Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપનો વિજય રથ: 12 વર્ષમાં 8થી વધીને 22 રાજ્યોમાં પહોંચી NDA સરકાર, બંગાળમાં સર્જાયો ઇતિહાસ!

ભાજપનો વિજય રથ: 12 વર્ષમાં 8થી વધીને 22 રાજ્યોમાં પહોંચી NDA સરકાર, બંગાળમાં સર્જાયો ઇતિહાસ!

ભારતીય રાજકારણના નકશા પર અત્યારે ‘ભગવો’ રંગ છવાયેલો જોવા મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ અભેદ્ય કિલ્લો સર કર્યો છે. આ સાથે જ દેશના 22 રાજ્યોમાં હવે ભાજપ અથવા NDAની સરકાર બની ગઈ છે.

12 વર્ષમાં મોટી છલાંગ

વર્ષ 2014માં NDA માત્ર 8 રાજ્યો પૂરતું સીમિત હતું. આજે 2026માં આ આંકડો વધીને 22 પર પહોંચ્યો છે. આસામ અને પુડુચેરીમાં પણ ભાજપ ગઠબંધન મજબૂત બન્યું છે. ભાજપના 47મા સ્થાપના દિવસ પર કાર્યકરો માટે આ સૌથી મોટી ભેટ છે.

બંગાળમાં 75 વર્ષનું સપનું પૂરું થયું

ભાજપના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મભૂમિ બંગાળમાં આઝાદી પછી પહેલીવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે.  શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ 1901માં કોલકાતાના બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે તેમની રાજકીય સફરની શરૂઆત 1929થી કરી અને કોંગ્રેસ સાથે જોડાયા. જો કે, એક વર્ષ પછી જ તેમણે કોંગ્રેસ છોડી દીધી. 1939માં તેઓ હિંદુ મહાસભામાં જોડાયા અને 1940માં હિંદુ મહાસભાના પ્રમુખ બન્યા. તેઓ સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહ્યા હતા. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ તેમની ક્ષમતા જોઈને મુખર્જીને પોતાના મંત્રીમંડળમાં ઉદ્યોગ અને પુરવઠા મંત્રી બનાવ્યા હતા, પરંતુ તેઓ લાંબો સમય સાથે રહ્યા નહીં. નેહરુ કેબિનેટમાંથી રાજીનામું આપીને વર્ષ 1951માં શ્યામા પ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની રચના કરી, આ તે જ ભારતીય જનસંઘ છે જેના વૈચારિક એજન્ડા પર ભાજપની રચના થઈ હતી. ઇતિહાસ સાક્ષી છે કે જનસંઘ(હવે ભાજપ)નો જન્મ બંગાળના ગર્ભમાંથી થયો હતો, પરંતુ રાજકીય વિડંબના એ હતી કે દાયકાઓ સુધી આ પક્ષ પોતાની જ જન્મભૂમિ પર ‘બહારનો’ ગણાતો રહ્યો. જનસંઘથી લઈને ભાજપ સુધી, બંગાળની જમીન 75 વર્ષ સુધી રાજકીય રીતે વેરાન રહી હતી. ડાબેરીઓના 34 વર્ષ અને તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષોએ ભાજપની શક્તિ સીમિત બનાવીને રાખી હતી. આઝાદી પછી પહેલીવાર બંગાળમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે.

  • ચૂંટણીના વલણો મુજબ ભાજપ 190થી વધુ બેઠકો જીતી રહી છે.

  • મમતા બેનર્જીની TMC 100થી ઓછી બેઠકો પર સમેટાઈ ગઈ છે.

  • બંગાળમાં 34 વર્ષ ડાબેરીઓ અને 15 વર્ષ TMCનું શાસન રહ્યું હતું.

ડાબેરીઓનો દેશમાંથી સફાયો

એક સમયે બંગાળ અને કેરળ ડાબેરીઓના ગઢ હતા. બંગાળમાં તેઓ પહેલા જ સત્તા ગુમાવી ચૂક્યા હતા. હવે કેરળમાં પણ કોંગ્રેસના નેતૃત્વવાળી UDFની જીત થઈ છે. આ સાથે જ ભારતના રાજકીય નકશામાંથી ડાબેરી શાસનની વિદાય થઈ છે.

તમિલનાડુમાં એક્ટર વિજયનો જાદુ

દક્ષિણ ભારતના રાજકારણમાં મોટા ઉલટફેર જોવા મળ્યા છે.

  • એમ. કે. સ્ટાલિનની 10 વર્ષ જૂની સરકારની વિદાય થઈ છે.

  • સુપરસ્ટાર વિજયની પાર્ટી TVK એ 105થી વધુ બેઠકો પર સરસાઈ મેળવી છે.

  • નવા પક્ષ હોવા છતાં વિજયે તમામ સમીકરણો બદલી નાખ્યા છે.

હવે કયા 22 રાજ્યોમાં ભાજપ -NDA સરકાર?

ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, ઉત્તરાખંડ, દિલ્હી, ઓડિશા, આસામ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, નાગાલૅન્ડ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, બિહાર, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મણિપુર અને ગોવા.


સંબંધિત પોસ્ટ્સ

ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું ટેન્શન! નહીં પડે તેલની તંગી: રિપોર્ટ

Maheriya Nirali

બિગ બોસ 18 ફેમ રજત દલાલે ગુપ્ત રીતે કર્યા લગ્ન, નદી કિનારે લીધા ફેરા, જુઓ ‘ડ્રીમી વેડિંગ’ના ફોટા

praxpatel

અમદાવાદમાં હિંમતનગર ટુ હૈદરાબાદ ચાલતા બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ, 3.6 લાખમાં વેચાયેલા બાળકનું રેસ્ક્યૂ

ANIL PATEL