Gujarat Plus
Breaking News
ગુજરાતલાઈફ સ્ટાઇલ

કેન્દ્રીય કર્મીઓ સહિત પેન્શનરો માટે ખુશ ખબર! વાંચો 8માં પગારપંચ પર લેટેસ્ટ અપડેટ

8th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચને લઈને મહત્વપૂર્ણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં 25 ફેબ્રુઆરી 2026ના રોજ નવી દિલ્હીમાં નેશનલ કાઉન્સિલ (સ્ટાફ સાઇડ)-National Council (Staff Side)ની બેઠક યોજાઈ હતી, જેમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.

આગામી બેઠક 10 માર્ચે :

માહિતી મુજબ, 10 માર્ચે ફરી બેઠક યોજાશે. ત્યારબાદ તૈયાર થયેલ મેમોરેન્ડમ 8મા પગાર પંચના અધ્યક્ષ રંજના પ્રકાશ દેસાઈને સોંપવામાં આવશે. આ બેઠકમાં લઘુત્તમ પગાર, પ્રમોશન નીતિ, ફિટમેન્ટ ફેક્ટર અને પેન્શન સુધારા જેવા મુદ્દાઓ પર અંતિમ ચર્ચા થઈ શકે છે. કેન્દ્રીય કર્મચારીઓમાં આશા છે કે 8મો પગાર પંચ તેમની લાંબા સમયથી ચાલી આવતી માંગણીઓનું યોગ્ય નિરાકરણ લાવશે. ખાસ કરીને પ્રમોશન અને પેન્શન સંબંધિત મુદ્દાઓ પર મોટા નિર્ણયો લેવાઈ શકે છે.

JCMની ભૂમિકા મહત્વપૂર્ણ:

Joint Consultative Machinery (JCM) ભારત સરકાર અને કર્મચારી પ્રતિનિધિઓ વચ્ચે સંવાદ માટેનું સત્તાવાર મંચ છે. 8મા પગાર પંચ માટે કર્મચારીઓની માંગણીઓનું એક સામાન્ય મેમોરેન્ડમ તૈયાર કરીને સરકાર સમક્ષ રજૂ કરવાની જવાબદારી JCM પર રહેશે. આગામી 10 થી 15 દિવસમાં વિવિધ સંગઠનોની માંગણીઓને એકત્રિત કરીને એક સંયુક્ત દસ્તાવેજ તૈયાર કરવામાં આવશે.

આરોગ્ય અને ભથ્થા સંબંધિત મુદ્દાઓ:

ચર્ચા દરમિયાન CGHS સુવિધા ન હોય તેવા શહેરોમાં આરોગ્ય ખર્ચ વધારવા અંગે પણ વિચારણા થઈ. સાથે જ ઇન્ટરનેટ જેવી આવશ્યક સેવાઓ માટે ખાસ ભથ્થા આપવાની વાત પણ સામે આવી છે. લઘુત્તમ પગાર, ફિટમેન્ટ ફેક્ટર અને પેન્શનરોને મળતા લાભો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

પાંચ પ્રમોશનની ગેરંટીની માંગ:

બેઠકમાં કર્મચારીઓને ઓછામાં ઓછા પાંચ પ્રમોશન મળવાની ગેરંટી આપવા અંગે વિચારણા થઈ. ઉપરાંત વાર્ષિક ઇન્ક્રિમેન્ટમાં વધારો, લઘુત્તમ મૂળભૂત પગાર વધારવો અને 8મા પગાર પંચ હેઠળ જૂની પેન્શન યોજના (OPS) ફરી અમલમાં લાવવાની માંગ પણ ઉઠી. કર્મચારી સંગઠનોનું માનવું છે કે, લાંબા સમયથી પગાર માળખામાં મોટો ફેરફાર થયો નથી, તેથી નવા પંચમાં વ્યાપક સુધારા જરૂરી છે.

 

 

સંબંધિત પોસ્ટ્સ

Male Birth Control Pill: હવે પુરુષો માટે પણ આવશે ગર્ભનિરોધક ગોળી, સ્પર્મ પ્રોડક્શન પર લગાવશે બ્રેક

praxpatel

વૈદેહી ઈટાલીયા તરફથી સૌને પ્રજાસત્તાક દિવસની શુભકામના.

ANIL PATEL

ગુજરાતમાં હીટ વેવ પછી માવઠાની આગાહી: 20થી વધુ જિલ્લામાં ત્રણ દિવસ કમોસમી વરસાદનું એલર્ટ

praxpatel