Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદીઓ માટે મોટી રાહત, બુલેટ ટ્રેનનું કામ વહેલું પૂર્ણ થતાં શાહીબાગ અંડર બ્રિજ ફરી શરુ કરાયો

Ahmedabad News: અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ છેડાને જોડતાં મહત્ત્વપૂર્ણ શાહીબાગ અંડર બ્રિજને આજથી (28મી જાન્યુઆરી) વાહનચાલકો માટે ફરીથી ખૂલ્લો મૂકી દેવામાં આવ્યો છે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી અપેક્ષિત ગતિ કરતાં વધુ ઝડપથી પૂર્ણ કરવામાં આવતા આ સફળતા મળી છે. પોલીસ કમિશ્નરના જાહેરનામા મુજબ, આ બ્રિજ જે સમયે ખૂલવાનો હતો, તેના કરતાં આશરે 16 કલાક અગાઉ જ ટ્રાફિક માટે કાર્યરત કરી દેવાતાં ઍરપોર્ટ તરફ જતાં મુસાફરો અને સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

5 દિવસ માટે વાહનોની અવરજવર માટે બંધ કરાયો હતો

નોંધનીય છે કે, બુલેટ ટ્રેનના ગર્ડર લોન્ચિંગ જેવી જટિલ કામગીરી માટે આ અંડર બ્રિજ ગત 23મી જાન્યુઆરીથી 5 દિવસ માટે તમામ પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો. વહીવટી તંત્રના આયોજન મુજબ આ માર્ગ 28મી જાન્યુઆરીની મધરાતે 12 કલાકે શરુ થવાનો હતો, પરંતુ તંત્રની સતર્કતા અને ઝડપી કામગીરીને લીધે 28મી જાન્યુઆરીની વહેલી સવારથી જ અહીં વાહનોની અવરજવર શરુ કરી દેવાઈ છે. આ નિર્ણયને કારણે દિલ્હી દરવાજા અને શાહીબાગ વિસ્તારમાંથી ઍરપોર્ટ તરફ જતાં હજારો વાહનચાલકોને હવે લાંબા અંતરના ફેરા અને સમયના વેડફાટમાંથી મુક્તિ મળી છે.

સંબંધિત પોસ્ટ્સ

ચીનમાં ખળભળાટ: બે પૂર્વ રક્ષામંત્રીઓ ને મોતની સજા, ભ્રષ્ટાચાર મામલે રાષ્ટ્રપતિ શી જિનપિંગ ની લાલ આંખ

praxpatel

IPL 2026: ઈડન ગાર્ડન્સમાં વૈભવ સૂર્યવંશીનું તોફાન, KKR સામે ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી જીત્યું ચાહકોનું દિલ

praxpatel

હૃદયદ્રાવક ઘટના: લગ્ન માટે ધર્મ બદલ્યો, પણ પતિએ પત્નીના ચહેરા પર એસિડ ફેંક્યું

praxpatel