Gujarat Plus
Breaking News
તાજા સમાચારબિઝનેસ

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોનું રૂ. 1,900 તૂટ્યું અને ચાંદી રૂ. 7,800 સસ્તી, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોનું રૂ. 1,900 તૂટ્યું અને ચાંદી રૂ. 7,800 સસ્તી, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ

વૈશ્વિક રાજકીય અસ્થિરતા અને ઇઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર હવે બુલિયન માર્કેટ પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. શેરબજારમાં થયેલા મોટા ઘટાડા બાદ હવે સોના અને ચાંદીના ભાવમાં પણ મોટો કડાકો બોલાયો છે. છેલ્લા 24 કલાકમાં સોના અને ચાંદીના ભાવમાં તોતિંગ ઘટાડો નોંધાયો છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના ડેટા મુજબ, સોના અને ચાંદીની કિંમતોમાં થયેલા ફેરફારની વિગતો નીચે મુજબ છે.

સોનાના ભાવમાં ગાબડું

13 માર્ચ 2026ના રોજ 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવમાં 1,904 રૂપિયાનો ઘટાડો થયો છે.

  • આજનો ભાવ: રૂ. 1,58,555 (પ્રતિ 10 ગ્રામ)

  • ગઈકાલનો ભાવ: રૂ. 1.60 લાખથી વધુ હતો.

  • છેલ્લા 44 દિવસમાં સોનાના ભાવમાં અંદાજે 17,566 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.

ચાંદીના ભાવમાં મોટો કડાકો

ચાંદીના ભાવ માં સોના કરતા પણ વધુ ઘટાડો જોવા મળ્યો છે. એક કિલો ચાંદીના ભાવમાં 7,813 રૂપિયાનો ઘટાડો થયો છે.

  • આજનો ભાવ: રૂ. 2,60,000 (પ્રતિ કિલો)

  • ગઈકાલનો ભાવ: રૂ. 2.68 લાખ પ્રતિ કિલો હતો.

  • 29 જાન્યુઆરી 2025થી અત્યાર સુધીમાં ચાંદીમાં 1.26 લાખ રૂપિયાનો તોતિંગ ઘટાડો નોંધાયો છે.

ભારતના મુખ્ય શહેરોમાં સોનાના ભાવ (રૂપિયા/10 ગ્રામ)

શહેરો પ્રમાણે સોનાના ભાવ માં થોડો તફાવત જોવા મળે છે. જાણી લો તમારા શહેરનો ભાવ:

શહેર સોનાનો ભાવ (24 કેરેટ)
અમદાવાદ રૂ. 1,61,290
મુંબઈ રૂ. 1,61,240
દિલ્હી રૂ. 1,61,390
ચેન્નાઈ રૂ. 1,62,560
જયપુર રૂ. 1,61,390
લખનઉ રૂ. 1,61,390

વર્ષ 2025માં સોના-ચાંદીનું પ્રદર્શન

વર્ષ 2025 રોકાણકારો માટે સોનેરી સાબિત થયું હતું. જોકે હાલમાં ઘટાડો છે, પરંતુ પાછલા વર્ષના આંકડા ચોંકાવનારા છે:

  • સોનું: વર્ષ 2025માં સોનાએ 75% રિટર્ન આપ્યું છે.

  • ચાંદી: ચાંદીએ વર્ષ 2025માં 167% નું જોરદાર રિટર્ન આપીને રોકાણકારોને માલામાલ કર્યા છે.

ઘટાડાનું મુખ્ય કારણ શું છે?

બજારના નિષ્ણાતોના મતે, અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા યુદ્ધના કારણે રોકાણકારોમાં ડરનો માહોલ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ડોલરની મજબૂતી અને પ્રોફિટ બુકિંગને કારણે સોના-ચાંદીના ભાવમાં હાલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

સંબંધિત પોસ્ટ્સ

પુતિન નો અનોખો પ્રોજેક્ટ: માણસને ‘અમર’ બનાવવા રશિયાએ ખર્ચ્યા ₹2.2 લાખ કરોડ, જાણો શું છે જીન અને ક્રાયોથેરાપી

praxpatel

થલાપતિ વિજયનો આખરે વિજય: VCK અને ડાબેરીઓના સમર્થનથી, TVK એ 118-સીટનો આંકડો પાર કર્યો

praxpatel

૧૯૬૫ના ભારત-પાક યુદ્ધના અસલી હીરો વીર ચક્ર વિજેતા કે.જી. જ્યોર્જનું ૯૫ વર્ષની વયે નિધન

Maheriya Nirali