું ભારત જીતશે ફાઈનલ?
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પાકિસ્તાની શો ‘હંસના મના હૈ’માં હોસ્ટ તાબિશ હાશ્મી આમિરને પૂછે છે કે ચેમ્પિયન કોણ બનશે? શરુઆતમાં મજાકમાં આમિરે ભારતનું નામ લીધું હતું, પરંતુ જેવી ગંભીર ચર્ચા શરૂ થઈ કે તરત જ આમિરે પોતાનો પક્ષ બદલી નાખ્યો હતો.
View this post on Instagram
કેમ આમિરે ન્યૂઝીલેન્ડને ગણાવ્યું ફેવરિટ?
મોહમ્મદ આમિરે તર્ક આપતા જણાવ્યું કે, ભલે બંને ટીમની બેટિંગ મજબૂત હોય, પરંતુ ન્યૂઝીલેન્ડની બોલિંગ લાઇન-અપ ભારત કરતા વધુ સારી છે. તેના મતે, ભારત તરફથી માત્ર જસપ્રીત બુમરાહ જ સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી રહ્યો છે, જ્યારે કિવી ટીમ પાસે સંતુલિત આક્રમણ છે. આમિરે દાવો કર્યો કે ભારત ગમે તેટલો સ્કોર કરે અથવા પહેલા બોલિંગ કરે, જીત ન્યૂઝીલેન્ડની જ થશે.
IND vs NZ: ફાઈનલ મેચ રમવા માટે ટીમ ઈન્ડિયા અમદાવાદ પહોંચી, એરપોર્ટ પર જોવા મળ્યો ઉત્સાહ
ટ્રોલિંગનો ડર કે પછી નસીબ?
નોંધનીય છે કે આ પહેલા સુપર-8માં આમિરે ભવિષ્યવાણી કરી હતી કે ભારત સેમીફાઈનલમાં નહીં પહોંચે, જે ખોટી સાબિત થઈ હતી. હવે ભારતીય ફેન્સ કહી રહ્યા છે કે આમિર જે ટીમની હારની વાત કરે છે તે ટીમ જીતી જાય છે, તેથી આમિરનું આ નવું નિવેદન ભારત માટે શુકનવંતુ સાબિત થઈ શકે છે!
IND vs NZ: હેડ-ટુ-હેડ આંકડા
- T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં બંને ટીમો પ્રથમ વખત ફાઇનલમાં સામસામે છે.
- અત્યાર સુધીના આંકડા મુજબ આ ટુર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડનું પલ્લું ભારત સામે ભારે રહ્યું છે.
- ભારત આ વખતે ઘરઆંગણે અમદાવાદમાં આ ઇતિહાસ બદલવા મેદાને ઉતરશે.
