Gujarat Plus
Breaking News
gujaratplusબિઝનેસ

AIને કારણે 4000 કર્મચારીઓની નોકરી ગઇ, જેક ડોર્સીના નિર્ણયથી સિલિકોન વેલીમાં ખળભળાટ

શું AI હવે ખરેખર માણસોની નોકરીઓ લઈ રહ્યું છે?

ટેક નિષ્ણાતોનું માનવું છે કે AI પૂરેપૂરી નોકરીઓ ખતમ નથી કરતું, પરંતુ કામની પ્રકૃતિ બદલી નાખે છે. જે ભૂમિકાઓમાં પુનરાવર્તિત કામ વધુ છે, ત્યાં AI ઝડપથી જગ્યા લઈ રહ્યું છે. Block નું આ પગલું સંકેત આપે છે કે આવનારા સમયમાં અન્ય કંપનીઓ પણ આ દિશામાં જઈ શકે છે. જો AI થી ઓછા સ્ટાફમાં વધુ કામ થઈ શકતું હોય, તો કંપનીઓ ખર્ચ ઘટાડવા માટે આવા નિર્ણયો લઈ શકે છે.

ટેક ઇન્ડસ્ટ્રીમાં આ બદલાવ માત્ર એક કંપની પૂરતો મર્યાદિત નથી. આ એક મોટા ટ્રેન્ડ તરફ ઈશારો કરે છે, જ્યાં AI હવે માત્ર ચર્ચાનો વિષય નથી, પરંતુ બિઝનેસ રણનીતિનો એક ભાગ બની ચૂક્યું છે. આવનારા મહિનાઓમાં એ જોવું રસપ્રદ રહેશે કે બીજી મોટી કંપનીઓ શું પગલાં લે છે.

Jack Dorsey Block Inc Layoffs : ટેક દુનિયામાં ખળભળાટ મચાવે તેવા એક મોટા સમાચાર સામે આવ્યા છે. Twitter ના કો-ફાઉન્ડર જેક ડોર્સીની કંપની Block Inc. એ આશરે 4,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ સંખ્યા કંપનીના કુલ સ્ટાફના લગભગ 40 ટકા હોવાનું કહેવાય છે. સૌથી મહત્વની વાત એ છે કે, કંપનીએ આ મોટા પગલા પાછળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને કારણ ગણાવ્યું છે.

અત્યાર સુધી કંપનીઓ છટણી કરતી વખતે સ્પષ્ટપણે એ નહોતી જણાવતી કે, નોકરી AI ને કારણે જઈ રહી છે. પરંતુ જેક ડોર્સીએ તે બાબત સ્પષ્ટ કરી કે તેમણે પોતાની કંપનીમાંથી લોકોને AI ના કારણે જ કાઢ્યા છે. Block એક ફિનટેક કંપની છે. જે Cash App અને Square જેવી સેવાઓ ચલાવે છે. કંપનીનું કહેવું છે કે, તે હવે AI પર વધુ ફોકસ કરી રહી છે અને કામ કરવાની પદ્ધતિ બદલી રહી છે.

કંપની આર્થિક સંકટમાં નથી, છતાં લોકોને કાઢવામાં આવ્યા:

જેક ડોર્સીએ પોતાના સંદેશમાં જણાવ્યું કે કંપની આર્થિક સંકટમાં નથી. બિઝનેસ સારો ચાલી રહ્યો છે, પરંતુ AI ને કારણે હવે ઓછા લોકો સાથે વધુ કામ શક્ય બની રહ્યું છે. ડોર્સીએ કહ્યું કે, ટેક્નોલોજી ઝડપથી બદલાઈ રહી છે અને કંપનીઓએ સમયસર બદલાવ કરવો પડશે. તેમના મતે ઘણી કંપનીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અપનાવવામાં વિલંબ કરી રહી છે. Block એ એકસાથે મોટો નિર્ણય લઈને પોતાની ટીમનું કદ નાનું કરી દીધું જેથી આગળની રણનીતિ સ્પષ્ટ રહે.

શું છે કેશ એપ?

બ્લોક ઇન્ક. (Block, Inc.) દ્વારા વિકસિત કેશ એપ (Cash App), જે અગાઉ સ્ક્વેર કેશ તરીકે ઓળખાતી હતી, તે એક લોકપ્રિય ડિજિટલ વોલેટ અને મોબાઈલ પેમેન્ટ સેવા છે. તે યુઝર્સને તરત જ પૈસા મોકલવા, મેળવવા અને વિનંતી કરવાની સુવિધા આપે છે. આ ઉપરાંત, આ એપ દ્વારા યુઝર્સ સ્ટોક્સ (શેરબજાર) અને બિટકોઈનમાં રોકાણ કરી શકે છે તેમજ તેના ડેબિટ કાર્ડનો પણ ઉપયોગ કરી શકે છે.

શેરબજારમાં Block ના શેરમાં ઉછાળો:

આ સમાચાર આવ્યા બાદ શેરબજારમાં Block ના શેરમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. અહેવાલો અનુસાર કંપનીના શેર આશરે 20 થી 25 ટકા સુધી વધી ગયા. રોકાણકારોને લાગી રહ્યું છે કે, AI ના ઉપયોગથી કંપનીનો ખર્ચ ઘટશે અને નફો વધી શકે છે. જોકે, કર્મચારીઓ માટે આ એક મોટો આંચકો છે. આટલી મોટી સંખ્યામાં નોકરી જવાથી ટેક સેક્ટરમાં ચિંતા વધી ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી વિશ્વભરમાં ટેક કંપનીઓ સ્ટાફ ઘટાડી રહી છે, પરંતુ આ વખતે સ્પષ્ટપણે AI ને કારણ ગણાવવું ચર્ચાનો વિષય બની ગયું છે.

કર્મચારીઓને વળતર અને સપોર્ટ મળશે:

જેક ડોર્સીએ એમ પણ કહ્યું કે, જે કર્મચારીઓની નોકરી ગઈ છે, તેમને નિયમો મુજબ વળતર અને કેટલાક સમય સુધી સપોર્ટ આપવામાં આવશે. અલગ-અલગ દેશોમાં નિયમો અલગ હોવાને કારણે આ પેકેજ પણ અલગ હોઈ શકે છે. આ નિર્ણયોએ એક મોટો પ્રશ્ન ઊભો કરી દીધો છે.

 

સંબંધિત પોસ્ટ્સ

પ્રિયંકા ગાંધી-નીતિન ગડકરી વચ્ચે હસી-મજાક, VIDEO: ગડકરી બોલ્યા- રાહુલનું કામ કર્યું તો બહેનનું કરવું જ પડશે, પછી પોતાના હાથે બનાવેલી સ્પેશિયલ વાનગી પ્રિયંકાને ખવડાવી

Gujarat Plus

ચેતવણી! ફ્રી OTT સબસ્ક્રિપ્શનની લાલચમાં ખાલી થઈ શકે છે બેંક એકાઉન્ટ, જાણો ઓનલાઈન ઠગાઈથી બચવાની રીત

praxpatel

Nil ITR: તમારી આવક શૂન્ય હોય તો પણ ITR ફાઇલ કરવું કેમ જરૂરી છે? જાણો આ 5 મોટા ફાયદા

praxpatel