Gujarat Plus
Breaking News
ક્રાઇમ

પતિને ચિકન રાઇસ લેવા મોકલ્યો અને પ્રેમી પાસે કરાવી હત્યા, પત્નીએ ફોન પર પૂછ્યું- ‘કાર્યક્રમ ઓકે?’

પતિને ચિકન રાઇસ લેવા મોકલ્યો અને પ્રેમી પાસે કરાવી હત્યા, પત્નીએ ફોન પર પૂછ્યું- 'કાર્યક્રમ ઓકે?'

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાંથી એક હચમચાવી નાખે તેવો હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિનું ક્રૂરતાપૂર્વક મર્ડર કરાવ્યું હતું. પોલીસે આ કેસમાં પત્ની અને તેના પ્રેમી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.

શરૂઆતમાં આ કેસ એક માર્ગ અકસ્માત જેવો લાગતો હતો, પરંતુ પોલીસની ઊંડી તપાસમાં પત્નીનું જ પાપ સામે આવ્યું છે.

અકસ્માત બતાવવા માટે લાશને રસ્તા પર ફેંકી

ઘટનાની વિગતો મુજબ, 31 મેના રોજ કિરણ સોનવણે નામનો વ્યક્તિ રસ્તા કિનારે તેની મોટરસાઇકલ સાથે મૃત હાલતમાં મળી આવ્યો હતો. આરોપીઓએ આ હત્યાને અકસ્માતનું રૂપ આપવા માટે લાશ ઉપર મોટરસાઇકલ મૂકી દીધી હતી જેથી પોલીસ છેતરાઈ જાય.

જોકે, નેકનૂર પોલીસને તપાસ દરમિયાન શંકા જતાં જ્યારે તેમણે કડક પૂછપરછ કરી, ત્યારે આખું કૌભાંડ ખુલી ગયું હતું.

ચિકન રાઇસ લેવા મોકલીને રચ્યું મોતનું કાવતરું

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે કિરણની પત્ની પ્રિયંકા સોનવણેએ જ આ આખું પ્લાનિંગ કર્યું હતું.

  • પ્રિયંકાએ તેના પતિ કિરણને રાત્રે ચિકન રાઇસ લેવા માટે ઘરની બહાર મોકલ્યો હતો.

  • પતિ જેવો બહાર નીકળ્યો કે તરત જ પ્રિયંકાએ તેના પ્રેમી દશરથ પરદેશીને જાણ કરી દીધી હતી.

  • દશરથ અને તેના મિત્ર ધીરજે રસ્તામાં કિરણને આંતરીને ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી.

હત્યા બાદ પ્રેમીએ પત્ની પ્રિયંકાને ફોન કરીને કહ્યું હતું કે, “કાર્યક્રમ ઓકે” થઈ ગયો છે.

ઇન્સ્ટાગ્રામ કોલ પર 5 કલાક સુધી થઈ વાતચીત

પોલીસને તપાસમાં ચોંકાવનારા ડિજિટલ પુરાવા મળ્યા છે. હત્યાના ગુનાને અંજામ આપ્યા બાદ પ્રિયંકા અને તેના પ્રેમી વચ્ચે ઇન્સ્ટાગ્રામ (Instagram) કોલ દ્વારા લગભગ ચાર થી પાંચ કલાક સુધી વાતચીત થઈ હતી.

આરોપી પ્રિયંકાએ પોલીસને જણાવ્યું કે, તે તેના પ્રેમી સાથે લગ્ન કરવા માંગતી હતી. આ ઉપરાંત પતિ કિરણ દારૂ પીને અવારનવાર તેને પરેશાન કરતો હોવાથી તેણે તેને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું હતું. હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓને જેલ ભેગા કર્યા છે.

< /p>

સંબંધિત પોસ્ટ્સ

અમદાવાદમાં લવ જેહાદનો ખૌફનાક ખેલ: સગીરાઓના નકલી આધારકાર્ડ બનાવી હોટલમાં લઈ જવાનું ષડયંત્ર, ૩ વિધર્મી જેલભેગા

praxpatel

ઠાર થયો દુનિયાનો સૌથી ક્રૂર ડ્રગ માફિયા અલ મેન્ચો

aminparmar

ગોરખપુર: 3 દિવસથી બંધ દુકાનમાંથી મળી યુવતીની લાશ, 8 વર્ષથી સાથે રહેતો લિવ-ઈન પાર્ટનર ફરાર

praxpatel