Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ચૂંટણી ટાણે જનતાનો ‘પાવર’: અમદાવાદમાં પ્રચાર કરવા નીકળેલા ભાજપના નેતાઓ ને લોકોએ તગેડી મૂક્યા

ચૂંટણી ટાણે જનતાનો 'પાવર': અમદાવાદમાં પ્રચાર કરવા નીક ળેલા ભાજપના નેતાઓ ને લોકોએ તગેડી મૂક્યા

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે નેતાઓ મત માંગવા જનતાના દ્વારે પહોંચી રહ્યા છે. જોકે, અમદાવાદના અસારવા અને વાસણા વિસ્તારમાં ભાજપના નેતાઓ ને સ્થાનિકોના ભારે રોષનો સામનો કરવો પડ્યો છે. પાયાની સુવિધાઓના અભાવે કંટાળેલા લોકોએ નેતાઓ ને સોસાયટીમાં ઘૂસતા જ અટકાવી દીધા હતા.

અસારવા: ‘નેતાઓ તમને અહીં આવતા શરમ આવવી જોઈએ’

અસારવા વોર્ડની ઓમનગર અને કિસ્મત સોસાયટીમાં ભાજપના નેતાઓ જ્યારે પ્રચાર માટે પહોંચ્યા, ત્યારે રહીશોનો પિત્તો ગયો હતો. છેલ્લા 6 મહિનાથી ગટરના ગંદા પાણીની સમસ્યાથી પીડાતા લોકોએ નેતાઓને આડે હાથ લીધા હતા.

  • લોકોનો આક્ષેપ: જ્યારે બાળકો બીમાર હતા અને પરીક્ષાઓ ચાલતી હતી, ત્યારે કોઈ નેતા ડોકાયું નહોતું.

  • જૂનો વિવાદ: પૂર્વ કોર્પોરેટર અનુબેન પટેલે અગાઉ ‘તમારા વોટની જરૂર નથી’ તેમ કહ્યું હોવાનો આક્ષેપ કરી લોકોએ તેમને ભગાવ્યા હતા.

વાસણા: નેતાએ પાવર બતાવ્યો તો જનતાએ અરીસો બતાવ્યો

વાસણા વિસ્તારમાં ભાજપના ઉમેદવાર મેહુલ શાહને પણ જનતાએ ઘેરી લીધા હતા. ડ્રેનેજ અને પાણીની સમસ્યા અંગે સવાલ પૂછતા લોકો પર નેતાએ ‘ધીરે બોલ’ કહીને પાવર બતાવવાનો પ્રયાસ કર્યો હતો. નેતાનો આવો મિજાજ જોઈ લોકો વધુ ભડક્યા હતા અને આખરે નેતાજીએ ત્યાંથી વીડિયો ઉતારતા લોકો વચ્ચેથી નીકળી જવું પડ્યું હતું.

સંબંધિત પોસ્ટ્સ

છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં સત્તા માટે હિંસક ખેલ! AAPના તાલુકા પ્રમુખ સહિત 2 સભ્યો પર જીવલેણ હુમલો

praxpatel

બોક્સ ઓફિસ યુદ્ધ: ‘ધુરંધર 2’ ના તોફાન વચ્ચે આ સાઉથ ફિલ્મે મચાવી ધૂમ, 3 જ દિવસમાં બજેટ કરતા બમણી કમાણી

praxpatel

સાંસદ ગેનીબેનની ગાડીએ યુવકને ટક્કર મારી, યુવક ઈજાગ્રસ્ત

Maheriya Nirali